Trump
Spread the love

ટ્રમ્પના (Trump) યુદ્ધ રોકવાના દાવાને ઈરાનના હુમલાઓએ ખોટો સાબિત કરીને ટ્રમ્પની વૈશ્વિક ફજેતી કરી છે. ઈરાને ઈઝરાયલ અને અમેરિકન ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કરતા મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધ્યો છે. ઈઝરાયલના ઘણા શહેરોમાં સાયરન ધણધણી રહ્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ટ્રમ્પના (Trump) દાવા ખોટા, થઈ વૈશ્વિક ફજેતી

વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) અવિશ્વસનીયતા અને ઘમંડનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે. શ્રેય મેળવવાની લ્હાયમાં ટ્રમ્પે (Trump) મોડી રાત્રે જાહેરાત કરી કે તેમણે ઈઝરાયલ-ઈરાન સીઝફાયર કરાવી યુદ્ધ બંધ કરાવી દીધું છે, પરંતુ જાહેરાતના થોડા સમય બાદ ઈરાનના હુમલાઓએ સાબિત કરી દીધું છે કે ટ્રમ્પનો (Trump) દાવો ફરીથી ખોટો સાબિત થયો છે. ટ્રમ્પની (Trump) સીઝફાયરની જાહેરાત બાદ ઈરાને ફરીથી મિસાઈલ હુમલો કર્યો હતો જેમાં 3 ઈઝરાયલી નાગરિકોના મૃત્યુ થયા છે.

ઈરાને ફરી એકવાર ઈઝરાયલ પર હુમલાઓનો દોર શરૂ કર્યો છે. ઈરાન ફક્ત ઈઝરાયલ પર જ મિસાઈલ હુમલા નથી કરી રહ્યું પણ ખામેનેઈનું નિશાન અમેરિકા પણ છે. ઈરાન મધ્ય પૂર્વમાં અમેરિકન બેઝ પર મિસાઈલ હુમલા કરી રહ્યું છે. પહેલા કતારમાં ત્રણ યુએસ બેઝ પર અને પછી ઈરાકમાં હુમલા કરવામાં આવ્યા. આ હુમલાઓ ઈરાનના ઇરાદાઓનો ખ્યાલ આપે છે અને એ પણ સ્પષ્ટ છે કે મધ્ય પૂર્વમાં આ તણાવ વિશ્વ યુદ્ધમાં ફેરવાવાનો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઈરાનના હુમલા પછી, ઈઝરાયલના ઘણા શહેરોમાં સાયરન ધણધણી રહ્યા છે અને લોકો બંકરોમાં છુપાઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે ઈરાને કતારના અલ ઉદેદ એર બેઝ પર અનેક મિસાઈલોથી હુમલો કર્યો હતો પરંતુ મોટાભાગની મિસાઈલો હવામાં જ ઉડાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અલ ઉદેદ એર બેઝ એ મધ્ય પૂર્વમાં યુએસ સેન્ટ્રલ કમાન્ડના હવાઈ ઓપરેશનનું મુખ્ય મથક છે.

કતાર પર ત્રાટ્ક્યા ઈરાનના 19 મિસાઈલ

મધ્ય પૂર્વમાં ભારે તણાવની સ્થિતિ પ્રવર્તી રહી છે. ઈરાને કતાર અને યુએસ એરબેઝ પર કરેલા હુમલા બાદ તરત જ કતાર, કુવૈત, યુએઈ, ઈરાક અને ઈજિપ્ત સહિત લગભગ 10 દેશોએ તેમના એરસ્પેસ બંધ કરી દીધા જોકે, તે પછીથી ખોલવામાં આવ્યા હતા. ગલ્ફ દેશોના સંગઠન GCC એ ઈરાનના હુમલાની નિંદા કરી છે અને તેને કતારના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. કતારે એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે ઈરાન તરફથી 19 મિસાઇલો છોડવામાં આવી હતી. જેમાંથી મોટાભાગની મિસાઇલો ઈન્ટરસેપ્ટ કરી લેવામાં આવી હતી, પરંતુ એક મિસાઇલ અમેરિકન એરબેઝ પર પડી હોવાના સમાચાર છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ દરમિયાન ઈરાને અમેરિકાને ખુલ્લેઆમ ધમકી આપતા સ્પષ્ટપણે કહ્યું છે કે જો ફરીથી હુમલા કરવામાં આવશે, તો અમેરિકન ઠેકાણાઓ પર વધુ હુમલા કરવામાં આવશે અને તેમના અસ્તિત્વનો નાશ થશે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અનુસાર, મધ્ય પૂર્વમાં અમેરિકન એરબેઝ તેમના નિશાના પર છે.

દરમિયાન, વ્હાઇટ હાઉસે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે સુલેમાનીના મૃત્યુ પછી પણ ઈરાને હુમલો કર્યો હતો. હુમલામાં કોઈ નુકસાન થયું નથી. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) કહ્યું કે ઇરાને અમેરિકાના હુમલાના જવાબમાં ખૂબ જ નબળો હુમલો કર્યો. ઈરાને 14 મિસાઈલોથી હુમલો કર્યો હતો જેમાંથી 13ને તોડી પાડવામાં આવી.

આયાતુલ્લાહ ખામેનેઈએ કહ્યું, ઉત્પીડન સ્વીકાર્ય નથી

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીએ X પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે અમે કોઈપણ સંજોગોમાં કોઈપણ જુલમ સ્વીકારીશું નહીં. અમે કોઈની સામે ઝૂકીશું નહીં. ત્યારે ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે ઈરાન અમેરિકાના કોઈપણ હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છીએ..

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *