Shashi Tharoor
Spread the love

શશિ થરૂરને (Shashi Tharoor) મોદી સરકારે એક મોટી જવાબદારી સોંપી છે ઓપરેશન સિંદૂર અંગે આખો દેશ એક સાથે ઉભો છે. રાજકીય મતભેદો ભૂલીને, બધા સાથે ઉભા જોવા મળી રહ્યો છે ત્યારે ઓપરેશન સિંદૂર અંગે કોંગ્રેસના નેતા શશિ થરૂર (Shashi Tharoor) અમેરિકામાં પાકિસ્તાનના કરતૂતોનો પર્દાફાશ કરશે.

દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો

સંસદીય બાબતોના મંત્રાલયે વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનારા સાંસદોના નામ જાહેર કર્યા છે. મોદી સરકારે આ મામલે કોંગ્રેસ નેતા શશિ થરૂરને (Shashi Tharoor) મોટી જવાબદારી સોંપી છે. આ સાથે, થરૂર હવે અમેરિકામાં ભારતનો પક્ષ રજૂ કરશે અને પાકિસ્તાનના કરતૂતોનો પર્દાફાશ કરશે.

કોંગ્રેસના નેતા શશી થરૂર (Shashi Tharoor) અમેરિકામાં પકિસ્તાનનો પર્દાફાશ કરશે

પહલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂર પર ભારતનો પક્ષ રજૂ કરવા માટે વિદેશ જતા સાંસદોના 7 પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનારા નેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. આ નેતાઓમાં કોંગ્રેસના નેતા શશી થરૂર (Shashi Tharoor) અમેરિકામાં પાકિસ્તાનના કરતૂતોનો પર્દાફાશ કરનારા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે, વિજયંત પાંડા પુર્વીય યુરોપમાં, કનીમોઝી રશિયામાં, સંજય ઝા દક્ષિણ પૂર્વ એશિયામાં, રવિશંકર પ્રસાદ મિડલ ઈસ્ટમાં, સુપ્રિયા સુલે પશ્ચિમ એશિયામાં અને શ્રીકાંત શિંદે આફ્રિકન દેશોમાં જનારા પ્રતિનિધિમડળનું નેતૃત્વ કરશે.

પહેલગામ આતંકવાદી હુમલાનો જડબાતોડ ઉત્તર આપતા, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરીને એક મજબૂત સંદેશ આપ્યો છે. આ નિર્ણાયક કાર્યવાહીને માત્ર જનતા તરફથી જ નહીં પરંતુ વિરોધ પક્ષો તરફથી પણ સંપૂર્ણ સમર્થન મળ્યું. દેશમાં રાજકીય પક્ષોની વિચારધારાઓ ભલે અલગ અલગ હોય, પરંતુ જ્યારે દેશની સુરક્ષા અને આતંકવાદ સામે એકતાની વાત આવી ત્યારે સમગ્ર રાજકીય નેતૃત્વ એક અવાજમાં ઊભેલુ જોવા મળ્યું.

8 દેશોમાં પ્રતિનિધિમંડળ મોકલવામાં આવશે

ભારતની આ રાજકીય એકતા હવે સમગ્ર વિશ્વમાં જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે નિર્ણય લીધો છે કે ઓપરેશન સિંદૂર પર ભારતનો પક્ષ રજૂ કરવા માટે સાંસદોનું એક પ્રતિનિધિમંડળ 8 અલગ અલગ દેશોમાં મોકલવામાં આવશે. આ પ્રયાસ સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે, જેણે વિદેશ મંત્રાલયના સહયોગથી યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું છે.

પ્રથમ તબક્કામાં, 8 જૂથો બનાવવામાં આવ્યા છે, જેમાંથી દરેક એક અલગ દેશની મુલાકાત લેશે. આ જૂથોમાં તમામ પક્ષોના સાંસદોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે, જેથી એ સ્પષ્ટ થાય કે આતંકવાદ સામે ભારતની લડાઈ ફક્ત સરકારની નથી પરંતુ સમગ્ર દેશની છે.

દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો

હેતુ શું હશે?

દરેક પ્રતિનિધિમંડળમાં લગભગ અડધો ડઝન સાંસદો હશે અને તમામ રાજકીય પક્ષોના ફ્લોર લીડર્સ તેમાં નેતૃત્વની ભૂમિકા ભજવશે. આ સાંસદોનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય મંચો પર એ સ્પષ્ટ કરવાનો રહેશે કે પાકિસ્તાનના પોષેલા અને પાળેલા આતંકવાદી માળખાઓએ ભારતના સાર્વભૌમત્વ પર કેવી રીતે હુમલો કર્યો છે અને તેના જવાબમાં ભારતે કેવી રીતે સંયમ અને દૃઢતાથી પ્રતિક્રિયા આપી.

આ 8 પ્રતિનિધિમંડળોનો ઉદ્દેશ્ય વિદેશી સરકારો, થિંક ટેન્કો, મીડિયા સંસ્થાઓ અને નીતિ નિર્માતાઓને જણાવવાનો રહેશે કે ભારતને આ પ્રત્યુત્તર આપવાની ફરજ કેમ અને કેવી રીતે પડી. સાથે સાથે એ પણ જણાવવાનું રહેશે કે ભારતે કોઈપણ દેશના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું નથી પરંતુ પોતાના નાગરિકોની સુરક્ષા માટે ઊભું રહ્યું છે.

પ્રતિનિધિમંડળ ક્યારે રવાના થશે?

સાંસદોના પ્રતિનિધિમંડળ 22 મે પછી વિદેશ પ્રવાસ પર જવાનું શરૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશ જનારા પ્રતિનિધિમંડળમાં લગભગ 43/45 સાંસદોના નામ સામેલ કરવામાં આવશે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ,- આરજેડીના પ્રેમચંદ ગુપ્તા, જીડીયુના સંજય ઝા, ભાજપમાંથી રવિશંકર પ્રસાદ, અનુરાગ ઠાકુર, તેજસ્વી સુર્યા, વૃજલાલ, સમિક ભટ્ટાચાર્ય, અપરાજીતા સારંગી, રાજીવપ્રતાપ રુડી, ડી પુરંદેશ્વરી અને વિજ્યંત પાંડા, શિવસેનાના શ્રીકાંત શિંદે, એનસીપી (શરદ પવાર) ના સુપ્રિયા સુલે, બીજેડીના સસ્મિત પાત્રા, કોંગ્રેસના મનિષ તિવારી, અમરસિંહ, શશી થરૂર (Shashi Tharoor), શિવસેના (ઉદ્ધવ)ના પ્રિયંકા ચતુર્વેદી, સીપીઆઈ (એમ)ના જોહ્ન બિટ્સ અને એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસીના નામ સામેલ છે.

દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *