પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન (PM) નવાઝ શરીફના પુત્રને દેવાળીયો જાહેર કરવામાં આવ્યો છે. લંડન પ્રશાસને નવાઝ શરીફના પુત્ર હસન નવાઝને વર્ષ 2025નો ડિફોલ્ટર જાહેર કર્યો છે. હવે તેમની સામે આવતા મહિનાથી નાદારીની કાર્યવાહી શરૂ થઈ શકે છે. હસન નવાઝ પાકિસ્તાનના વડાપ્રધાન (PM) શાહબાઝ શરીફનો ભત્રીજો છે. હસન નવાઝની બહેન મરીયમ પાકિસ્તાનના પંજાબ પ્રાંતની મુખ્યમંત્રી છે.
UK HMRC has listed Hasan Nawaz, son of ex-PM Nawaz Sharif, as a "deliberate tax defaulter", citing £9.4M unpaid taxes (2015-16).
— British Pakistani Index (@PakistaniIndex) March 19, 2025
A £5.2M penalty imposed as bankruptcy details emerge. Nawaz disputes claims.#HasanNawaz #HMRC #NawazSharif pic.twitter.com/JAgkVsd5ws
લંડન એડમિનિસ્ટ્રેશનના ગેઝેટ અનુસાર, હસન નવાઝ પર લગભગ 10 મિલિયન પાઉન્ડનો આવકવેરો બાકી છે. 10 મિલિયન પાઉન્ડ ભારતીય ચલણમાં ગણતા આશરે 1,12,13,64,000 ભારતીય રૂપિયા છે. હસન પર આરોપ છે કે તે ઈરાદાપૂર્વક ટેક્સની રકમ નથી ચૂકવી રહ્યો. આવતા મહિનાથી હસનની પ્રોપર્ટીની હરાજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હસનની ટેક્સની રકમ 2015-16થી બાકી છે. હવે દંડ સહિત કુલ રકમ 10 મિલિયન પાઉન્ડ પર પહોંચી ગઈ છે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન (PM) નવાઝ શરીફના પુત્રને દેવાળીયો જાહેર
હસન નવાઝ વિરુદ્ધ યુકેના આવકવેરા વિભાગ દ્વારા 25 ઓગસ્ટ, 2023 ના રોજ કેસ નંબર 694/2023 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગેના પોતાના નિર્ણયમાં, યુકે હાઈકોર્ટે હસન નવાઝને નાદાર જાહેર કર્યો હતો. હવે એપ્રિલ 2025 માં તેની સામે નાદાર જાહેર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે જેમાં આવકવેરા વિભાગ તેની પાસે રહેલી મિલકત વેચીને દંડ વસૂલ કરી શકે છે.

શું છે આખો મામલો?
હસન નવાઝનું નામ પનામા પેપર્સ લીક કેસમાં પણ સામે આવ્યું છે. હસન અને તેના પરિવાર પર કાળા નાણા દ્વારા ગેરકાયદેસર સંપત્તિ પ્રાપ્ત કરવાનો આરોપ છે. આ પછી હસને લંડનમાં પોતાની એક પ્રોપર્ટી અલી રિયાઝ નામના પાકિસ્તાની વ્યક્તિને 38 મિલિયન પાઉન્ડમાં વેચી દીધી હતી. અલી રિયાઝ પોતે શંકાસ્પદ વ્યક્તિ છે. એવું કહેવાય છે કે અલી રિયાઝ પાકિસ્તાનના ભૂતપુર્વ વડાપ્રધાન (PM) નવાઝ શરીફ અને તેમના પરિવારના કાળા નાણાંને સફેદ કરવામાં મદદ કરે છે.
[…] સંકટનો સામનો કરી રહ્યો છે તો બીજી તરફ શહેબાઝ શરીફે પોતાના મંત્રીઓના પગારમાં ધરખમ વધારો […]