વિશ્વમાં એક એવો દેશ છે જ્યાં છેલ્લા 95 વર્ષથી એક પણ બાળક (Child) નો જન્મ નથી થયો એટલું જ નહી આ દેશ વિશ્વનો સૌથી નાનો અને ઓછી વસ્તી ધરાવતો દેશ છે તથા પ્રવાસના શોખીન પ્રવાસીઓનું પસંદગીનું સ્થાન છે.
દેશનું સૌથી મોટું અચરજ
દર વર્ષે વિશ્વભરમાંથી લાખો પ્રવાસીઓ દેશની મુલાકાતે આવે છે. આ દેશ સાથે જોડાયેલી ચોંકાવનારી વાત એ છે કે આ દેશ બન્યો ત્યારથી આજ સુધી અહીં એક પણ બાળક (Child) નો જન્મ થયો નથી. આ દેશ વિશ્વમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો અને સૌથી ઓછો વિસ્તાર ધરાવતો દેશ છે.

કયો છે આ દેશ?
અહીં પોપનું શાસન ચાલે છે. તેમ છતાં આ દેશમાં આજ સુધી એક પણ બાળક (Child) નો જન્મ નથી થયો. આ દેશનું નિર્માણ 11 ફેબ્રુઆરી 1929માં કરવામાં આવ્યું હતું. આ દેશ છે ઇટાલી (Italy) ના રોમમાં સ્થિત સ્વતંત્ર શહેર-રાજ્ય વેટિકન સિટી. વેટિકન સિટી દેશની ગણતરી પ્રખ્યાત પર્યટન સ્થળોમાં થાય છે. વિશ્વના સૌથી અવિશ્વસનીય સ્થળોમાં સામેલ આ સ્થળ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યું છે.
जगातील सर्वात छोटा देश जिथे देशात गेल्या 100 वर्षांत एकही मूल जन्माला आलं नाही!https://t.co/znpgytK70T
— थोडक्यात (@thodkyaat) January 31, 2025
ઓછી વસ્તી કેમ?
વેટિકન સિટીને વિશ્વમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો દેશ છે. અહીંની સમગ્ર વસ્તી કેથોલિક ધર્મમાં માનનારા ખ્રિસ્તીઓની છે. વેટિકન સિટીમાં રહેતા રહેવાસીઓ મુખ્યત્વે પાદરીઓ છે જેમને લગ્ન કરવાની અથવા માતાપિતા બનવાની મંજૂરી નથી. અહીં નાગરિકોને તેમના ધર્મના કારણે લગ્ન કરવાની કે બાળક (Child) પેદા કરવાની મંજૂરી નથી. જો કે, અહીં પણ અપવાદો સામે આવ્યા છે. જો કોઈ મહિલા ગર્ભવતી બની જાય અને તેની ડિલિવરીની તારીખ નજીક આવે ત્યારે તે મહિલાએ આ જગ્યા છોડીને બીજે જતું રહેવું પડે છે. આ નિયમનું એકદમ કડક પણે પાલન કરવામાં આવે છે.

કેટલી વસ્તી છે?
વેટિકન સિટી પોપનું નિવાસસ્થાન તેમજ કેથોલિક ચર્ચનું સત્તાવાર મુખ્ય મથક છે. સિસ્ટીન ચેપલની ટોચમર્યાદા, સેન્ટ પીટર્સ બેસિલિકા અને વેટિકન મ્યુઝિયમ જે પ્રવાસીઓમાં મુલાકાત લેતા હોય એવા સ્થળો પૈકી એક છે. 44 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલા આ દેશમાં માત્ર 800 લોકો જ રહે છે. નવીનતમ માહિતી અનુસાર, આ નાના દેશમાં માત્ર 30 મહિલાઓ રહે છે જેમના માટે એક ખાસ ડ્રેસ કોડ છે.
વેટીકન સિટીમાં એક પણ હોસ્પિટલ નથી. અહીં હોસ્પિટલ ન ખોલવાનું કારણ એવું માનવામાં આવે છે કે આ દેશ નાનો છે આ સાથે તેની આસપાસ નજીકમાં ઘણી એવી સુવિધાથી ભરપુર હોસ્પિટલ છે.
[…] આવ્યા છે જેણે બધાને ચોંકાવી દીધા છે. ઈટાલીના (Italy) વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે આ […]