
તિબેટ બચાવો ચળવળના અખિલ ભારતીય કોર ગ્રુપની એકદિવસીય બેઠક કર્ણાટકની રાજધાની બેંગ્લોર ખાતે તા. 27-02-2021 ના રોજ યોજાઈ.
બેઠકમાં વિચાર વિમર્શ પામેલા મુખ્ય મુદ્દાઓ
- તિબ્બતની આઝાદી – ભારતની સુરક્ષા
- ચીન દ્વારા સમગ્ર હિમાલય ક્ષેત્રમાં થી રહેલું પર્યાવરણીય અવક્રમણ
- ભારત-ચીન સરહદ પરની તંગદિલી
- કૈલાસ માનસરોવરની મુક્તિ
- પરમ પાવન દલાઈલામાને ભારતરત્ન આપવો
- પરમ પાવન દલાઈલામાને ભારતીય સંસદમાં સંબોધન કરવા આમંત્રણ આપવા માટે ભારત સરકારને અનુરોધ કરવો
બેઠકમાં તિબેટ મુક્તિ ચળવળને મજબૂત બનવવા માટે આગામી રણનીતિ તૈયાર કરવામાં આવી.

આ અખિલ ભારતીય બેઠકમાં ગુજરાતમાંથી કોર ગ્રુપ ફોર તિબેટિયન કોઝના ક્ષેત્રીય સંયોજક ડો. મહેન્દ્ર સંઘપાલ ઉપસ્થિત રહ્યા.
