Smartphone
Spread the love

ભારતે સ્માર્ટફોન (Smartphone) નિકાસના (Export) મામલામાં ચીનને (China) પાછળ છોડી દીધું છે અને યુએસ (USA) બજારમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સ્માર્ટફોન નિકાસના સંદર્ભમાં ભારતે ચીનને પછાડીને અમેરિકાના બજારમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ માહિતી PIB દ્વારા સંશોધન સંસ્થા કેનાલિસના (Canalys) અહેવાલને ટાંકીને શેર કરવામાં આવી છે. આ સિદ્ધિ ભારતના ઉત્પાદન ક્ષેત્રની નવી ઉડાનનો સંકેત છે.

મેક ઈન ઈન્ડિયા અને પીએલઆઈ યોજનાની અસર

PIB એ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર કરેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે મેક ઈન ઈન્ડિયા (Make In India) અને પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) યોજનાઓએ ઈલેક્ટ્રોનિક્સ (Electronics) ક્ષેત્રનું ચિત્ર સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. આ યોજનાઓને કારણે, ભારતે તે ક્ષેત્રોમાં પણ ઝડપથી પ્રગતિ કરી છે જ્યાં પહેલા તેને મોટો ઉત્પાદક પણ માનવામાં આવતો ન હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કેનાલિસના (Canalys) એક અહેવાલ મુજબ, એપ્રિલ-જૂન 2025 (Q2) માં ભારતે અમેરિકામાં (America) સ્માર્ટફોન (Smartphone) નિકાસમાં (Export) ચીનને (China) પાછળ છોડી દીધું. આ સમયગાળા દરમિયાન, યુએસ (USA) આયાતમાં (Import) મેડ ઈન ઈન્ડિયા (Made in India) સ્માર્ટફોનનો (Smartphone) હિસ્સો 44% સુધી પહોંચી ગયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટર (2024) માં ફક્ત 13% હતો. જ્યારે ચીનનો (China) હિસ્સો 61% થી ઘટીને 25% થયો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

10 વર્ષમાં ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં ઐતિહાસિક પરિવર્તન

ભારતના ઈલેક્ટ્રોનિક્સ (Electronics) ક્ષેત્રમાં વૃદ્ધિએ કોઈ સંયોગ નથી. છેલ્લા દાયકામાં ઈલેક્ટ્રોનિક્સ (Electronics) અને મોબાઈલ (Mobile) ઉદ્યોગમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. ઈલેક્ટ્રોનિક્સ (Electronics) ઉત્પાદન 2014-15માં રૂ. 1.9 લાખ કરોડથી વધીને 2024-25માં રૂ. 11.3 લાખ કરોડ થયું છે, એટલે કે 6 ગણો વધારો થયો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મોબાઈલ ફોનનું (Mobile Phone) ઉત્પાદન 18,000 કરોડ રૂપિયાથી વધીને 5.45 લાખ કરોડ રૂપિયા થયું. મોબાઈલ નિકાસમાં (Mobile Export) રેકોર્ડ ઉછાળો નોંધાયો. 2014-15માં તે માત્ર 1,500 કરોડ રૂપિયા હતું, જે 2024-25માં વધીને 2 લાખ કરોડ રૂપિયા થયું છે.

મેન્યુફેક્ચરિંગ એકમોમાં તેજી

2014-15માં જ્યારે ફક્ત 2 મોબાઇલ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીઓ હતી, ત્યારે 2024-25 સુધીમાં તે 150 ગણો વિસ્તાર પામીને 300 યુનિટ થઈ ગઈ છે.. ભારતે માત્ર ઉત્પાદન અને નિકાસમાં વધારો જ નહીં, પણ આયાત પરની નિર્ભરતા પણ લગભગ દૂર કરી દીધી છે. 2014-15માં, કુલ માંગના 75% ફોન આયાત કરીને પૂર્ણ કરવામાં આવતા હતા. પરંતુ 2024-25 સુધીમાં, આ આંકડો ઘટીને માત્ર 0.02% થઈ ગયો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *