અમેરિકા (USA) ના લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગ હજુ પણ શમી નથી રહી. 10 લોકોના મોત થયા છે અને સેંકડો ઈમારતો બળીને રાખ થઈ ગઈ છે. આ સિવાય સમગ્ર કાઉન્ટીમાં લગભગ 1 લાખ 80 હજાર લોકોને તેમના ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે ઘર 35 મિલિયન ડોલરમાં વેચવાનું હતું તે હવે બળીને રાખ થઈ ગયું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટમાં એક ઘર સળગતું દર્શાવતો વીડિયો દર્શાવાયો છે જેમાં એ દાવો કરવામાં આવ્યો છે કે, “આ ઘર ઝિલો (Zillow) પર $35 મિલિયનમાં વેચાણ માટે લિસ્ટેડ થયેલું છે.”
🚨 WATCH: This $35 million mansion is currently listed on Zillow. 👇
— Shirion Collective (@ShirionOrg) January 10, 2025
Moments like this help remind us that what truly matters is the safety and well-being of those we care about.
Stay safe, LA. 🙏 pic.twitter.com/cW6rinMjgw
આગ બુઝાવાના થવાના કોઈ ચિહ્નો નથી દેખાતા
હજારો અગ્નિશામકો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ભયાનક રીતે પ્રસરેલી આગ હજુ પણ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી શકી નથી. સાથે જ હવામાનની સ્થિતિ પર નજર રાખનારાઓની વાત માનીએ તો આગામી દિવસોમાં પણ આગ ફાટી નીકળવાની સંભાવના છે.
લોસ એન્જલસ (LA) ના ઈતિહાસની આ સૌથી વિનાશક આગ છે. આ ભયાનક આગમાં 10,000થી વધુ ઈમારતો બળીને રાખ થઈ ગઈ છે. આ સિવાય 60,000 વધુ ઈમારતો ઉપર જોખમ તોળાઈ રહ્યું છે. આગના માર્ગમાં મિલકતોના મૂલ્યને કારણે અંદાજિત $8 બિલિયનથી વધુ નુકસાન થવાની ધારણા છે.
લોસ એન્જલસમાં શરુ થઈ લૂંટફાટ
ગુરુવારે ફરીથી આગ શરૂ થવાની શંકાના આધારે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તે જ સમયે, પોલીસના જણાવ્યા અનુસાર, ખાલી કરાયેલા વિસ્તારોમાં લૂંટફાટ અટકાવવા માટે શહેરના કેટલાક વિસ્તારોમાં નેશનલ ગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.