Giorgia Meloni
Spread the love

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) એ કહ્યું કે ડાબેરીઓ ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ડરી ગયા છે. પીએમ મોદી સહિત જમણેરી નેતાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જ્યારે તેઓ બોલે છે ત્યારે તેમને લોકશાહી માટે ખતરો કહેવામાં આવે છે. મેલોનીએ ડાબેરીઓ પર બેવડા ધોરણોનો આરોપ લગાવ્યો અને આકરા પ્રહાર કર્યા હતા.

વોશિંગ્ટન ડીસીમાં ડાબેરીઓ ઉપર ગર્જ્યા જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni)

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) એ દાવો કર્યો છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ડાબેરીઓ ગભરાઈ ગયા છે. પીએમ મોદી (PM Modi) નું નામ લેતા તેમણે કહ્યું કે વર્તમાન દિવસોમાં જ્યારે જમણેરી નેતાઓ કંઈ પણ બોલે છે ત્યારે તેમને લોકશાહી માટે ખતરો કહેવામાં આવે છે. વોશિંગ્ટન ડીસીમાં કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સ (CPAC)માં શનિવારે વીડિયો લિંક દ્વારા બોલતા, મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સની પ્રશંસા કરી હતી. ઇટાલિયન પીએમએ દલીલ કરી હતી કે ટ્રમ્પના સત્તામાં પાછા ફરવાને કારણે ડાબેરીઓમાં હતાશા વ્યાપી ગઈ છે.

ડાબેરીઓ પર નિશાન સાધતા, મેલોનીએ કહ્યું કે ડાબેરીઓ આજે માત્ર એટલા માટે નિરાશ નથી કે જમણેરી નેતાઓ જીતી રહ્યા છે, પણ એટલા માટે પણ છે કે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું, ‘જ્યારે બિલ ક્લિન્ટન અને ટોની બ્લેરે 90ના દાયકામાં ડાબેરી ઉદારવાદીઓનું વૈશ્વિક નેટવર્ક બનાવ્યું ત્યારે તેમને રાજકારણી કહેવામાં આવતા હતા.’ તેમણે વધુમાં કહ્યું, ‘આજે જ્યારે ટ્રમ્પ, મેલોની, ઝેવિયર મિલે અથવા મોદી વાત કરે છે, ત્યારે તેમને લોકશાહી માટે ખતરો કહેવામાં આવે છે.’

લોકો ડાબેરીઓના જુઠ્ઠાણા પર નથી કરતા વિશ્વાસ

જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) એ આગળ કહ્યું, ‘આ તેમના બેવડા ધોરણો છે. પરંતુ આપણે તેમનાથી ટેવાયેલા છીએ. સારી બાબત એ છે કે લોકો હવે તેમના જૂઠાણાં પર વિશ્વાસ નથી કરતા, પછી ભલે તેઓ આપણા પર ગમે તેટલો કાદવ ઉછાળે. જનતા આપણને મત આપી રહી છે.’ મેલોનીએ ટ્રમ્પને એક મજબૂત નેતા ગણાવ્યા અને તેમના પ્રમુખ બનવાથી જમણેરી ગઠબંધનને વિભાજિત થઈ શકે છે તેવી ધારણાને નકારી કાઢી હતી. મેલોનીએ કહ્યું, ‘અમારા વિરોધીઓ આશા રાખી રહ્યા છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાને અમારાથી દૂર કરશે, પરંતુ હું તેમને એક મજબૂત અને અસરકારક નેતા તરીકે ઓળખું છું. મને ખાતરી છે કે જેઓ આવી આશાઓ રાખે છે તેઓ ખોટા સાબિત થશે.’


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *