America Party
Spread the love

અમેરિકા પાર્ટી (America Party) વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક એવા એલન મસ્કની (Elon Musk) નવી પોલિટીકલ પાર્ટીનું નામ છે. અમેરિકામાં બે પાર્ટી પોલિટીક્સનો અંત કરતા એલોન મસ્કે એક નવી પાર્ટીનો આરંભ કર્યો છે. મસ્ક ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પક્ષોથી નાખુશ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વિશ્વના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ટેસ્લાના (Tesla) સીઈઓ (CEO) એલોન મસ્ક (Elon Musk) હવે વિધિવત રાજકારણમાં પ્રવેશ કર્યો છે. શનિવાર (5 જુલાઈ, 2025) ના રોજ તેમણે અમેરિકામાં (America) પોતાની નવી પાર્ટી “અમેરિકા પાર્ટી” (America Party) શરૂ કરવાની જાહેરાત કરી છે.

એલન મસ્કે (Elon Musk) સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, “આજે અમેરિકા પાર્ટીની (America Party) રચના કરવામાં આવી છે જેથી આપની સ્વતંત્રતા પાછી મળી શકે.” આના એક દિવસ પહેલા, તેમણે એક પોલ કર્યો હતો જેમાં તેમણે પૂછ્યું હતું કે શું અમેરિકાને (America) નવી પાર્ટીની આવશ્યકતા છે? મોટાભાગના લોકોએ હામાં ઉત્તર આપતા મસ્કે પાર્ટી બનાવવાનું નક્કી કર્યું.

મસ્કની અમેરિકા પાર્ટીમાં (America Party) કોણ કોણ જોડાઈ શકે છે?

એલન મસ્કની (Elon Musk) અમેરિકા પાર્ટીમાં (America Party) હમણા સુધી મસ્ક સિવાય અન્ય કોઈ નેતાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા (Social Media) પર ઘણા નામો અંગે અટકળો ચાલી રહી છે.

કેટલાક લોકો માને છે કે તાજેતરમાં ટ્રમ્પના (Trump) ‘બિગ બ્યુટીફુલ બિલ’ (Big Beautyful Bill) વિરુદ્ધ મતદાન કરનારા યુએસ સાંસદ થોમસ મેસી (Thomas Massie) મસ્કની રાજકીય પાર્ટીમાં (Political PArty) જોડાઈ શકે છે. જોકે, હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બીજી બાજુ ફોરવર્ડ પાર્ટીના (Forward Party) સહ-સ્થાપક એન્ડ્રુ યાંગે (Andrew Yang) મસ્ક સાથે સહયોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. યાંગ અને મસ્ક બંને વર્તમાન દ્વિપક્ષીય પ્રણાલી (ડેમોક્રેટ-રિપબ્લિકન) થી અસંતુષ્ટ છે અને રાજકીય પરિવર્તનના પક્ષમાં હોવાનું માનવામાં આવે છે.

ટ્રમ્પના (Trump) નજીકના સહાયક લૌરા લૂમરના (Laura Loomer) મત મુજબ ટકર કાર્લસન (Tucker Carlson), માર્જોરી ટેલર ગ્રીન (Marjorie Taylor Greene) (MTG) અને થોમસ મેસી (thomas Massie) જેવા લોકપ્રિય નેતાઓ એલોન મસ્કની ‘અમેરિકા પાર્ટી’ની (America Party) જવાબદારી સંભાળી શકે છે.

જ્યારે એક યુઝરે એલન મસ્કને પૂછ્યું કે શું તે 2026ની મધ્યસત્ર ચૂંટણી લડશે કે 2028ની રાષ્ટ્રપતિની ચૂંટણી, ત્યારે મસ્કે જવાબ આપ્યો- “આગામી વર્ષે.” જેનો અર્થ એવો થાય કે મસ્કની અમેરિકા પાર્ટી (America Party) જેમાં યુએસ સંસદ (હાઉસ અને સેનેટ) ની ઘણી બેઠકો માટે મતદાન થવાનું છે તે નવેમ્બર 2026 માં યોજાનારી મધ્યસત્ર ચૂંટણીમાં ભાગ લેશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *