પૂર્વી અફઘાનિસ્તાનમાં (Afghanistan) પાકિસ્તાન (Pakistan) સરહદ નજીક રવિવારે મોડી રાત્રે 6.0 ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake) આવ્યો હોવાની જાણકારી યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ આપી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

USGS અનુસાર, ભૂકંપનું (Earthquake) કેન્દ્ર અફઘાનિસ્તાનના (Afghanistan) નંગરહાર (Nangarhar) પ્રાંતના જલાલાબાદ (Jalalabad) નજીક હતું અને તેની ઊંડાઈ 8 કિલોમીટર હતી. પ્રાંતીય આરોગ્ય વિભાગના પ્રવક્તા અજમલ દરવેશના જણાવ્યા અનુસાર, પૂર્વીય પ્રાંત નંગરહારમાં (Nangarhar) 250 લોકો મૃત્યુ પામ્યા હતા અને 500 થી વધુ ઘાયલ થયા હતા. અફઘાનિસ્તાનના (Afghanistan) અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભૂકંપ (Earthquake) એટલો જોરદાર હતો કે તેના આંચકા પાકિસ્તાનમાં (Pakistan) પણ અનુભવાયા હતા. આ ઉપરાંત, ભારતના ઘણા ભાગોમાં, ખાસ કરીને દિલ્હી-એનસીઆરમાં (Delhi-NCR) અનુભવાયા હતા. લગભગ 20 મિનિટ પછી, તે જ પ્રાંતમાં 10 કિલોમીટરની ઊંડાઈએ 4.5 ની તીવ્રતાનો બીજો ભૂકંપ (Earthquake) આવ્યો. તે રવિવારે સ્થાનિક સમય મુજબ રાત્રે 11:47 વાગ્યે આવ્યો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અફઘાનિસ્તાનમાં (Afghanistan) છેલ્લા એક મહિનામાં પાંચ વખત આવ્યો ભૂકંપ
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં અફઘાનિસ્તાનમાં આ પાંચમો ભૂકંપ (Earthquake) છે. ભૂકંપની (Earthquake) દ્રષ્ટિએ અફઘાનિસ્તાન સંવેદનશીલ વિસ્તાર છે. તેથી, અહીં વારંવાર ભૂકંપ (Earthquake) આવતા રહે છે. આ પહેલા 27 ઓગસ્ટે 5.4 તીવ્રતાનો, 17 ઓગસ્ટે 4.9 તીવ્રતાનો અને 13 ઓગસ્ટે 4.2 તીવ્રતાનો ભૂકંપ (Earthquake) 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. આ પહેલા 8 ઓગસ્ટે 10 કિમીની ઊંડાઈએ 4.3 તીવ્રતાનો ભૂકંપ (Earthquake) આવ્યો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

Notable quake, preliminary info: M 6.0 – 27 km ENE of Jalālābād, Afghanistan https://t.co/hE9lf5oIhx
— USGS Earthquakes (@USGS_Quakes) August 31, 2025
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો