ગધેડો અને યુવતીનો ભાવનાત્મક વાયરલ વિડિયો (Viral Video) : એક ભાવનાત્મક વિડીયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જેમાં એક ગધેડો લાંબા સમય પછી મળેલી નાની છોકરીને દોડીને ગળે લગાવે છે. બંને વચ્ચેનો પ્રેમ જોઈને લોકો ભાવુક થઈ ગયા છે. આ વીડિયો લાખો વખત જોવામાં આવ્યો છે અને તેની ઘણી પ્રશંસા થઈ રહી છે.
મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેનો સંબંધ શબ્દોમાં વ્યક્ત કરવો સરળ નથી. આ સંબંધ હૃદય સાથે જોડાયેલો છે, જેમાં કોઈ ભાષા નથી, કોઈ શરતો નથી. આવો જ એક વિડીયો (Viral Video) સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, વિડીયોમાં ગધેડા અને નાની છોકરી વચ્ચેનો પ્રેમ જોઈ શકાય છે, જેને જોઈને તમે પણ ભાવુક થઈ જશો.

વિડીયોમાં (Viral Video) એક ગધેડાનો માનવ પ્રત્યે સ્નેહ જોઈ શકાય છે
વિડીયોમાં (Viral Video) જોઈ શકાય છે કે એક ગધેડો જ્યારે તેના વાડામાંથી બહાર આવે છે અને સામે ઊભેલી નાની છોકરીને જુએ છે, ત્યારે તેની ખુશીનો પાર રહેતો નથી. તે વિલંબ કર્યા વિના સીધો છોકરી પાસે દોડી જાય છે અને પ્રેમપૂર્વક તેને ગળે લગાવે છે. છોકરી પણ તેને જોઈને ખૂબ ખુશ થઈ જાય છે અને બંને એકબીજા સાથે ભરપૂર સ્નેહ વ્યક્ત કરે છે. આ દ્રશ્ય જોઈને એવું લાગે છે કે જાણે બંને ઘણાં વર્ષો પછી મળ્યા હોય અને ખુબ જ ઘનિષ્ટ મિત્રો હોય.

આ વાયરલ વિડિયો સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ X ઉપર @awkwardgoogle નામના હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે, જે જાનવરો અને માનવો વચ્ચેના સંબંધો બતાવતો એક લોકપ્રિય એકાઉન્ટ છે. વિડિય સાથે આપેલી માહિતી મુજબ, આ છોકરી જર્મનીની રહેવાસી છે અને તેણે આ ગધેડાને તેના જન્મ પછીથી જ ઉછેર્યો હતો. થોડા સમય પછી બંને અલગ થઈ ગયા હતા, પરંતુ જ્યારે ફરીથી મળ્યા ત્યારે ગધેડાએ તરત જ છોકરીને ઓળખી લીધો અને તેના તરફ દોડી ગયો.
This girl from Germany helped raise this donkey when he was born. This is their reunionpic.twitter.com/FTzqGrQMUu
— Interesting things (@awkwardgoogle) April 1, 2025
આ વાયરલ વિડિયો અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ ઉપર 71 લાખથી વધારે અને X ઉપર 2.33 લાખ કરતા વધારે લોકોએ જોયો છે. જ્યારે 2 લાખ 92 હજાર લોકોએ લાઈક કર્યો છે. ઈન્સ્ટાગ્રામ ઉપર વિડિયો જોઈને લોકો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝર કમેન્ટ કરતાં લખે છે, “ગધેડા 20-25 વર્ષ સુધી માનવ અને સ્થળોને યાદ રાખી શકે છે.” બીજાં એક યુઝરે લખ્યું, “ગધેડા મૂર્ખ નથી હોતા, પરંતુ તેઓ બહુ જ ઇમોશનલ અને વફાદાર પ્રાણી છે.” તેમ જ એક બીજાં યુઝરે લખ્યું, “પ્રાણીઓ ખરેખર ભગવાનની આપેલી સૌથી મીઠી ભેટ છે.”

[…] ઝઝૂમતા વિદ્યાર્થીઓ માટે આ નાનકડો વાયરલ વિડીયો એક નાની બાળકી તરફથી આવેલો મજાકભર્યો […]