India-Pakistan
Spread the love

ભારત અને પાકિસ્તાન (India-Pakistan) વચ્ચે મે મહિનામાં થયેલી લડાઈ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકતી હતી તેને રોકવામાં અમેરિકાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી એવો દાવો ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ વર્ષે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન (India-Pakistan) વચ્ચે ત્રણ દિવસ સુધી ચાલેલા સંઘર્ષ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે કે તેમના નેતૃત્વમાં અમેરિકાએ ભારત અને પાકિસ્તાન (India-Pakistan) વચ્ચેના મોટા યુદ્ધને ટાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ટ્રમ્પે કહ્યું કે આ સંઘર્ષ પરમાણુ યુદ્ધ તરફ આગળ વધી શક્યો હોત, પરંતુ યુએસના હસ્તક્ષેપ અને વેપાર દબાણ નીતિને કારણે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ. તેમણે સોમવારે એક મુલાકાતમાં કહ્યું, “અમે બહુ યુદ્ધો અટકાવ્યા છે, જેમાંથી એક સૌથી મોટું યુદ્ધ ભારત અને પાકિસ્તાન (India-Pakistan) વચ્ચેનું હતું. અમે તેને વેપાર પર અટકાવ્યું છે. અમે ભારત અને પાકિસ્તાન સાથે કામ કરી રહ્યા છીએ.”

અમેરિકન રાષ્ટ્રપતિનો દાવો

અમેરિકી રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું, “અમે સ્પષ્ટપણે કહ્યું હતું કે જો તમે લડવાના જ હશો, તો અમે તમારા બંનેમાંથી કોઈ સાથે કોઈ વેપાર સોદો કરીશું નહીં. તે સમયે તેઓ કદાચ પરમાણુ શસ્ત્રો બનાવવાના તબક્કામાં હતા. આવી સ્થિતિમાં, તેમને રોકવા ખૂબ જ મહત્વપૂર્ણ હતા.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારત-પાકિસ્તાન (India-Pakistan) સંઘર્ષ-ઓપરેશન સિંદૂર

નોંધનીય છે કે 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) પછી, ભારતે પ્રત્યુત્તર આપતા 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) લોંચ કર્યું હતું જેમાં પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓને સફળતાપૂર્વક નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા હતા. આ પછી, પાકિસ્તાને મિસાઈલો અને ડ્રોનથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય સેનાએ સફળતાપૂર્વક નિષ્ફળ બનાવીને પાકિસ્તાનને જડબાતોડ ઉત્તર આપ્યો હતો.

ત્રણ દિવસ સતત પાકિસ્તાનને ઠમઠોર્યા બાદ 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન (India-Pakistan) વચ્ચે સંઘર્ષવિરામની ઘોષણા કરવામાં આવી, જેનો યશ લેવા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) કુદી પડ્યા હતા. જોકે, ભારતે ભારપૂર્વક સ્પષ્ટતા કરી હતી કે યુદ્ધવિરામની અપીલ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી અને ટ્રમ્પની (Trump) તેમાં કોઈ ભૂમિકા નહોતી. આજ ટ્રમ્પે ફરીથી એ જ રાગ દોહરાવ્યો છે.

આ દરમ્યાન મળતા સમાચાર મુજબ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોબલ શાંતિ પુરસ્કાર માટે પ્રસ્તાવિત કર્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *