ચીન (China) માં ઝડપથી ધનિક બની જવાનો ટ્રેંડ ચાલી રહ્યો છે અને તેને માટે લોકો અવનવા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે. વિશ્વમાં મેડ ઇન ચાઇના (Made in China) સસ્તી પ્રોડક્ટ ચાલી રહી છે ત્યારે ચીન (China)માં આજકાલ ઓનલાઈન દુકાનોમાં મુખ્ય ચીની બેંકોની બહારથી ખોદેલી “બેંક માટી” વેચાઈ રહી છે. વેચનારાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ‘બેંક માટી’ ખરીદનારાઓનું ભાગ્ય પલટી શકે છે અને ખુબ સંપત્તિ લાવી શકે છે. ચીનમાં આ પ્રોડક્ટ ટ્રેન્ડિંગ બની છે અને તેની એક પોટલીનો ભાવ રૂ. 10,500 જેટલો આપવા લોકો તૈયાર થઈ રહ્યા છે.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ (SCMP) ના જણાવ્યા અનુસાર, વેચાણકર્તાઓ બેંકોની બહારથી માટી એકત્રિત કરી રહ્યા છે તે ઉપરાંત બેંકની લોબીમાં મુકાયેલા છોડના કુંડામાંથી તથા પૈસા ગણવાના મશીનોની આસપાસની ધુળ એકત્રિત કરીને મોંઘા ભાવે વેચી રહ્યા છે.
China online shops sell ‘wealth bringing’ soil from outside top banks for US$120 https://t.co/ilrMouO8fy
— South China Morning Post (@SCMPNews) March 7, 2025
ચીન (China) ની પાંચ મુખ્ય બેંકોમાંથી ચોરાય છે માટી
એક ઓનલાઈન વિક્રેતાએ જણાવ્યું કે તે બેંક ઓફ ચાઇના, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના, એગ્રીકલ્ચરલ બેંક ઓફ ચાઇના, ચાઇના કન્સ્ટ્રક્શન બેંક અને બેંક ઓફ કોમ્યુનિકેશન્સ એવી દેશની પાંચ મુખ્ય બેંકોમાંથી એકત્રિત કરવામાં આવેલી ચાર પ્રકારની માટી ઓફર કરે છે. તેની પાસે સૌથી સસ્તી “બેંક માટી” ની કિંમત રૂ. 260 છે.
બીજા એક વિક્રેતાએ તેની માટીથી ધનિક થવામાં સફળ થવાનો દર 999.999 ટકા હોવાનો દાવો કર્યો છે. કેટલાક ઓનલાઈન વિક્રેતાઓ તો માટી બેંકમાંથી જ મેળવવામાં આવી હોવાની સત્યતા સાબિત કરવા માટે બેંકમાં મુકાયેલા છોડના કુંડામાંથી માટી ખોદી કાઢવાના વીડિયો પણ શેર કરી રહ્યા છે.

સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે ચીન (China) ના અર્બન લેન્ડસ્કેપિંગના નિયમો અનુસાર કોઈને પણ શહેરી લીલોતરી ધરાવતી જગ્યાઓને નુકશાન પહોંચાડવાની મંજૂરી નથી, જેમાં બેંકોની બહાર માટી ખોદવાનો પણ સમાવેશ થાય છે, તેથી માટી વેચનારા રાતના સમયે જ માટીની ચોરી કરે છે અને દાવો કરે છે કે તેનાથી નકારાત્મકતા દૂર થશે.

[…] ત્યારબાદ બાંગ્લાદેશની પાકિસ્તાન અને ચીન સાથે વધતી નિકટતા વચ્ચે આ સંયુક્ત […]
[…] રિપોર્ટ્સ અનુસાર, ચીન (China) સરકારે તિબેટીઓની ધાર્મિક પરંપરાઓને […]