સંયુક્ત રાષ્ટ્રમાં મહત્વની ભૂમિકા ભજવનાર ભારતને ફરી એકવાર મોટી જવાબદારી મળી છે. ભારતને 2025-2026 માટે યુનાઈટેડ નેશન્સ પીસકીપિંગ કમિશનના સભ્ય તરીકે ફરીથી પસંદ કરવામાં આવ્યું છે. યુનાઈટેડ નેશન્સ પીસકીપિંગ કમિશનમાં ભારતનો વર્તમાન કાર્યકાળ 31 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશને ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘ભારતને 2025-2026ની મુદત માટે સંયુક્ત રાષ્ટ્ર પીસકીપિંગ કમિશન (PBC) માટે ફરીથી પસંદ કરવામાં આવ્યું છે.
ભારત સંયુક્ત રાષ્ટ્ર પીસકીપિંગ કમિશનનું સ્થાપક સભ્ય છે
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ‘સંસ્થાપક સભ્ય અને યુએન પીસકીપિંગમાં મુખ્ય યોગદાનકર્તા તરીકે, ભારત વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે કામ કરવા PBC સાથે જોડાણ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે.’ પીબીસીમાં 31 સભ્ય દેશો છે જેમને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા, સુરક્ષા પરિષદ અને આર્થિક અને સામાજિક પરિષદ દ્વારા ચૂંટવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ સિસ્ટમમાં નાણાકીય યોગદાન આપનારા અને સૈન્ય યોગદાન આપનારા ટોચના દેશો પણ તેના સભ્યો છે.
#IndiaAtUN
— India at UN, NY (@IndiaUNNewYork) November 28, 2024
India has been re-elected to the UN Peacebuilding Commission (PBC) for 2025–2026. As a founding member and major contributor to @UNPeacekeeping, India is committed to continuing its engagement with the PBC to work towards global peace and stability.
શાંતિ સેનામાં સૌથી વધુ સૈનિકો મોકલનારા દેશોમાં ભારત સામેલ
ભારત યુએન પીસકીપીંગ ફોર્સમાં સૌથી સૈનિકો મોકલનાર દેશ છે. યુએનના અભિયાનોના ભાગરૂપે હાલમાં ભારતના લગભગ 6,000 સૈનિકો અને પોલીસ કર્મચારીઓ એબેઇ, મધ્ય આફ્રિકન રિપબ્લિક, સાયપ્રસ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, લેબનોન, પશ્ચિમ એશિયા, સોમાલિયા, દક્ષિણ સુદાન અને પશ્ચિમ સહારામાં તૈનાત છે. લગભગ 180 ભારતીય શાંતિ રક્ષકોએ શાંતિ રક્ષા કામગીરીમાં પોતાની ફરજ નિભાવતા સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.