તાજેતરમાં મુસ્લિમ દેશ મલેશિયાની રાજધાનીમાં એક 130 વર્ષ જુના ઐતિહાસિક હિન્દુ મંદિરના (Hindu Temple) સ્થળાંતરને લઈને વિવાદ ઉભો થયો છે. આ ઐતિહાસિક મંદિરને સ્થળાંતરિત કરવાની યોજના પાછળના કારણો સરકારી અને ખાનગી કંપનીઓના શહેરી વિકાસ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. જોકે, આ મુદ્દો ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી સંવેદનશીલ બની ગયો છે.
130 વર્ષ જૂનું મંદિર (Temple) અને મસ્જિદ બનાવવાની યોજના
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, લગભગ 130 વર્ષ જૂના દેવી શ્રી પથરકાલિઅમ્મન મંદિરને (Dewi Sri Pathrakaliamman Temple) સ્થળાંતરિત કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ મંદિર (Temple) કુઆલાલંપુરના ઐતિહાસિક તમિલ મુસ્લિમ સમુદાયની નજીકમાં આવેલું છે. આ જમીન 2014માં મલેશિયાની પ્રખ્યાત ટેક્સટાઇલ કંપની જેકેલને વેચવામાં આવી હતી, જે ત્યાં નવી મસ્જિદ બનાવવાની યોજના ધરાવે છે.

મંદિરના સ્થળાંતર પર વિવિધ પક્ષોની પ્રતિક્રિયા
કંપનીના સ્થાપક મોહમ્મદ જેકલ અહેમદે આ પ્લોટ ધાર્મિક હેતુ માટે ખરીદ્યો હતો, જેમાં આ વિસ્તારમાં નવી મસ્જિદ બનાવવાની હતી. વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ આ પ્રસ્તાવિત મસ્જિદનો શિલાન્યાસ કરે તેવી શક્યતા છે. જોકે, હિંદુ સમુદાય અને કેટલાક માનવાધિકાર સંગઠનોએ મંદિરના સ્થળાંતર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.

લોયર્સ ફોર લિબર્ટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઝૈદ મલેકે સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે મંદિર, જેકેલ અને સિટી હોલ વચ્ચે વાટાઘાટો હજુ ચાલુ છે. તેમણે એ પણ પૂછ્યું કે આ સ્થળાંતર માટે વધુ સમય અને સંવાદ કેમ ન કરવો જોઈએ.
વડાપ્રધાન અનવર ઈબ્રાહિમની સ્પષ્ટતા
વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે આ મામલે કહ્યું કે મંદિરને હટાવવાનો નિર્ણય ધાર્મિક પૂર્વગ્રહ પર આધારિત નથી, પરંતુ તે જમીનની માલિકી અને શહેરી વિકાસ સાથે સંબંધિત છે. તેમણે એવું પણ આશ્વાસન આપ્યું હતું કે મંદિરને નવા સ્થાને સ્થળાંતરિત કરવામાં આવશે અને સરકાર આ માટે શક્ય તમામ મદદ કરશે. તેમણે એમ પણ કહ્યું કે સમુદાયો વચ્ચે સંવાદિતા જળવાઈ રહે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.
Anwar Ibrahim has confirmed that the groundbreaking ceremony for the mosque on Jalan Masjid India, which is set to be built on a site that partially houses the Dewi Sri Pathrakaliamman Temple, will take place on March 27.
— BFM News (@NewsBFM) March 25, 2025
The Prime Minister stated that the ceremony would proceed… https://t.co/llviboKCIL pic.twitter.com/zKlgg7azZo
સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિકોણ
આ મુદ્દો મલેશિયામાં ધાર્મિક સહિષ્ણુતા અને બહુસાંસ્કૃતિક સમાજના સંતુલન પર મહત્વપૂર્ણ ચર્ચાનું કારણ બન્યો છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે વિવિધ અભિપ્રાયો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. કેટલાક જૂથો મંદિરના ઐતિહાસિક મહત્વને જાળવવાની માંગ કરી રહ્યા છે, જ્યારે અન્ય માને છે કે જમીન પર તેના નવા માલિકના અધિકારને માન્યતા આપવી જોઈએ.