વોટ્સએપે (WhatsApp) તેના યુઝર્સ માટે એક ખૂબ જ રસપ્રદ અને હાઈ-ટેક ફીચર લોન્ચ કર્યું છે, જે ચેટિંગને (Chatting) વધુ પર્સનલ અને સ્માર્ટ (Smart) બનાવશે. આ નવા ફીચરની (New Feature) મદદથી, યુઝર્સ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા તેમના વિચાર અનુસાર ચેટ વોલપેપર (Chat Wallpaper) બનાવી શકશે. એનો અર્થ એ કે હવે ફક્ત એક ટેક્સ્ટ પ્રોમ્પ્ટ (Text Prompt) આપતા જ મેટા એઆઈ (Meta AI) તે જ થીમ પર વોલપેપર બનાવી આપશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
WhatsApp ના લેટેસ્ટ અપડેટ 25.19.75 પર અપડેટ કર્યા પછી, iOS વપરાશકર્તાઓ માટે આ ફીચર ઉપલબ્ધ થઈ રહ્યુ છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે, સૌપ્રથમ, સેટિંગ્સ > ચેટ્સ > ડિફોલ્ટ ચેટ થીમ > ચેટ થીમ પર અનુક્રમે જવાનુ રહેશે, અહીં “ક્રિએટ વિથ એઆઈ” નો વિકલ્પ દેખાશે. આ ફીચર ટુંક જ સમયમાં એન્ડ્રોઈડ (Android) પર વોટ્સએપ (WhatsApp) બીટા વપરાશકર્તાઓ માટે પણ રોલઆઉટ કરવામાં આવશે.

વોટ્સએપના (WhatsApp) નવા ફીચરને કેવી રીતે ઉપયોગ કરવાનું?
“Create with AI” પસંદ કર્યા બાદ સ્ક્રીન પર એક બોક્સ ખુલશે જ્યાં યુઝરે પોતાની પસંદગીના ટેક્સ્ટ દાખલ કરવાના રહેશે – જેમ કે “Seaside Sunset” અથવા “Natural Forest Theme”. ટેક્સ્ટ દાખલ કર્યા બાદ Meta AI થોડીક સેકન્ડોમાં AI-જનરેટેડ અનેક વોલપેપર ડિઝાઈન બનાવીને આપી દેશે, જેને સ્ક્રોલ કરીને જોઈ શકાશે.

તૈયાર થયેલી ડિઝાઈનને સુધારવા કે બદલવા “મેક ચેન્જીસ” બટન દબાવીને તે જ પ્રોમ્પ્ટ પર વોલપેપરને ફરીથી કસ્ટમાઈઝ કરી શકાય છે. એકવાર ઈચ્છા મુજબની ડિઝાઈન પસંદ કરી લીધા બાદ તેની પોઝીશન એડજસ્ટ કરવાનો અને તેને સેટ કરતા પહેલા ડાર્ક મોડમાં બ્રાઈટનેસને નિયંત્રિત કરવાનો વિકલ્પ પણ મળે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ગેજેટ્સ360 ના (Gadgets360) એક અહેવાલ મુજબ, આ ફીચરનું એન્ડ્રોઇડ (Android) બીટા વર્ઝન 2.25.207 માં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. જોકે કેટલીકવાર AI કેટલાક રંગો અથવા એલિમેન્ટ્સને અવગણી શકે છે, જોકે એકંદરે આ સુવિધા યુઝર્સને જોરદાર સર્જનાત્મક નિયંત્રણ આપશે.

એટલું જ નહીં, WhatsApp બીજી એક નવા અને મહત્વપૂર્ણ ફીચર, થ્રેડેડ મેસેજ રિપ્લાય પર કામ કરી રહ્યું છે. આ ફીચરના આગમન પછી, વાતચીતમાં ચોક્કસ મેસેજના જવાબો હવે થ્રેડના રૂપમાં દેખાશે, જેનાથી વપરાશકર્તાઓ માટે જવાબોને ટ્રેક કરવાનું સરળ બનશે અને વાતચીત વધુ સુઘડ દેખાશે.

આ સુવિધા પહેલાથી જ iMessage જેવા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને હવે WhatsApp પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે. આ થ્રેડેડ રિપ્લાય સુવિધા હાલમાં ડેવલપિંગ સ્ટેપ ઉપર છે અને ટૂંક સમયમાં iOS અને Android ના બીટા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થઈ શકે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો