Spread the love

  • સરકાર લાવી રહી છે મેસેજીંગ સર્વિસ
  • હાલમાં કેટલાક સરકારી અધિકારીઓ ઉપયોગ કરી રહ્યા છે “સંદેશ” એપ
  • સંદેશ” સંપૂર્ણ સ્વદેશી એપ

સરકારની મેસેજીંગ એપ

તાજેતરમાં વોટ્સએપના પ્રાઈવસી સંબંધિત વિવાદ વખતે જબરદસ્ત વિરોધ થયો હતો ત્યારે હમણાં જ એવા રિપોર્ટ આવ્યા છે કે ભારત સરકારની મેસેજીંગ એપ આવી છે અને વર્તમાનમાં લિમિટેડ લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત સરકારની મેસેજીંગ એપનુ નામ “સંદેશ” ” Sandes ” છે એવું જાણવા મળ્યું છે.

કેવી છે સંદેશ ” Sandes ” એપ

સોમવારે એવા સમાચાર વહેતા થયા કે સરકારના કેટલાક અધિકારીઓ સરકારની “સંદેશ” ” Sandes ” એપ પ્રાયોગિક ધોરણે વાપરી રહ્યા છે. GIMS.gov.in વેબસાઇટ પર ” સંદેશ” ” Sandes ” જોવા મળે છે. ” સંદેશ” ” Sandes ” નો લોગો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે જેમાં તિરંગો તથા અશોક ચક્ર પણ જોઈ શકાય છે. ” સંદેશ” ” Sandes ” ના લોગોને ધ્યાનથી જોઈએ તો ત્રણ લેયરમાં દેખાય છે. ત્રણેય લેયર મળીને તિરંગો રચે છે જેમાં વચ્ચે અશોક ચક્ર છે. લોગોના બીજું લેયર આમ તદ્દન વોટ્સએપ જેવું છે પરંતુ થોડું ઘેરા લીલા રંગનું છે. ” સંદેશ” ” Sandes ” એપ એન્ડ્રોઈડ ” Android ” તથા ” iOS ” બંને ઓપરેટિંગ સિસ્ટમ પર ઉપલબ્ધ હશે એવું જાણવા મળ્યું છે.

સામાન્ય નાગરિક માટે ઉપલબ્ધ થશે ?

એવું કહેવાય છે કે ગયા વર્ષથી સરકાર આ પ્રકારની મેસેજીંગ એપ પર કામ કરતી હતી. આ ઉપરાંત એવું જાણવા મળ્યું છે કે આ એપને ગવર્નમેન્ટ ઇન્સ્ટન્ટ મેસેજીંગ સર્વિસ ” GIMS ” એવું નામ આપવામાં આવ્યું છે જોકે હવે આ એપ ” સંદેશ” ” Sandes ” એપને નામે જ છે. વોટ્સએપ દ્વારા પ્રાઈવસીનુ હનન કરતું તથા ઉપભોક્તાની સાથે જબરદસ્તી થતું અપડેટ આવ્યું ત્યારે અનેક લોકો ટેલિગ્રામ કે સિગ્નલ એપ પર વળ્યા હતા ત્યારે આવી જ એક સ્વદેશી એપ હોય એવી જરૂરિયાત જણાઈ હતી. જોકે ” સંદેશ” ” Sandes ” એપ હજુ ટેસ્ટ બેઝ પર ચલાવવામાં આવી રહી છે એવી આશા રાખવામાં આવી રહી છે કે ટેસ્ટ સમયગાળો પુરો થતા એક સ્વદેશી મેસેજીંગ ચેટીંગ એપ મળી શકે છે. ” સંદેશ” ” Sandes ” એપ વોટ્સએપને ટક્કર આપે છે કે નહીં તથા જો આપે તો કેવી ટક્કર આપશે તે જોવું રસપ્રદ રહેશે.


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *