Spread the love

લાંબા સમયથી ચર્ચાનો વિષય બનેલી ચીની મોબાઈલ કંપની Huawei ની ઓપરેટિંગ સિસ્ટમ આખરે લોન્ચ થઈ ગઈ છે. Huawei કંપનીએ આ ઓપરેટીંગ સિસ્ટમ (OS) ને ચીનમાં હોંગમેંગઓએસ (HongmengOS) નામથી લોન્ચ કર્યું છે. જ્યારે તેના વૈશ્વિક વર્ઝનનું નામ હાર્મનીઓએસ (HarmonyOS) રાખ્યું છે. વર્તમાનમાં વિશ્વમાં વેચાતા મોટાભાગના સ્માર્ટફોન એપલ (Apple) ની આઈઓએસ (iOS) અને (Google) ની એન્ડ્રોઇડ (Android) ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. હવે ચીનની ટેક કંપની Huawei દ્વારા નવી ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવતા એપલ (Apple) અને ગૂગલ (Google) ના વર્ચસ્વને મોટો પડકાર ઉભો થવાની વકી છે.

નવી ઓપરેટિંગ સિસ્ટમના લોન્ચિંગ પ્રસંગે કંપનીના સીઈઓ રિચર્ડ યુએ કહ્યું કે ઓપરેટિંગ સિસ્ટમ સ્માર્ટફોન, સ્માર્ટ સ્પીકર્સ તેમજ સેન્સર સાથે સુસંગત છે. કંપનીએ તેને વર્તમાન સમયમાં સૌથી વધુ લોકપ્રિય થઈ રહેલા ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો એક ભાગ પણ ગણાવ્યો છે.

સ્માર્ટ સ્ક્રીન ઉત્પાદનો માટે સૌથી પહેલા વપરાશે

હાર્મની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ સૌપ્રથમ ટીવી અને સ્માર્ટફોન જેવા સ્માર્ટ સ્ક્રીન ઉત્પાદનોમાં કરવામાં આવશે. આગામી ત્રણ વર્ષમાં, કંપની તેને અન્ય ઉપકરણો જેવા કે વેરેબલ અને કાર હેડ યુનિટ્સ માટે ઉપલબ્ધ કરાવશે. કંપનીએ આ ઓપરેટીંગ સિસ્ટમ (OS) ને માત્ર ચીનમાં જ લોન્ચ કરી છે જોકે આવનારા સમયમાં તેને વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવી શકે છે.

કંપની દ્વારા એપ્લિકેશન ડેવલપર્સને આકર્ષવાનો પ્રયાસ કરાઈ રહ્યા છે

હુવાવે (Huawei) નું હાર્મની ઓસ (Harmony OS) ઓપન સોર્સ છે. જેનો સીધો અર્થ એ છે કે વિશ્વની કોઈપણ સ્માર્ટફોન કંપની આ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે. આ ઓએસ (OS) ને ઓપન સોર્સ હેઠળ ઉપલબ્ધ કરાવીને, હુવાવે (Huawei) વિશ્વભરના એપ ડેવલપર્સને તેના માટે કમ્પિટીબલ એપ્સ બનાવવા માટે પણ આકર્ષિત કરવા માંગે છે. હુવાવે (Huawei) સારી રીતે સમજે છે કે ઓપરેટિંગ સિસ્ટમને સફળ બનાવવા માટે, વધુને વધુ કમ્પિટીબલ એપ્સની જરૂર છે.

નાના હાર્ડવેરવાળા ઉપકરણો પર પણ કામ કરશે

રિચાર્ડ યુએ જણાવ્યું હતું કે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા એન્ડ્રોઇડ અને આઇઓએસ, ઇન્ટરનેટ સાથે જોડાયેલા મોટી સંખ્યામાં ઉપકરણોને સપોર્ટ કરતા નથી. Harmony OS બનાવવા પાછળનું મુખ્ય કારણ એક એવું સોફ્ટવેર બનાવવાનું છે કારણ એ છે કે તે વધુ મેમરી અને પાવર સાથે કાર્ય કરતા સ્માર્ટફોન, લેપટોપ તેમજ નાના હાર્ડવેરનો ઉપયોગ કરતા અન્ય ઉપકરણો પર કામ કરી શકે.

Harmony OS પર સ્વિચ કરવુ સરળ

મીડિયા સાથે વાત કરતા યુએ કહ્યું કે સ્માર્ટફોન અને લેપટોપ માટે હુવાવે (Huawei) પોતાની ઓપરેટિંગ સિસ્ટમ આ વર્ષના અંત સુધીમાં ચીનમાં રજૂ કરવામાં આવશે. કંપની તેને 2020ના મધ્ય સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ સાથે યૂએ એ વાત પર પણ ભાર મૂક્યો કે હુવાવે (Huawei) ની ઓપરેટીંગ સિસ્ટમ (OS) નો ઉપયોગ સ્માર્ટફોન અને લેપટોપમાં ત્યારે જ થશે જ્યારે હુવાવે (Huawei) ને ગૂગલ (Google) ની એંડ્રોઈડ (Android) અને માઈક્રોસોફ્ટ (Microsoft) ની વિન્ડોઝ (Windows) ઓપરેટિંગ સિસ્ટમની ઍક્સેસ નહીં મળે.

એન્ડ્રોઇડ પ્રથમ પસંદ

યુએ આગળ કહ્યું કે તે હુવાવે (Huawei) ના સ્માર્ટફોન્સમાં એન્ડ્રોઇડ (Android) ઓપરેટિંગ સિસ્ટમ (OS) ને પ્રાથમિકતા આપે છે, પરંતુ જો કંપનીને હાર્મની ઓએસ (Harmony OS) પર સ્વિચ કરવાની જરૂર પડશે, તો તેમાં કોઈ સમસ્યા નથી. યુએ વધુમાં કહ્યું કે નવી ઓપરેટિંગ સિસ્ટમ પર સ્વિચ કરવામાં એકથી બે દિવસ લાગશે અને તે ખૂબ જ સરળ છે.

ટેક નિષ્ણાતો એવું માની રહ્યા છે કે જે રીતે ચાઇનીઝ મોબાઈલ કંપનીઓએ વૈશ્વિક કબ્જો જમાવ્યો છે તેમ Huaweiની નવી ઓપરેટિંગ સિસ્ટમ સ્માર્ટફોનની દુનિયામાં મોટો કબ્જો જમાવી શકે છે. આ અમેરિકા અને ચીનના સંબંધોમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. Huawei Mate 70 અને Mate X6 ફોલ્ડેબલ સ્માર્ટફોન અને નવું MatePad Pro ટેબલેટ HarmonyOS ઑપરેટિંગ સિસ્ટમ પર લૉન્ચ થઈ શકે છે. કંપનીના સીઈઓ રિચર્ડ યુએ કહ્યું છે કે આ માત્ર શરૂઆત છે. તેણે દાવો કર્યો છે કે 2025 સુધીમાં તમામ Huawei ઉપકરણો HarmonyOS નેક્સ્ટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.

તમને જણાવી દઈએ કે અમેરિકા હુવેઈ પર સતત પ્રતિબંધો લાદી રહ્યું છે. અત્યાર સુધી Huawei ને અમેરિકન કંપની ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર આધારિત સ્માર્ટફોન બનાવવાની ફરજ પડી છે. આવી સ્થિતિમાં, Huawei અમેરિકન ટેક્નોલોજીથી સંપૂર્ણપણે સ્વતંત્ર બનવા માંગતી હતી. આ જ કારણ છે કે ચીનની કંપની Huawei એ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી છે, જેથી તે અમેરિકન પ્રતિબંધોથી બચી શકે. જો કે, Huawei એ વર્ષ 2019 થી જ Google Android ઓપરેટિંગ સિસ્ટમથી પોતાને દૂર કરવાનું શરૂ કર્યું.

Huawei આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર પણ ઝડપથી કામ કરી રહ્યું છે. તેમાં ફોટો એડિટિંગ ટૂલ્સ જેવી સુવિધાઓ શામેલ છે. Huawei એ યુએસ પ્રતિબંધો છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં ચાઇનીઝ સ્માર્ટફોન માર્કેટમાં ઝડપી વૃદ્ધિનો અનુભવ કર્યો છે. આ સાથે ઘણા નવીન સ્માર્ટફોન રજૂ કરવામાં આવ્યા છે. Huawei દ્વારા ટ્રિપલ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *