AI રિસર્ચ કંપની OpenAI એ તેના ચેટબોટ ‘ChatGPT’ પર તમામ યુઝર્સ માટે વૉઇસ ફીચર રોલઆઉટ કર્યું છે. આ ફીચર દ્વારા ChatGPT તમારી સાથે પોતાના અવાજમાં વાત કરી શકશે. કંપનીએ સપ્ટેમ્બરમાં આ સુવિધા લાવી હતી, પરંતુ શરૂઆતમાં તે ફક્ત પ્લસ અને એન્ટરપ્રાઇઝ સબસ્ક્રાઇબર્સ માટે જ ઉપલબ્ધ હતી.
ઉલ્લેખનીય છે કે ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેનને અચાનક હટાવવા અને તેમને પરત લેવા અંગે કંપની વિવાદનો સામનો કરી રહી છે.
OpenAI એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યુ હતું કે વૉઈસ સાથે ચેટજીપીટી હવે તમામ વપરાશકર્તાઓ માટે મફતમાં ઉપલબ્ધ છે. તમારા ફોનમાં એપ ડાઉનલોડ કરો અને હેડફોન આઇકોન પર ટેપ કરીને વાતચીત શરૂ કરો. OpenAI એ કહ્યું કે યુઝર્સ 5 અલગ-અલગ વોઈસ પસંદ કરીને કનેક્ટ થઈ શકે છે.
Chatgptના બધા જ વપરાશકર્તાઓ હવે વાતચીત દ્વારા પોતાના અવાજનો ઉપયોગ પ્રશ્નો પૂછવા, જવાબ આપવા અને ChatGPIT પર ચાલુ વાતચીતમાં જોડાઈ શકશે. એન્ડ્રોઇડ અને iOS બંને ઓપરેટિંગ સિસ્ટમની એપ્સ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં પ્લસનું માસિક સબ્સ્ક્રિપ્શન રૂ 1,999 છે.
Chatgpt વૉઇસ સુવિધાની વિગતો
ઓપનએઆઈએ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં આની જાહેરાત કરી હતી અને એક વીડિયો પણ શેર કર્યો હતો. તેમાં કંપનીએ બતાવ્યું છે કે કેવી રીતે યુઝર્સ વોઈસ ફીચરનો ઉપયોગ કરી શકે છે.
Chatgptના વપરાશકર્તાઓ તેમના ફોન પર કંપનીની એપ્લિકેશન ડાઉનલોડ કરીને હેડફોનના આઇકોન પર ટેપ કરીને વાતચીત શરૂ કરી શકે છે.
શું છે ChatGPT ?
Chatgpt એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ ચેટબોટ છે. ચેટબોટ તેના વપરાશકર્તાએ કોઈ માણસને પૂછ્યો હોય તે રીતે પૂછેલા પ્રશ્નોના જવાબ આપે છે. તે Google આસિસ્ટન્ટ અથવા એમેઝોન એલેક્સા જેવી રીતે કામ કરે છે તે જ રીતે કાર્ય કરે છે.
OpenAI કેવી રીતે કાર્ય કરે છે?
OpenAI કહે છે કે તેમનું ChatGPT મોડલ રિઇનફોર્સમેન્ટ લર્નિંગ ફ્રોમ હ્યુમન ફીડબેક (RLHF) નામની મશીન લર્નિંગ ટેકનિકનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યું છે. તે પૂછવામાં આવતા પ્રશ્નનું અનુકરણ કરી શકે છે અને તેને સતત પ્રશ્નો પુછવાની સ્થિતિમાં પણ દરેક પ્રશ્નોન સતત ઉત્તર આપવા માટે પણ સક્ષમ છે. કંપની કહે છે કે તે ભૂલો સ્વીકારી શકે છે, ખોટા પ્રશ્નોને પડકારી શકે છે અને અયોગ્ય વિનંતીઓને નકારી શકે છે.