- Redmi દ્વારા લોન્ચ થશે નવો સ્માર્ટ ફોન
- આ ફોન 4G અને 5G બંને પ્રકારનાં નેટવર્ક ધરાવતો હોઈ શકે
- 48MP નો કેમેરા અને 6000MH ની બેટરી ધરાવતો ફોન
મોટી ટેક્નોલોજીની કંપનીઓમાં શામેલ થયેલ Redmi કંપની નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. Redmi 9 સિરિઝનો Redmi 9 Power ફોન લોંચ કરવાં જઈ રહ્યું છે. આ ફોન ઓનલાઈન પોર્ટલ પર લોન્ચ થવાનો છે અને તેનું વેચાણ પણ ટુંકજ સમયમાં શરુ થઈ જશે.
લોન્ચ થવાની તારીખ
Redmiની 9 સિરીઝનો ફૉન Redmi 9 Power 17 ડિસેમ્બરે એક ઓનલાઈન પોર્ટલ પર લોન્ચ થવાં જઈ રહ્યો છે. પરંતુ તેને લગતી જાણકારી લીક થઈ ગઈ છે. સુત્રો અનુસાર Redmi 9 Power નાં બેસ્ટ વોરિયન્ટને ભારતમાં રૂ. 10,000 કરતાં પણ ઓછી કિંમતમાં લોન્ચ થવાની સંભાવના છે. Redmi 9 Powerની સાચી કિંમતની પુષ્ટિ તો 17 ડિસેમ્બર તેનાં લોન્ચ થયાં પછીજ કરી શકાશે. તે સાથે તેમાં 5G ની સુવિધા આપતું version પણ લોન્ચ થાય તેવી સંભાવના છે.
ફોનની સ્પેસિફિકેશન્સ
- Octa Core (2GHz, Quad Core + 1.8GHz, Quad Core)
- 6.53 ઈંચ(16.59cm) ડિસ્પ્લે
- 4GB RAM + 128GB ROM (ઇન્ટરનલ મેમરી)
- Expandable મેમરી up to 512GB
- Android v10 (Q) ઓપરેટિંગ સિસ્ટમ
- 48MP + 8MP + 2MP +2MP એમ 4 રિઅર કેમેરા
- 8MP ફ્રન્ટ કેમેરા
- LED ફ્લેશ
- 6000mAh બેટરી
- ઇમેજ Resolution 8000 × 6000 Pixels
- USB Type – C
- ફાસ્ટ ચાર્જીંગ 18W
- Auto focus તેમજ USB OTG સપોર્ટ પણ મળશે.
- 2 Nano સીમ કાર્ડ
આ ફોન માટે 17 ડિસેમ્બર સુધી ગ્રાહકો એ રાહ જોવી પડશે. લોન્ચ થતાં પહેલાં જ આ ફોનએ તેનાં ફિચર્સનાં કારણે ઘણી લોકપ્રિયતા મેળવી લીધી છે.