NASA
Spread the love

નાસા (NASA) ના પ્રયોગો સતત ચાલુ છે હવે ટૂંક સમયમાં જ ચંદ્ર (Moon) પર સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકાશે. વિશ્વની એક અગ્રણી મોબાઈલ કંપની નાસા (NASA) સાથે મળીને ચંદ્ર પર એક ટાવર ગોઠવવા જઈ રહી છે.

ડિજિટલ વિશ્વ ઝડપથી વિસ્તરી રહ્યું છે. દરરોજ નવી નવી ટેકનોલોજીના આવિષ્કાર વિશે સાંભળવા મળતું રહે છે. હવે ટેકનોલોજીના વિશ્વને લગતા વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે જે મુજબ ચંદ્ર (Moon) પર મોબાઈલ ટાવર લગાવવામાં આવનાર છે. ચંદ્ર (Moon) ઉપર માનવ વસ્તી અને રેલ-રોડ નેટવર્ક સ્થાપવાની તૈયારીઓ વચ્ચે અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા ચંદ્રમા પર મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાને લોન્ચ કરવા જઈ રહ્યું છે. નાસાએ આના માટે નોકિયા કંપની સાથે જોડાણ કર્યું છે. 27 ફેબ્રુઆરીના દિવસે આ મિશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

નાસા (NASA) એ નોકિયા સાથે કર્યો સહયોગ

નાસા (NASA) એ 27 મી ફેબ્રુઆરીના રોજ એથેના (Athena) લેન્ડર લોન્ચ કર્યું છે. જેની મદદથી ચંદ્ર (Moon) પર પહેલું મોબાઈલ નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે. આ ઈન્ટ્યુટીવ મશીન્સ (Intuitive Machines) ના આઈએમ-2 (IM-2) મિશનનો હિસ્સો છે. નાસા આ માટે વિશ્વની એક સમયની દિગ્ગજ મોબાઈલ કંપની નોકિયા સાથે સહયોગ કર્યો છે.

ચંદ્રમાની સપાટી પર કોમ્યુનિકેશન સંભવ થઈ શકે તે માટે નોકિયાએ લૂનર સરફેસ કોમ્યુનિકેશન સિસ્ટમ (LSCS) વિકસાવી છે જેનો ઉપયોગ કરવામાં આવશે જેના દ્વારા પૃથ્વી પર વપરાશમાં લેવામાં આવતી સેલ્યૂલર ટેક્નિકનો ઉપયોગ કરાશે જેથી ચંદ્રમાની સપાટી પર કનેક્ટિવિટી સ્થાપિત કરી શકાય.

આ નેટવર્ક લુનાર વેહિકલ્સ અને લેન્ડર હાઈ-ડેફિનેશન વિડિયો સ્ટ્રીમિંગ (High-definition video streaming), કમાન્ડ-એન્ડ-કંટ્રોલ કોમ્યુનિકેશન્સ (command and control communications) ની વચ્ચે ટેલિમેટ્રી ડેટા ટ્રાન્સફર ને નેટવર્ક લેન્ડર સપોર્ટ કરશે. આ ખાસ સિસ્ટમને અવકાશની મુશ્કેલ પરિસ્થિતિઓ જેમ કે અતિશય તાપમાન અને રેડિયેશનનો સામનો કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે.

2 લુનર મોબિલિટી વ્હીકલ ઈન્ટ્યુટીવ મશીન્સ (intuitive Machines) નું માઈક્રો-નોવા હોપર (Micro-Nova Hopper) અને લુનર આઉટપોસ્ટ (Lunar Outpost) ના મોબાઇલ ઓટોનોમસ પ્રોસ્પેક્ટીંગ પ્લેટફોર્મ (MAPP) રોવરનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વાહનો નોકિયા (Nokia) ના ડિવાઈસ મોડ્યુલનો ઉપયોગ કરીને લેન્ડરના નેટવર્ક સાથે કનેક્ટ થશે.

નાસા (NASA) ના ધ્રુવીય સંસાધનો આઇસ માઇનિંગ પ્રયોગ 1 (Polar Resources Ice Mining Experiment 1-PRIME-1) પણ મોબાઇલ નેટવર્ક સાથે તૈનાત કરવામાં આવશે. ચંદ્રની સપાટી પર ડ્રિલિંગ કરીને, આ પ્રયોગ રેગોલિથ કાઢવામાં મદદ કરશે અને માસ સ્પેક્ટ્રોમીટર વડે અસ્થિરતાનું વિશ્લેષણ પણ કરી શકશે.

ચંદ્ર પર મોબાઈલ નેટવર્કની સ્થાપનાને સ્પેસ કોમ્યુનિકેશન ટેક્નોલોજીમાં મોટી સફળતા માનવામાં આવે છે. નોકિયાનું વિઝન છે કે આ નેટવર્ક ચંદ્ર પર લાંબા ગાળાની માનવ પ્રવૃત્તિઓને સહાયતા કરશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *