Tamal
Spread the love

તમાલ (Tamal) એ ભારતીય નૌકાદળને (Indian Navy) ટૂંક સમયમાં એક નવું યુદ્ધ જહાજનું છે નામ છે જેના મળવાથી ભારતીય નૌકાદળની શક્તિમાં વધારો થશે. તમાલ ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. તે 1 જુલાઈ 2025 ના રોજ નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. લગભગ 125 મીટર લાંબુ અને 3900 ટન વજન ધરાવે છે અને તેની ગતિ ૩૦ નોટથી વધુ ગતિ ધરાવતુ તમાલ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલો, ભારે ટોર્પિડો, સબમરીન રોકેટ અને અનેક રડારથી સજ્જ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રશિયામાં નિર્મિત યુદ્ધ જહાજ ‘તમાલ’ (Tamal) ના તમામ પરીક્ષણો પૂર્ણ થઈ ગયા છે અને 1 જુલાઈના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. ‘તમાલ’ (Tamal) એક સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ છે અને તે એન્ટી-શિપ બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ છે. ‘તમાલ’ના (Tamal) સમાવેશ પછી, ભારતીય નૌકાદળ પાસે 14 ફ્રિગેટ્સ થઈ જશે, જેનાથી ભારતીય નૌકાદળની શક્તિમાં વધારો થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ‘તમાલ’ને (Tamal) 1 જુલાઈના રોજ રશિયામાં જ ભારતીય નૌકાદળમાં કમિશન કરવામાં આવશે. આ માટે નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓ ત્યાં જશે. આ પછી, તેને ભારત લાવવામાં આવશે. ‘તમાલ’ (Tamal) એક સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ છે. તમાલમાં 33 થી વધુ ભારતીય ઉપકરણો અને સિસ્ટમો લગાવવામાં આવી છે. રશિયામાં રહીને ભારતના યુદ્ધ જહાજ દેખરેખ ટીમ દ્વારા તેના બાંધકામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

‘તમાલ’ (Tamal) નૌકાદળનું છેલ્લું આયાતી યુદ્ધ જહાજ છે. નૌકાદળે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે ભવિષ્યમાં વિદેશથી વધુ યુદ્ધ જહાજો ખરીદવામાં આવશે નહીં. 2016 માં, ભારત અને રશિયા વચ્ચે 4 તલવાર વર્ગના સ્ટીલ્થ ફ્રિગેટ બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર થયા હતા. જેમાંથી બે રશિયામાં અને બે ભારતમાં બનવાના હતા. રશિયન બનાવટના ‘તુશીલ’ ને (Tushil) ગયા વર્ષે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું અને હવે તમાલ ભારતીય નૌકાદળમાં સામેલ થવા જઈ રહ્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

શું છે ‘તમાલ’ની (Tamal) વિશેષતાઓ ?

‘તમાલ’ (Tamal) રડારથી બચી શકાય એવું સ્ટીલ્થ અને મલ્ટિરોલ યુદ્ધ જહાજ છે. રશિયા તરફથી પ્રાપ્ત થનાર ક્રીવાક ક્લાસ ફ્રિગેટ્સની શ્રેણીનું આ 8મું અને છેલ્લું યુદ્ધ જહાજ છે. તે અગાઉના તલવાર અને તેગ વર્ગો કરતાં વધુ આધુનિકતુ શીલ વર્ગનો હિસ્સો છે. ભારત રશિયાની ટેકનિકલ મદદથી ગોવા શિપયાર્ડમાં બે સમાન યુદ્ધ જહાજો પણ બનાવી રહ્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘તમાલ’નો (Tamal) 26% હિસ્સો ભારતમાં બનેલો છે, જેમાં બ્રહ્મોસ મિસાઈલ જેવી ઘાતક ટેકનોલોજીનો સમાવેશ થાય છે. તે સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો, ભારે ટોર્પિડો, સબમરીન રોકેટ અને અનેક રડારથી સજ્જ છે. તેમાં હેલિકોપ્ટર ઓપરેશન સુવિધાઓ, ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ્સ અને નેટવર્ક-આધારિત લડાઈ ટેકનોલોજી પણ છે. લગભગ 125 મીટર લંબાઈ અને 3900 ટન વજન ધરાવતા આ જહાજની ગતિ 30 નોટથી વધુ છે.

તેનું ‘તમાલ’ (Tamal) નામ ભગવાન ઈન્દ્રની પૌરાણિક તલવારથી પ્રેરિત છે. તેનું પ્રતીક જામ્બવન નામના પૌરાણિક રીંછ અને રશિયન ભૂરા રીંછનું સંયોજન છે. તેના સૈનિકો પોતાને ધ ગ્રેટ બેર્સ કહે છે. આ યુદ્ધ જહાજનું સૂત્ર “સર્વદા સર્વત્ર વિજય” છે, જેનો અર્થ થાય છે દરેક જગ્યાએ, હંમેશા વિજય, જે નૌકાદળની શક્તિ અને સંકલ્પને ઉજાગર કરે છે.

‘તમાલ’ જેને સ્વોર્ડ આર્મ કહેવામાં આવે છે એવા ભારતીય નૌકાદળના પશ્ચિમી કાફલાનો એક ભાગ બનશે. આ ભારતીય નૌકાદળની શક્તિને વધુ મજબૂત બનાવશે અને ભારત-રશિયા મિત્રતાનું બીજું ઉદાહરણ બનશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *