ભારતીય સેના (Indian Army) એ ‘સંભવ’ (SAMBHAV) સ્માર્ટફોનનો ઉપયોગ ઓક્ટોબરમાં ચીન સાથે વાતચીત દરમિયાન સુરક્ષિત સંચાર માટે કર્યો હતો. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સૈન્ય અધિકારીઓને સુરક્ષિત સંદેશાવ્યવહાર માટે વિશેષ એપ્સથી સજ્જ લગભગ 30,000 સ્માર્ટફોન આપવામાં આવ્યા છે. આ એપ્સનો ઉપયોગ મહત્વપૂર્ણ માહિતી શેર કરવા માટે થઈ શકે છે.
સમયની સાથે ભારતીય સેના પણ પોતાની જાતને નવી ટેકનોલોજીથી સજ્જ કરી રહી છે. સેનાના ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ માટે જેને ટુંકમાં ‘સંભવ’ (SAMBHAV) કહે છે તે સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી સુરક્ષિત લશ્કરી મોબાઇલ ઇકોસિસ્ટમ (Secure Army Mobile Bharat Version) છે. આ ઇકોસિસ્ટમ શિક્ષણ અને ઉદ્યોગમાં શ્રેષ્ઠતાના રાષ્ટ્રીય કેન્દ્રોના સહયોગથી વિકસાવવામાં આવી હતી. સંભવ (SAMBHAV) અત્યાધુનિક 5G ટેક્નોલોજી પર આધારિત છે અને તે ભારતની સંરક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે.
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તેમની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં પુષ્ટિ કરી હતી કે ઓક્ટોબરમાં ચીન સાથેની સરહદ વાટાઘાટોમાં આ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ‘સંભવ’ સ્માર્ટફોનનો ઉપયોગ સુરક્ષિત સંચાર માટે કરવામાં આવ્યો હતો.
Indian Army's 'Sambhav' smart phone used during China border talks for secure communication
— ANI Digital (@ani_digital) January 17, 2025
Read @ANI story | https://t.co/qlNExqpFNP#IndianArmy #Sambhav #China #IndiaChinaborder pic.twitter.com/AMJFt6JTm3
હવે માહિતી લીક થવાનું જોખમ નહીં
અગાઉ ઘણા સૈન્ય અધિકારીઓ માહિતી અને દસ્તાવેજો શેર કરવા માટે WhatsApp અને અન્ય એના જેવી એપ્સનો ઉપયોગ કરતા હતા. પરંતુ આના કારણે ઘણીવાર માહિતી લીક થવાની શક્યતા રહેતી હતી. ‘સંભવ’ ફોનમાં તમામ મહત્વના અધિકારીઓના નંબર પહેલેથી સેવ કરવામાં આવેલા હોવાથી અધિકારીઓએ નંબર સેવ કરવાની જરૂર નહી રહે.
30 હજાર અધિકારીઓને ‘સંભવ’ (SAMBHAV) ફોન આપવામાં આવ્યા
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓને સુરક્ષિત સંદેશાવ્યવહાર માટે જેમાં વિશેષ એપ્સ છે તે લગભગ 30,000 સંભવ ફોન આપવામાં આવ્યા છે. આ વિશેષ એપ્સનો ઉપયોગ મહત્વપૂર્ણ માહિતી શેર કરવા માટે થઈ શકે છે. આ પ્રોજેક્ટ ગયા વર્ષે શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાતા હેન્ડસેટ્સમાં એમ-સિગ્મા જેવી એપ્લિકેશન છે, જે મેસેજિંગ, દસ્તાવેજો, ફોટા અને વિડિયો શેર કરવા માટે લોકપ્રિય WhatsApp એપ્લિકેશનની સમકક્ષ માનવામાં આવે છે.
શું છે ‘સંભવ’ (SAMBHAV)
એક સુરક્ષિત લશ્કરી મોબાઇલ ઇકોસિસ્ટમ (Secure Army Mobile Bharat Version) જેને ટુંકમાં ‘સંભવ’ (SAMBHAV) કહેવાય છે. તેમાં સમગ્ર ભારતમાં સુરક્ષિત ઇકોસિસ્ટમ સાથે મલ્ટિ-લેયર એન્ક્રિપ્શન હશે અને તે બિલ્ટ-ઇન સુરક્ષા સાથે કોમર્શિયલ નેટવર્ક પર ચાલશે. તેનાથી ભારતની સંરક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર સુધારો થશે. ‘સંભવ’ 5G ટેકનોલોજી પર આધારિત છે, જે તેને અત્યંત કાર્યક્ષમ અને સુરક્ષિત બનાવે છે. તેમાં રહેની બહુ-સ્તરવાળી એન્ક્રિપ્શન સિસ્ટમ તેને અત્યંત સુરક્ષિત બનાવે છે. તે કોમર્શિયલ નેટવર્ક પર ચાલશે, પરંતુ તેમાં બિલ્ટ-ઇન સુરક્ષા સુવિધાઓ પણ હશે. SAMBHAV નો ઉપયોગ લશ્કરી ગુપ્તતા અને સુરક્ષા જાળવવા માટે થઈ શકે છે. આનાથી સેનાને તેના સંદેશાવ્યવહાર અને કામગીરીને દુશ્મનોથી ગુપ્ત રાખવામાં મદદ મળશે.
[…] વચ્ચે હવાઈ યુદ્ધ)નો અભ્યાસ કર્યો હતો. ચીનની વધતી જતી સૈન્ય અને તકનીકી […]