ભારતને 5મી પેઢી (5th Gen) ના ફાઈટર જેટ બનાવવા માટે ઘણી ઓફર મળી રહી છે. ભારત પણ આ દિશામાં કામ કરી રહ્યું છે. પરંતુ ઘણી બધી બાબતો જાહેરમાં બહાર આવી રહી નથી. આ દરમિયાન રશિયા સાથે મળીને તદ્દન નવા ફાઈટર જેટ બનાવવાની જોરદાર ચર્ચા થઈ રહી છે.
એક તરફ ભારતીય વાયુસેના ફાઈટર પ્લેનની ભારે અછતનો સામનો કરી રહી છે અને બીજી તરફ બંને દુશ્મન પાડોશી દેશો ચીન અને પાકિસ્તાને પાંચમી પેઢી (5th Gen) ના ફાઈટર જેટ તૈનાત કર્યા છે. આવી સ્થિતિમાં દરેક ક્ષણ દેશની સુરક્ષા માટે જોખમ લઈને આવી રહી છે. જોકે એવું નથી કે ભારત સરકાર અને સેના હાથ ઉપર હાથ ધરીને બેસી રહ્યા છે. ભારત પણ પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. પરંતુ, તે તેના ઢોલ નથી પીટી રહ્યું.
તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીને તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે તેનું સૌથી આધુનિક ગણાતુ 5 મી પેઢીનું (5th Gen) ફાઇટર જેટ F-35 ઓફર કર્યું હતું. પરંતુ આ ફાઈટર જેટ ભારતની જરૂરિયાતોને કેટલી પૂરી કરે છે? આ અંગે ચોક્કસ કંઈ કહી શકાય તેમ નથી. બીજી તરફ અમેરિકામાં કેટલાક લોકોએ આ ફાઈટર જેટને ભંગાર પણ ગણાવ્યું છે. આવી સ્થિતિમાં ભારત માટે આ ફાઈટર જેટ પર વિશ્વાસ કરવો સરળ નથી.
5 મી પેઢી (5th Gen) ના ફાઈટર જેટ માટે ભારત પાસે ક્યા વિકલ્પ?
ભારત માટે બીજો વિકલ્પ રશિયન સુખોઈ-57 ફાઈટર જેટ છે. આ પણ પાંચમી પેઢીનું અદ્ભુત ફાઈટર જેટ છે. રશિયન સેનાએ યુક્રેન સાથેના યુદ્ધમાં આ ફાઈટર જેટની ક્ષમતા બતાવી છે. પરંતુ ભારતની જરૂરિયાતો અનુસાર આ ફાઈટર જેટને પણ પરફેક્ટ માનવામાં આવતું નથી. આવી સ્થિતિમાં ભારત સમક્ષ કયા વિકલ્પો છે? ભારત પોતાનું ફાઈટર જેટ બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે પરંતુ તેમાં ઘણો વિલંબ થઈ રહ્યો છે. HAL સમયસર સપ્લાય કરવાની સ્થિતિમાં નથી.

મિત્ર દેશે આપી ઓફર
આ દરમિયાન ભારતને રશિયા તરફથી નવી ઓફર મળી છે. સુખોઈ એરક્રાફ્ટ બનાવતી રશિયન કંપની રોસોબોરોનેક્સપોર્ટે (Rosoboronexport) કહ્યું છે કે જો ભારત ઈચ્છે તો તે ખૂબ જ ઓછા સમયમાં સુખોઈ-57 એરક્રાફ્ટનું ઉત્પાદન શરૂ કરી શકે છે. કંપનીએ શુક્રવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે તે ભારતને પાંચમી પેઢી (5th Gen) ના એરક્રાફ્ટ આપવા માટે તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે.
ભારત પહેલાથી જ સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર પ્લેનનો ઉપયોગ કરી રહ્યું છે. આ 4+ પેઢીના અત્યંત ઘાતક વિમાન છે. ટેક્નોલોજી ટ્રાન્સફર હેઠળ ભારતમાં HAL પ્લાન્ટ્સમાં 222 એરક્રાફ્ટ એસેમ્બલ કરવામાં આવ્યા છે.

સુખોઈ-60
કંપનીએ કહ્યું કે જો ભારત ઈચ્છે તો સુખોઈ-30 માટે સ્થાપિત પ્લાન્ટને ખૂબ જ ઓછા સમયમાં અપગ્રેડ કરી શકાય છે. તેમાં સુખોઈ-57નું નિર્માણ શરૂ કરી શકાય છે. આ સાથે રોસોબોરોનેક્સપોર્ટે (Rosoboronexport) એ ભારતની જરૂરિયાતો અનુસાર સંપૂર્ણપણે નવા એરક્રાફ્ટને ભારત સાથે રહીને વિકસિત કરવાની ઓફર પણ કરી છે.
1. 🚨🇷🇺Su-57 manufacturing in 🇮🇳India could start soon, pending approval from Indian side – Rosoboronexport pic.twitter.com/LccUK7dnpo
— Sputnik India (@Sputnik_India) March 7, 2025
આ એરક્રાફ્ટ ભારતમાં જ બનાવવામાં આવશે અને તેમાં દરેક ચીજ અને હથિયાર ભારતની જરૂરિયાત મુજબ લગાવવામાં આવશે. હવે ભારતે નક્કી કરવાનું છે કે તે આ અંગે શું નિર્ણય લે છે. નિષ્ણાતો પણ રોસોબોરોનેક્સપોર્ટે (Rosoboronexport) ના આ નિવેદનની પુષ્ટિ કરે છે. તેઓ એમ પણ કહે છે કે ભારત અને રશિયા સાથે મળીને જે પાંચમી પેઢી (5th Gen) ના એરક્રાફ્ટ બનાવવાની વાત કરી રહ્યા છે તેનું નામ સુખોઈ-60 રાખવામાં આવશે, જે ઘણી બાબતોમાં સુખોઈ-57 કરતાં વધુ એડવાન્સ હશે.
રશિયા ભારતને પાંચમી પેઢી (5th Gen) ના એરક્રાફ્ટ ઉપલબ્ધ કરાવવામાં દરેક સંભવ મદદ કરવા માંગે છે. ભારત પણ આ બાબતે ખૂબ જ ગંભીર છે. કારણ કે ચીને તેના કાફલામાં બે પાંચમી પેઢીના એરક્રાફ્ટ ઉમેર્યા છે. આ ઉપરાંત તેણે પાકિસ્તાનને 5મી પેઢી (5th Gen) ના એરક્રાફ્ટ પણ આપ્યા છે. આ વિમાનો 2029 સુધીમાં પાકિસ્તાનના સૈન્ય કાફલામાં આવી જશે.