Google
Spread the love

ગુગલે (Google) CCI (Competition Commission of India) સાથેના તેના 4 વર્ષ જૂના એન્ડ્રોઇડ ટીવી (Android TV) કેસનું સમાધાન કરી લીધું છે. આ સાથે, સ્માર્ટ ટીવી માર્કેટ (Smart TV) માં કંપનીનો એકાધિકાર સમાપ્ત થઈ ગયો છે, અને વપરાશકર્તાઓને આનાથી મોટો ફાયદો મળશે.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારતના સ્માર્ટ ટીવી દર્શકોનો અનુભવ હવે બદલાવાનો છે. કારણ કે સ્માર્ટ ટીવી (Smart TV) માર્કેટમાં ગુગલનો (Google) એકાધિકાર (Monopoly) સમાપ્ત થઈ ગયો છે. હકીકતમાં, ગૂગલ (Google) હવે ભારતમાં એન્ડ્રોઇડ ટીવીને (Android TV) પોતાની ઓપરેટિંગ સિસ્ટમ ચલાવવા માટે દબાણ કરી શકશે નહીં.

આ નિયમ ભારતના સ્પર્ધા નિયમનકાર (CCI – Competition Commission of India) દ્વારા પસાર કરવામાં આવ્યો છે. ગુગલે (Google) CCI સાથેના તેના 4 વર્ષ જૂના એન્ડ્રોઇડ ટીવી (Android TV) કેસને 20.24 કરોડ રૂપિયામાં સમાધાન કરી લીધું છે. એન્ડ્રોઇડ ટીવી (Android TV) સેગમેન્ટમાં અન્યાયી વ્યવસાયિક પ્રથાઓ માટે કંપની પર દાવો કરવામાં આવ્યો હતો.

વપરાશકર્તાઓ પર શું થશે અસર?

અગાઉ ભારતમાં મોટાભાગના ટીવીમાં ગુગલની (Google Apps) એપ્સ, સિસ્ટમ (System) અને પ્લે સ્ટોર (Palay Store) પહેલાથી ઈન્સ્ટોલ કરેલા આવતા હતા, પરંતુ આ નિર્ણય પછી હવે તે આવશ્યક નથી. સ્માર્ટ ટીવી (Smart TV) માર્કેટમાં ગુગલનો એકાધિકાર પુરો થતા ગુગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ (Android Operating System) અને પ્લે સ્ટોરને (Play Store) પસંદ કરતા ગ્રાહકોએ કયા ટીવીમાં તે ઇન્સ્ટોલ કરેલું છે અને કયામાં નથી તે હવે રિટેલર્સ અને બ્રાન્ડ્સ પાસેથી જાણવું પડશે.

ગુગલનો (Google) એકાધિકાર ખતમ થતા શું બદલાશે?

ગુગલનો એકાધિકાર (Monopoly) પુરો થતા હવે અન્ય ઓપરેટિંગ સિસ્ટમ્સ અને એપ સ્ટોર્સને સ્માર્ટ ટીવી ઉત્પાદકો સાથે ભાગીદારી કરવાની મંજૂરી આપવામાં આવશે. હાલમાં, બધી એપ્સ બધા એપ સ્ટોર્સ પર ઉપલબ્ધ નથી. ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) અને એમેઝોન એપ સ્ટોર (Amazon App Store) ટીવી વપરાશકર્તાઓ માટે સૌથી વધુ એપ્સ પ્રદાન કરે છે.

બે ભારતીય વકીલોએ ગુગલના આ એકાધિકાર સામે ફરિયાદ દાખલ કરી હતી કે ગૂગલ (Google) સ્માર્ટ ટીવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓને તેની સિસ્ટમ (System) અને એપ્સનો (Apps) ઉપયોગ કરવા દબાણ કરી રહ્યું છે, સ્માર્ટ ટીવી ક્ષેત્રના નાના ખેલાડીઓ માટે રસ્તો બંધ કરી દીધો છે. જેનાથી અન્ય નાના ડેવલપર્સ (Developers) માટે રસ્તો બંધ થઈ રહ્યો હતો. આ કેસમાં CCI (Competition Commission of India) એ પોતાનો ચુકાદો આપ્યો અને તેને ‘પ્રભાવશાળી પદનો દુરુપયોગ’ ગણાવ્યો અને ગુગલ પર $2.38 મિલિયન (લગભગ રૂ. 20 કરોડ) નો દંડ ફટકાર્યો.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *