ભારતે (DEW) Mk-II (A) સિસ્ટમ, લેસર-આધારિત ડાયરેક્ટેડ એનર્જી વેપન સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે. વિશ્વમાં ડ્રોન (Drone) હુમલા વધી રહ્યા છે તથા આધુનિક યુદ્ધ હથિયાર તરીકે ડ્રોને (Drone) પોતાની મક્કમ જગ્યા બનાવી લીધી છે ત્યારે ભારત આ દ્રષ્ટિએ પોતાના લશ્કરને અપગ્રેડ કરવામાં વ્યસ્ત છે. તાજેતરમાં આંધ્રપ્રદેશના કુર્નૂલમાં, ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ, મિસાઈલો અને સ્વોર્મ ડ્રોનને (Drone) તોડી પાડવાની ક્ષમતા ધરાવતી 30 kW લેસર આધારિત શસ્ત્ર પ્રણાલી (લેસર હથિયાર)નું પ્રદર્શન કરવામાં આવ્યું. જે બાદ આ દેશ ભારત, અમેરિકા, ચીન અને રશિયા સહિત તે પસંદ કરેલા દેશોની યાદીમાં જોડાઈ ગયો છે.
કેવી છે ભારતની DEW Mk-II (A) સિસ્ટમ
ભારતે દુશ્મનના ફિક્સ્ડ-વિંગ ડ્રોન, સ્વોર્મ ડ્રોન, મિસાઇલો અને સર્વેલન્સ સેન્સરને સેકન્ડોમાં નષ્ટ કરી શકે તેવું 30 કિલોવોટ લેસર-આધારિત ડાયરેક્ટેડ એનર્જી વેપન (DEW) Mk-II (A) સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે.
આ સફળ પરિક્ષણ સાથે ભારત પણ એવા દેશોમાં જોડાઈ ગયું છે જેમની પાસે આ શક્તિશાળી લેસર હથિયાર પ્રણાલી છે. અત્યાર સુધી આ સિસ્ટમ ફક્ત અમેરિકા, ચીન, ઈઝરાયલ અને રશિયા જેવા દેશો પાસે જ હતી.

આ લેસર આધારિત શસ્ત્ર પ્રણાલીનું (DEW) પરીક્ષણ આંધ્રપ્રદેશના કુર્નૂલમાં નેશનલ ઓપન એર રેન્જ (NOAR) ખાતે કરવામાં આવ્યું હતું. DRDOના ચેરમેન સમીર વી કામતે કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે. DRDO ઘણી ટેકનોલોજીઓ પર કામ કરી રહ્યું છે જે આપણને સ્ટાર વોર્સ જેવી ક્ષમતાઓ આપશે. ભારતના શક્તિશાળી શસ્ત્રથી દેશની તાકાતમાં વધારો થશે. ડીઆરડીઓના (DRDO) અધ્યક્ષ ડૉ. સમીર વી. કામતે આ અંગે ઘણી વાતો કહી છે.
શું કહ્યું ડીઆરડીઓના (DRDO) અધ્યક્ષે
તેમણે કહ્યું કે જો તમે વિશ્વમાં ગમે ત્યાં કોઈપણ કાર્યક્રમ જુઓ, તો એક નવું પ્લેટફોર્મ વિકસાવવામાં 10 થી 15 વર્ષનો સમય લાગે છે. એટલા માટે અમે આ યાત્રા 2024 માં જ શરૂ કરી હતી, જ્યારે CCS એ આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. તેથી તેમાં દસ વર્ષ લાગશે અને અમે 2035 સુધીમાં પ્લેટફોર્મ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ.

જટિલ ટેક્નોલોજી
વધુમાં જણાવ્યું હતું કે અમે AERO એન્જિન પ્રોગ્રામ શરૂ કરવા માંગીએ છીએ અને વિકાસ જોખમો ઘટાડવા માટે અમે વિદેશી OEM સાથે સહયોગ કરવા માંગીએ છીએ. AERO એન્જિન ટેકનોલોજી ખૂબ જ જટિલ ટેકનોલોજી છે, જોકે આપણે કાવેરી પાસેથી ઘણું શીખ્યા છીએ. કાવેરી ચોથી પેઢીનું એન્જિન હતું અને વર્તમાન એન્જિન ટેકનોલોજી છઠ્ઠી પેઢીમાં ખસેડાઈ ગઈ છે, તેથી અમે જોખમો ઘટાડવા તેમજ વિકાસ સમય ઘટાડવા માટે વિદેશી OEM સાથે કામ કરવા માંગીએ છીએ. આશા છે કે આગામી થોડા મહિનામાં આપણને આ અંગે કોઈ સારા સમાચાર મળશે.
આ ઉપરાંત, તેમણે કહ્યું કે જ્યાં સુધી મારી જાણકારી છે, અમેરિકા, રશિયા અને ચીને આ ક્ષમતા દર્શાવી છે. ઇઝરાયલ પણ આવી જ ક્ષમતાઓ પર કામ કરી રહ્યું છે, હું કહીશ કે આપણે આ સિસ્ટમનું પ્રદર્શન કરનાર વિશ્વનો ચોથો કે પાંચમો દેશ છીએ. આ સાથે, ભારત વધુ ઊંચાઈએ પહોંચશે.

લેસર સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે?
ડાયરેક્ટેડ એનર્જી વેપન (DEW) Mk-II (A) સિસ્ટમને DRDO ના હાઈ-એનર્જી સિસ્ટમ્સ સેન્ટર, CHESS દ્વારા ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવ્યું છે. LRDE, IRDE, DLRL અને દેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો પણ તેમાં સામેલ હતા. આ સિસ્ટમ તેના સમગ્ર સ્પેક્ટ્રમમાં કાર્ય કરે છે. ડાયરેક્ટેડ એનર્જી વેપન (DEW) એ પરિક્ષણ દરમિયાન થોડીક ક્ષણોમાં ડ્રોનને બાળીને ભસ્મ કરીને તોડી પાડ્યું, સર્વેલન્સ એન્ટેના બાળી નાખ્યા અને દુશ્મનના સેન્સરને આંધળા કરી દીધા.
#WATCH | Kurnool, Andhra Pradesh: For the first time, India has showcased its capability to shoot down fixed-wing aircraft, missiles and swarm drones using a 30-kilowatt laser-based weapon system. India has joined list of selected countries, including the US, China, and Russia,… pic.twitter.com/fjGHmqH8N4
— ANI (@ANI) April 13, 2025
જ્યારે રડાર અથવા તેની ઇનબિલ્ટ ઇલેક્ટ્રો-ઓપ્ટિક (EO) સિસ્ટમ દ્વારા કોઈ લક્ષ્ય શોધી કાઢવામાં આવે છે, ત્યારે DEW પ્રકાશની ગતિએ તેના પર હુમલો કરી શકે છે અને લેસર બીમથી તેનો નાશ કરી શકે છે. જેના કારણે વસ્તુ કામ કરવાનું બંધ કરી શકે છે.
ભારતીય સેના માટે તે કેવી રીતે ફાયદાકારક છે?
આ સિસ્ટમની ખાસિયત એ છે કે તેને કોઈપણ દારૂગોળો કે રોકેટનો ઉપયોગ કરવાની જરૂર નથી; તે ફક્ત પ્રકાશથી હુમલો કરશે. તે એકસાથે અનેક ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવે તો તે ડ્રોનના ટોળાને નષ્ટ કરી શકે છે. અવાજ વિના એટલે કે સાયલન્ટ રહીને ઓપરેશન, ધુમાડા રહિત, લક્ષ્યને નષ્ટ કરશે. યુદ્ધના મેદાનમાં ઝડપી પ્રતિભાવ અને લો મેન્ટેનન્સ સિસ્ટમ, એટલે કે તેને એક કે બે લિટર પેટ્રોલની કિંમત કરતાં પણ ઓછા ખર્ચે ચલાવી શકાય છે.
[…] વખત ચીનનું (China) આ નવું માઈક્રો ડ્રોન હથિયાર તેની સૈનિક ચેનલ CCTV-7 પર […]