- એપલ ઓક્ટોબરના પાછલા દિવસોમાં લોંચિંગ કાર્યક્રમ ગોઠવી શકે છે
- એપલ આ વખતે આઈ ફોન 12, એપલ વોચ લોંચ કરી શકે છે.
- આઈ ફોન 12 અને એપલ વોચ સાથે બહુચર્ચિત પ્રોડક્ટ એરટૅગ પણ લોંચ થઈ શકે છે
એપલની આદત રહી છે કે જ્યારે કોઈ નવી પ્રોડક્ટ અથવા જુની પ્રોડક્ટનું અપગ્રેડેડ વર્ઝન લોંચ કરે છે ત્યારે વૈશ્વિક માર્કેટ તથા ટેક્નોલોજી નિષ્ણાતોમાં ચોક્કસ આતુરતાનો માહોલ ઊભો થાય છે. એનું કારણ એપલની દરેક વખતે કઈક નવું જ આપવાની નીતિ ગણો કે આગવી માર્કેટિંગ સ્ટ્રેટજી પરંતુ ચર્ચાઓ અને આતુરતા ઊભી થાય જ છે.
એપલની પ્રોડક્ટ લોંચિંગ ઈવેન્ટ

એપલ આ વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં એક લોંચિંગ ઈવેન્ટ યોજી શકે છે જેમાં એપલ આઈ ફોન 12, એપલ વોચ સીરિઝ 6 અને સાથે સાથે એપલની ઘણા વખતથી ચર્ચા જગાડતી રહેલી પ્રોડક્ટ એર ટૅગ આઈટમ ટ્રેકર વાયરલેસ ડિવાઈસ પણ લોંચ કરી શકે છે.
એર ટૅગ આઈટમ ટ્રેકર કેવું હોઈ શકે છે ?

એપલની બહુચર્ચિત પ્રોડક્ટ એર ટૅગ આઈટમ ટ્રેકર, વાયરલેસ ટ્રેકિંગ ડિવાઇસ એક નાનકડી ગોળ ટાઇલ્સ જેવુ બ્લુટુથ કનેક્ટિવિટી ધરાવતું ડિવાઇસ હશે જે ખોવાયેલી વસ્તુઓ શોધવાના ઉપયોગમાં આવી શકે છે. એર ટૅગ ડિવાઈસમાં ઇનબિલ્ટ હોઈ શકે છે જેના દ્વારા આઈ ફોન સાથે કનેક્ટ કરી શકાય. મેક ઓક્ટાકરાના રિપોર્ટ અનુસાર એપલ એર ટૅગ આઈટમ ટ્રેકર સપૂર્ણ વોટરપ્રૂફ છે તથા તેમાં એપલ વોચમાં છે તેમ વાયરલેસ મગ્નેટીક ચાર્જિંગ દ્વારા ચાર્જ કરી શકાશે. જોકે હજુ આ ડિવાઇસ કેવી રીતે કાર્ય કરશે, તેના ફંકશન કેવા હશે તે સ્પષ્ટ નથી થયું.
સપ્ટેમ્બર 2020 માં થવાનું હતું લોંચિંગ
વૈશ્વિક ટેક્નોલોજી જાયંટ એપલ પોતાની આ નવીનતમ પ્રોડક્ટ પહેલા સપ્ટેમ્બર મહિનામાં જ આઈ ફોન SE સાથે જ લોંચ કરવાની યોજના ધરાવતી હતી. મેક ઓકટાકરાના રિપોર્ટ મુજબ કેટલાક એપલમાં જ કેટલાક નિવારી ન શકાય એવા કારણોસર એર ટેગ આઈટમ ટ્રેકરનું લોંચિંગ પાછુ ઠેલાયુ હતુ.
એપલનું આઈ ફોન લોંચ કરવાનું ટાઈમટેબલ નક્કી હોય છે

એપલ મોટાભાગે પોતાના નવા આઇફોનનું લોંચિંગ સપ્ટેમ્બર મહિનાના પહેલા અથવા બીજા અઠવાડિયામાં કરતું હોય છે પરંતુ આ વર્ષે કોરોના વૈશ્વિક મહામારીને કારણે સપ્લાય ચેન તૂટી હોવાથી એપલ પોતાના વર્ષોથી નક્કી ટાઈમટેબલ મુજબ લોંચિંગ ઈવેન્ટ કરશે કે કેમ તે નક્કી નથી.