AI Robot
Spread the love

AI રોબોટ (AI Robot) ની ગુંડાગીરીનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક AI રોબોટે (AI Robot) ભીડ પર હુમલો કર્યો. જોકે સુરક્ષાકર્મીઓની દરમિયાનગીરી બાદ મામલો શાંત પડ્યો હતો. વિડીઓ સામે આવ્યા બાદ AIના જોખમને લઈને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડાઈ ગઈ છે.

2010ની રજનીકાંત અને ઐશ્વર્યા રાય સ્ટારર ફિલ્મ ‘રોબોટ’ની યાદ અપાવતી એક ઘટના ચીન (China) માં બની છે, જ્યાં એક હ્યુમનૉઇડ રોબોટ (Humanoid Robot) બેકાબૂ થઈ ગયો અને લોકો સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. રોબોટ ફિલ્મમાં જે રીતે ચિટ્ટી નામનો રોબોટ (Robot) કાબૂ બહાર જઈને ગુંડાગીરી કરે છે, એવું જ દ્રશ્ય જોવા મળ્યું છે. AI રોબોટની આ ગુંડાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, ત્યારબાદ ફરી એકવાર AI રોબોટ્સને લઈને પ્રશ્નો ઉભા થયા છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI ના કમાન્ડ ઉપર કામ કરતો આ હ્યુમનૉઈડ રોબોટ (Humanoid Robot) આટલો બેકાબૂ બની જશે તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ ઘટના બાદ ફરી એકવાર AI પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. શું ભવિષ્યમાં આ રોબોટ્સ (Robot) મનુષ્યો માટે મોટો ખતરો બનશે?

કેમ નિયંત્રણ બહાર ગયો AI રોબોટ (AI Robot)?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક રોબોટ (Robot) માણસોની ભીડ તરફ આગળ વધી રહ્યો છે. આ પછી તે કેટલાક લોકો પર હુમલો કરવાનો પ્રયાસ કરવા લાગે છે. રોબોટ (Robot) ની આ આક્રમકતા જોઈને ત્યાં અરાજકતાનો માહોલ સર્જાઈ ગયો છે. આ પછી સુરક્ષાકર્મીઓએ દરમિયાનગીરી કરીને હ્યુમનૉઇડ રોબોટ (Humanoid Robot) ને હટાવી દીધો. આશ્ચર્યની બાબત એ છે કે તે જ સમયે અન્ય રોબોટ નજીકમાં હતો પરંતુ તે બેકાબૂ નથી થયો.

આ વાયરલ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રોબોટ (Robot) ની સોફ્ટવેર સિસ્ટમમાં ખામીને કારણે AI રોબોટે (AI Robot) આ પ્રકારનું આક્રમક વર્તન કરવાનું શરૂ કર્યું. આ પહેલા પણ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં AI દ્વારા નિયંત્રિત ડ્રોને તેને ઓપરેટ કરનાર વ્યક્તિ પર હુમલો કર્યો હતો. આવી ઘટનાઓ પાછળનું કારણ AI સોફ્ટવેરમાં સમસ્યા હોવાનું કહેવાય છે.

શું AI ખતરો સાબિત થશે?

ઘણી વખત નિષ્ણાતોએ કહ્યું છે કે AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રોગ્રામ લેંગ્વેજ પર કામ કરે છે. તેના કોડિંગમાં સમસ્યાને કારણે ઘણી વખત AI ચેટબોટ ખોરવાઈ જાય છે. જનરેટિવ AIના આગમનથી, તેના જોખમને લઈને એક નવી ચર્ચા શરૂ થઈ છે. થોડા મહિના પહેલા સાઉથ કોરિયાથી એક સમાચાર સામે આવ્યા હતા જેમાં એક રોબોટે વધુ કામ કરવાને કારણે આત્મહત્યા કરી લીધી હતી.

ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ તાજેતરમાં AIની નકારાત્મક અસરો વિશે એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેને કારણે ચિંતા પેદા થઈ છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *