ટેસ્ટ મેચ ક્રિકેટના (Test Match Cricket) ઈતિહાસમાં (History) છેલ્લા 70 વર્ષનો સૌથી ઓછો સ્કોર નોંધાયો. કિંગ્સ્ટનમાં (Kingston) રમાયેલી પિંક બોલ ટેસ્ટ મેચમાં (Test Match) ઓસ્ટ્રેલિયાએ (Australia) વેસ્ટ ઈન્ડિઝને (West Indies) માત્ર 27 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ મેચમાં સ્કોટ બોલેન્ડે (Scott Boland) હેટ્રિક લીધી અને મિશેલ સ્ટાર્કે (Michell Starc) તેની 400 વિકેટ પૂર્ણ કરી હતી.
ભારતીય ક્રિકેટ ચાહકો લોર્ડ્સ ટેસ્ટ મેચમાં (Lords Test Match) મળેલી હારનો શોક મનાવી રહ્યા હતા અને ઈંગ્લેન્ડ (England) વિજયના ઉલ્લાસમાં ડૂબી ગયું હતું, ત્યારે કિંગ્સ્ટનમાં (Kingston) એક મેચ રમાઈ જેણે રેકોર્ડ બુકના (Record Book) પાના ફેરવી નાખ્યા. ઓસ્ટ્રેલિયાએ (Australia) આ પિંક બોલ (Pink Ball) ટેસ્ટ મેચમાં (Test Match) વેસ્ટ ઈન્ડીઝની (West Indies) આખી ટીમને ફક્ત 27 રનમાં તંબુ ભેગી કરી દીધી હતી, આ 70 વર્ષમાં ટેસ્ટ મેચના (Test Match) ઈતિહાસમાં નોધાયેલો સૌથી ઓછો સ્કોર છે. આ જ ટેસ્ટ મેચમાં (Test Match) સ્કોટ બોલેન્ડે (Scott Boland) હેટ્રિક (Hattrick) લઈને તથા મિશેલ સ્ટાર્કે (Michell Starc) પ્લેયર ઓફ ધ મેચનો (Player of the Match) એવોર્ડ જીતીને પોતાની 100મી ટેસ્ટ યાદગાર બનાવી દીધી.

ઓસ્ટ્રેલિયા (Australia) અને વેસ્ટ ઈન્ડિઝ (West Indies) વચ્ચે 12 થી 14 જુલાઈ દરમિયાન પિંક બોલ ટેસ્ટ (Pink Ball Test) રમાઈ હતી. આ શ્રેણીની ત્રીજી ટેસ્ટ હતી, જે ઓસ્ટ્રેલિયાએ (Australia) 176 રનથી જીતી હતી. આ લો સ્કોરિંગ મેચમાં (Low Scoring Match) ઓસ્ટ્રેલિયાએ (Australia) પોતાની પહેલી ઇનિંગમાં 225 રન બનાવ્યા ઉત્તરમાં, વેસ્ટ ઈન્ડીઝનો (West Indies) પહેલો દાવ 143 રનમાં સમેટાઈ ગયો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ (Australia) તેના બીજા દાવમાં 121 રન કરી શક્યું. મેચ જીતવા વેસ્ટ ઈન્ડીઝ (West Indies) સામે 204 રનનો લક્ષ્યાંક આવ્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝની (West Indies) ટીમ લક્ષ્યનો પીછો કરવા ઉતરી ત્યારે તેને મિશેલ સ્ટાર્કના (Michell Starc) વાવાઝોડાનો સામનો કરવો પડ્યો. પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા મિશેલ સ્ટાર્કે (Michell Starc) પહેલી જ ઓવરમાં 3 વિકેટ ઝડપીને વેસ્ટ ઈન્ડિઝના (West Indies) તંબુમાં સોપો પાડી દીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે (West Indies) પોતાનો પહેલો રન બનાવ્યો ત્યાં સુધીમાં તેના 3 બેટ્સમેન પેવેલિયનમાં પાછા ફરી ચુક્યા હતા. હજુ 5 રન થયા હતા ત્યાં ચોથો બેટ્સમેન પણ આઉટ થયો. સ્કોરમાં બીજા બે રન ઉમેરાયા ત્યાં વેસ્ટ ઈન્ડિઝે (West Indies) પાંચમી વિકેટ ગુમાવી દીધી. કુલ 7 રનના સ્કોરે વેસ્ટ ઈન્ડિઝની (West Indies) અડધી ટીમ પેવેલિયનમાં (Pavilion) પહોંચી ચુકી હતી.

પત્તાના મહેલની જેમ ખરતી વિકેટો વચ્ચે ફક્ત જસ્ટિન ગ્રીવ્સ (Justin Greaves) જ બે આંકડાના સ્કોર સ્પર્શી શક્યો. તે 24 બોલમાં 11 રન બનાવીને સ્કોટ બોલેન્ડનો (Scott Boland) શિકાર બન્યો. બોલેન્ડે ત્યારબાદ સતત બે બોલમાં શમર જોસેફ (Shamar joseph) અને જોમેલ વોરિકનને (Jomel Warrican) આઉટ કરીને પોતાની હેટ્રિક (Hattrick) પૂર્ણ કરી. જોમેલના આઉટ થયાના એક રન પછી, સ્ટાર્કે જેડન સીલ્સને (Jayden Seales) બોલ્ડ કર્યો. આ સાથે, આખી વેસ્ટ ઈન્ડિઝ (West Indies) ટીમ 27 રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ. વેસ્ટ ઈન્ડિઝના (West Indies) બેટ્સમેનો ફક્ત 14.3 ઓવર સુધી ઓસ્ટ્રેલિયન બોલરોનો સામનો કરી શક્યા.
Six wickets for Mitchell Starc. Seven ducks for West Indies. 27 all out at Sabina Park. https://t.co/PatprCcQ6P #WIvAUS pic.twitter.com/I4fl9qN66w
— ESPNcricinfo (@ESPNcricinfo) July 14, 2025
ટેસ્ટ ક્રિકેટના (Test Match History) ઈતિહાસનો બીજો સૌથી ઓછો સ્કોર
ટેસ્ટ ક્રિકેટ્ના ઈતિહાસમાં (Test Match History) આમ બીજી વખત બન્યું જ્યારે કોઈ ટીમ 27 કે તેથી ઓછા રનમાં આઉટ થઈ ગઈ હોય. 148 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ટેસ્ટ મેચોમાં સૌથી ઓછો સ્કોર 26 રન છે, જે ન્યૂઝીલેન્ડના (New Zealand) નામે છે. ન્યૂઝીલેન્ડની (New Zealand) ટીમ 1955માં ઓકલેન્ડમાં (Auckland) ઈંગ્લેન્ડ (England) સામે માત્ર 26 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ આ પહેલી વાર છે જ્યારે કોઈ ટીમ 30 રનથી ઓછા રનમાં ઓલઆઉટ થઈ ગઈ. વેસ્ટ ઈન્ડિઝનો (West Indies) પણ સૌથી ઓછો સ્કોર છે.

ટેસ્ટ મેચમાં 7 બેટર ખાતું જ ખોલાવી શક્યા નહીં
વેસ્ટ ઈન્ડીઝના (West Indies) તેમના ઓપનર જોન કેમ્પબેલ (john Campbell) અને કેપ્ટન (Captain) રોસ્ટન ચેઝ (Roston Chase) સહિત 7 બેટ્સમેન ખાતું જ ખોલાવી શક્યા નહતા. આ ઉપરાંત કેલ્વિન એન્ડરસન (Kelvon Anderson), બ્રાન્ડન કિંગ (Brandon King), શમર જોસેફ (Shamar Joseph), જોમેલ વોરિકન (Jomel Warrican) અને જેડન સીલ્સ (Jayden Seales) પણ ખાતું ખોલી શક્યા ન હતા.
સ્ટાર્કે 400 વિકેટનો માઈલ સ્ટોન પાર કર્યો
મિશેલ સ્ટાર્કે (Michell Starc) વેસ્ટ ઈન્ડિઝની (West Indies) ટીમને 27 રન સુધી રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે 7.3 ઓવરમાં માત્ર 9 રન આપીને મહત્વપૂર્ણ 6 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ (Player of the match) તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. સ્ટાર્કે આ પ્રદર્શન દરમિયાન તેની ટેસ્ટ કારકિર્દીમાં 400 વિકેટ પણ પૂર્ણ કરી હતી. આ સાથે મિશેલ સ્ટાર્ક (Michell Starc), શેન વોર્ન (Shane Warne), ગ્લેન મેકગ્રા (Glan McGrath) અને નાથન લિયોન (Nathan Lyon) બાદ 400 ટેસ્ટ વિકેટ લેનાર ચોથો ઓસ્ટ્રેલિયન બોલર (Australian Bowler) બન્યો છે.