ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી (ICC champions Trophy) ની દુબઈમાં રમાયેલી પ્રથમ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતનો સ્ટાર બેટસમેન વિરાટ કોહલી (Virat Kohli) ફિલ્ડિંગ દરમિયાન હેડલાઇન્સમાં રહ્યો હતો. તેણે વનડેમાં ફિલ્ડર તરીકે ટીમ ઈન્ડિયાના કેપ્ટન અઝરુદીનનો રેકોર્ડ તોડ્યો હતો.
વિરાટ કોહલી (Virat Kohli) વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં ભારત તરફથી સૌથી વધુ કેચ ઝડપનાર ફિલ્ડર બની ગયો છે. વિરાટ કોહલી (Virat Kohli) એ મોહમ્મદ અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો હતો અને હવે પોન્ટિંગનો રેકોર્ડ ખતરામાં છે.

વિરાટ કોહલી (Virat Kohli) નો રેકોર્ડ
રિકી પોન્ટિંગ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ કેચ ઝડપનાર વિશ્વનો બીજો ખેલાડી છે. તેણે તેની 375 વનડે કારકિર્દીમાં કુલ 160 કેચ ઝડપ્યા છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મેચમાં જોશ ઈંગલિશનો શાનદાર કેચ ઝડપીને અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો છે અને રિકી પોન્ટિંગના વિક્રમની નજીક પહોંચી ગયો છે. અઝહરે 1985 થી 2000 વચ્ચે તેની કેરિયરમાં 334 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમીને અને 156 કેચ ઝડપ્યા છે. વિરાટે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ જોશ ઈંગ્લિસનો કેચ ઝડપીને પોતે ઝડપેલા કેચનો આંકડો 159 સુધી પહોંચાડી દીધો છે.

ઓસ્ટ્રેલિયાની બેટિંગ લડખડાતી જોવા મળી
કાંગારૂ ટીમે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સંપૂર્ણ લયમાં જોવા મળી રહ્યા હતા. ભારત સામેનો સૌથી મોટો ખતરો, ટ્રેવિસ હેડ આજે ફરીથી ઘાતક ફોર્મમાં હતો, પરંતુ વરુણ ચક્રવર્તીએ તેને પોતાની સ્પિનની જાળમાં ફસાવી દીધો. હેડે 39ના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી હતી. એક સમયે એવું લાગતું હતું કે ઑસ્ટ્રેલિયા 300 કરતાં વધુ રન બનાવશે પરંતુ ભારતીય બોલર્સની ઘાટક બોલિંગ સામે ઑસ્ટ્રેલિયન બેટસમેનો પેચ ઉપર ટકવામાં સંઘર્ષ કરતા જોવા મળ્યા, મોહમ્મદ શમીએ 10 ઓવર્સમાં 48 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આખરે ઑસ્ટ્રેલિયાનો દાવ 49.3 ઓવર્સમાં 264 રનમાં સમેટાઈ ગયો હતો.
Half-centuries from Steve Smith and Alex Carey helped Australia set India a target of 265 in the first semi-final 🏏#ChampionsTrophy #INDvAUS ✍️: https://t.co/hFrI2t8AC9 pic.twitter.com/DiL9XB732c
— ICC (@ICC) March 4, 2025