ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) જ આજના ટી-20 ક્રિકેટના સમયમાં પણ સાચુ ક્રિકેટ કહેવાય છે. ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત હાલમાં શાનદાર ફોર્મમાં છે. તેણે ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. પંતે અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં કુલ 8 સદી ફટકારી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
વિકેટકીપર બેટ્સમેન તરીકે ઋષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં (Test Cricket) સદી ફટકારવા બાબતે એડમ ગિલક્રિસ્ટ અને એન્ડી ફ્લાવર જેવા ખેલાડીઓથી ઘણો પાછળ છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા ટોચના 5 વિકેટકીપર કોણ છે અને કયા દિગ્ગજ વિકેટકીપર્સને રિષભ પંતે પાછળ છોડી દીધા.

ટેસ્ટ ક્રિકેટમાં (Test Cricket) સૌથી વધુ સદી ક્યા વિકેટકીપરે ફટકારી?
ટેસ્ટ ક્રિકેટમાં (Test Cricket) વિકેટકીપર તરીકે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ એડમ ગિલક્રિસ્ટના નામે છે. ગિલક્રિસ્ટે પોતાની કારકિર્દીમાં કુલ 96 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે 17 સદી ફટકારી હતી. એડમ ગિલક્રિસ્ટે 96 ટેસ્ટ મેચની 137 ઈનિંગ્સમાં સર્વોચ્ચ 204 રન અણનમ સ્કોર સાથે 47.60 ની સરેરાશથી 5570 રન બનાવ્યા છે.

ઝિમ્બાબ્વેનો ઝમકદાર વિકેટકીપર બેટ્સમેન એન્ડી ફ્લાવર બીજા નંબરે છે. તેણે પોતાની કારકિર્દીમાં કુલ 55 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે 12 સદી ફટકારી હતી. ટેસ્ટમાં, એન્ડી ફ્લાવરે 55 મેચની 100 ઇનિંગ્સમાં અણનમ 232 રનના સર્વોચ્ચ સ્કોર સાથે 53.70 ની સરેરાશથી 4404 રન બનાવ્યા છે. 13 સદી ઉપરાંત એન્ડી ફ્લાવરે 23 અડધી સદી પણ ફટકારી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન લેહ એમ્સે ટેસ્ટ ક્રિકેટમાં (Test Cricket) પોતાની કારકિર્દીમાં કુલ 44 મેચમાં કુલ 8 સદી અને 7 અડધી સદી સાથે 43.40 ની સરેરાશથી 2387 રન બનાવ્યા હતા. લેહ એમ્સેનો સર્વોચ્ચ સ્કોર 149 રન હતો.

ભારતના યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં 8 સદી ફટકારી છે. આ બાબતમાં ઋષભ પંતે એબી ડી વિલિયર્સ, કુમાર સંગાકારા જેવા દિગ્ગજ વિકેટકીપર્સને પાછળ છોડી દીધા છે, જેમણે 7 સદી ફટકારી છે. પંતે અત્યાર સુધીમાં ટેસ્ટમાં 44 મેચની 77 ઈનિંગ્સમાં 44.44 ની સરેરાશથી 3200 રન બનાવ્યા છે. ઋષભ પંતનો સર્વોચ્ચ સ્કોર અણનમ 159 રન છે. પંતે 15 અડધી સદી પણ ફટકારી છે.
Wicketkeepers with the most centuries in Test history 🧤📋
— Sport360° (@Sport360) June 23, 2025
Rishabh Pant is already in third place 🤯#ENGvIND pic.twitter.com/9mNQzvExoX

દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન એબી ડી વિલિયર્સે ટેસ્ટ ક્રિકેટમાં (Test Cricket) 24 ટેસ્ટ મેચની 39 ઈનિંગ્સમાં 7 સદી સાથે 57.41 ની સરેરાશથી 2067 રન ફટકાર્યા છે. ડી વિલિયર્સ ઉપરાંત, ઈંગ્લેન્ડના મેટ પ્રાયોર, શ્રીલંકાના કુમાર સંગાકારા, ન્યુઝીલેન્ડના બી જે વોટલિંગ અને દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકે પણ વિકેટકીપર તરીકે 7 સદી ફટકારી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં આજ સુધી કોઈપણ બેટ્સમેન […]