ટીમ ઈન્ડિયાએ (Team India) ટેસ્ટ શ્રેણીમાં (Test Series) 1-1ની લીડ મેળવી લીધી છે અને WTC પોઈન્ટ ટેબલમાં પણ પોતાનું ખાતું ખોલ્યું છે. સાથે સાથે શુભમન ગિલની (Shubman Gill) કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાનું (Team India) વિજયનું ખાતુ પણ ખુલી ગયું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
કોઈ ટીમનો ઘમંડ કેવી રીતે ધરાશાયી કરવો તે યુવા કૌવતથી ભરપૂર ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) પાસેથી શીખી શકાય છે. લગભગ સાડા ચાર વર્ષ પહેલાં ગાબામાં ઓસ્ટ્રેલિયાના ઘમંડને તોડનાર ટીમ ઈન્ડિયાએ (Team India) હવે ઈંગ્લેન્ડને (England) પણ અરીસો બતાવ્યો છે.

શુભમન ગિલના (Shubman Gill) નેતૃત્વમાં યુવા અને ઓછા અનુભવી ટીમ ઈન્ડિયાએ (Team India) એજબેસ્ટન (Edgbaston) ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં (Second Test Match) યજમાન ઈંગ્લેન્ડને (England) 336 રનના તોતિંગ માર્જિનથી ધુળ ચટાડી દીધી છે. આ સાથે, ટીમ ઈન્ડિયાએ (Team India) 58 વર્ષની લાંબી રાહ જોયા પછી એજબેસ્ટન (Edgbaston) મેદાન પર પોતાનો પહેલો વિજય નોંધાવ્યો છે. ઉપરાંત, ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાના (Team India) વિજયનું ખાતું ખુલ્યું છે.
એજબેસ્ટન ખાતે ટીમ ઈન્ડિયાનો (Team India) પ્રથમ વિજય
ટીમ ઈન્ડિયાએ (Team India) 1967માં બર્મિંગહામના (Birmingham) એજબેસ્ટન (Edgbaston Ground) ગ્રાઉન્ડ પર પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી ત્યારથી 2025માં આ મેચ સુધી તે ક્યારેય એક પણ મેચ જીતી શકી ન હતી. ટીમ ઈન્ડિયા (Team India) આ મેદાન પર રમાયેલી 8 માંથી 7 મેચમાં પરાજય વહોર્યો છે, જ્યારે 1986માં એક ટેસ્ટ ડ્રો રહી હતી.

મોટા સ્ટાર્સ, દિગ્ગજ ખેલાડીઓ અને મજબૂત કેપ્ટન હોવા છતાં ટીમ ઈન્ડિયા (Team india) એજબેસ્ટનનો (Edgbaston) કિલ્લો ભેદી શકી નહોતી. પરંતુ નવા યુવાન કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill) અને સ્ટાર્સ વગર રમી રહેલી ટીમ ઈન્ડિયાએ આ મેચમાં આખરે અદ્ભુત સિદ્ધિ મેળવી છે. આ જીતથી 2021માં બ્રિસ્બેનમાં (Brisbane) ઓસ્ટ્રેલિયા (Australia) સામે ટીમ ઈન્ડિયાની જીતની યાદો તાજી થઈ ગઈ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
આકાશ સમક્ષ ઈંગ્લેન્ડની શરણાગતિ
રવિવાર, 6 જુલાઈના રોજ ટેસ્ટ મેચના છેલ્લા દિવસે, બધાના મનમાં એક જ પ્રશ્ન હતો – શું વરસાદ ટીમ ઈન્ડિયાની (Team India) જીતને બગાડશે? દિવસની રમત શરૂ થાય તે પહેલાં જ વરસાદ શરૂ થઈ ગયો, જેના કારણે રમત સમયસર શરૂ થઈ શકી નહીં. આવી સ્થિતિમાં, એવો ભય હતો કે ટીમ ઈન્ડિયાના હાથમાંથી જીતની બાજી સરકી જશે.

પરંતુ સાંજે 5:10 વાગ્યે રમત શરૂ થતાં જ ટીમ ઈન્ડિયાની જીત સાથે તેનો અંત આવ્યો. બીજા દાવમાં ઈંગ્લેન્ડના (England) પતનની શરૂઆત કરનાર સ્ટાર પેસ બોલર આકાશ દીપે (Akash Deep) ભારે તબાહી મચાવી અને પહેલા સત્રમાં જ ઓલી પોપ અને હેરી બ્રુકની વિકેટ ઝડપી હતી. ત્યારબાદ કેપ્ટન બેન સ્ટોક્સ અને જેમી સ્મિથ સારી ભાગીદારી કરતા જોવા મળ્યા પરંતુ લંચ પહેલા, વોશિંગ્ટન સુંદરે ઈંગ્લિશ કેપ્ટનને પેવેલિયન ભેગો કરી દીધો. હવે જીત માત્ર એક વિકેટ દૂર હતી.
A historic win at Edgbaston 🙌#TeamIndia win the second Test by 336 runs and level the series 1-1 👍 👍
— BCCI (@BCCI) July 6, 2025
Scorecard ▶️ https://t.co/Oxhg97g4BF #ENGvIND pic.twitter.com/UsjmXFspBE
બીજા સત્રમાં ટીમ ઈન્ડિયાને ફક્ત 4 વિકેટની જરૂર હતી પરંતુ આ સમય દરમિયાન જેમી સ્મિથે એક બાજુથી આક્રમણ ચાલુ રાખ્યુ હતુ. પરંતુ પહેલા પ્રસિદ્ધ કૃષ્ણાએ ક્રિસ વોક્સને અને પછી આકાશે સ્મિથને વિકેટ ખેરવીને વિજયનો રસ્તો સરળ કરી દીધો. સ્મિથ તેની સતત બીજી સદી ચૂકી ગયો જ્યારે આકાશે ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર 5 વિકેટ ઝડપી. આકાશને ઈનિંગની છેલ્લી વિકેટ તરીકે બ્રાયડન કાર્સને પેવેલિયનમાં પરત મોકલીને ઈંગ્લેન્ડને ફક્ત 271 રનમાં ઓલઆઉટ કરી દીધું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આકાશ દીપે રચ્યો ઈતિહાસ
આ જીત સાથે, 5 ટેસ્ટ મેચની શ્રેણી 1-1 થી બરાબર થઈ ગઈ છે. ઇંગ્લેન્ડે લીડ્સમાં પ્રથમ ટેસ્ટ મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટન ટેસ્ટ (Edgbaston Test) મેચ જીતીને એજબેસ્ટનના મેદાન ઉપર વિજય મેળવનાર પ્રથમ એશિયન ટીમ પણ બની ગઈ છે. પહેલી ઇનિંગમાં 4 વિકેટ લેનાર આકાશ દીપે (Akash Deep) બીજી ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. આમ ઈંગ્લેન્ડની ધરતી પર એક મેચમાં 10 વિકેટ લેનાર માત્ર બીજો ભારતીય બોલર બન્યો. યોગાનુયોગ આ પહેલા ચેતન શર્માએ 1986 માં આ જ મેદાન પર આ સિદ્ધિ મેળવી હતી. ઉપરાંત, આ જીતે WTC ની નવી સાયકલમાં ટીમ ઈન્ડિયાનું ખાતું ખોલ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો