T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં આજ સુધી કોઈપણ બેટ્સમેન બેવડી સદી (Double Century) ફટકારી શક્યો નથી. વિરેન્દ્ર સેહવાગ (Virender Sehwag), ક્રિસ ગેલ (Chris Gayle) કે એબી ડી વિલિયર્સ (A B de Villiers) જેવા ધુંઆધાર ગણાતા બેટ્સમેન પણ T20 આંતરરાષ્ટ્રીયમાં બેવડી સદી (Double Century) ફટકારી શક્યા નથી. કોઈ બેટ્સમેન T20 આંતરરાષ્ટ્રીયમાં બેવડી સદી (Double Century) નથી ફટકારી શક્યો પરંતુ T20 લીગમાં 2022માં એક બેટ્સમેને આ કરી બતાવ્યું હતું. આ તોફાની બેટ્સમેને ફક્ત 77 બોલમાં અણનમ 205 રન બનાવ્યા હતા.

T20 ક્રિકેટમાં બેવડી સદી ફટકારી
વેસ્ટ ઈન્ડિઝના (West Indies) 32 વર્ષીય ઓલરાઉન્ડર રાહકીમ કોર્નવોલ (Rahkeem Cornwall) 2022માં T20 ક્રિકેટમાં, અમેરિકન સ્પર્ધા એટલાન્ટા ઓપન લીગમાં (Atlanta Open League) બેવડી સદી ફટકારીને ચર્ચામાં આવ્યો હતો. રાહકીમ કોર્નવોલે (Rahkeem Cornwall) એટલાન્ટા ફાયર (Atlanta Fire) તરફથી રમતા સ્ક્વૉયર ડ્રાઈવની (Square Drive) ટીમ સામે બેટિંગનું તોફાન મચાવ્યું હતું, કોર્નવોલે બોલરોને જે રીતે ધોયા હતા તે જોતા બોલરો જાણે દયાની ભીખ માંગતા હોય તેમ દેખાતા હતા. કોર્નવોલે માત્ર 77 બોલનો સામનો કરીને 250 થી વધુના સ્ટ્રાઈક રેટથી, 22 છગ્ગા અને 17 ચોગ્ગા ફટકારીને અણનમ 205 રનનો ધોધ વહાવ્યો હતો.

22 છગ્ગા અને 17 ચોગ્ગા ફટકાર્યા
રહકીમ કોર્નવોલ (Rahkeem Cornwall) એવી રીતે બેટિંગ કરી રહ્યો હતો જાણે દરેક બોલ ઉપર ચોગ્ગો અને છગ્ગો ફટકારવાનો હોય. તેણે બોલરો પર કોઈપણ જાતની દયા દેખાડ્યા વગર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ વરસાવી દીધો હતો. કોર્નવોલનો સ્ટ્રાઈક રેટ 266નો હતો. પોતાની તોફાની ઈનિંગમાં 22 ગગનચુંબી છગ્ગા અને 17 ચોગ્ગા ફટકાર્યા હતા. માઈનોર લીગ ક્રિકેટે (Minor League Cricket) રહકીમ કોર્નવોલની (Rahkeem Cornwall) આ વિસ્ફોટક બેટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે.

ભારત સામે રમી ચુક્યો છે કોર્નવોલ
ઓગસ્ટ 2019 માં, રહકીમને ભારત સામેની શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. 30 ઓગસ્ટ 2019 ના રોજ તેણે ભારત સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું. કોર્નવોલે વર્ષ 2023 માં ભારત સામે જ તેની છેલ્લી ટેસ્ટ રમ્યો હતો. રકહીમ કોર્નવોલે (Rahkeem Cornwall) વેસ્ટ ઈન્ડિઝ (West Indies) તરફથી કુલ 9 ટેસ્ટ મેચ રમતા 238 રન બનાવ્યા છે. જેમાં 2 અડધી સદી સાથે તેનો હાઈએસ્ટ સ્કોર 73 રનનો રહ્યો છે. કોર્નનવોલે 9 ટેસ્ટમાં 75 રન આપીને 7 વિકેટ ઝડપવાના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે કુલ 34 વિકેટ ઝડપી છે.
ARE YOU NOT ENTERTAINED?!
— Minor League Cricket (@MiLCricket) October 6, 2022
Rahkeem Cornwall put Atlanta Fire on top with a DOUBLE century going 205*(77) with 2️⃣2️⃣ MASSIVE sixes 🤯🤯🤯 pic.twitter.com/1iRfyniiUw

T20 ક્રિકેટમાં ભારતીય ક્રિકેટરો પણ ફટકારી ચુક્યા છે બેવડી સદી
રહકીમ કોર્નવોલે (Rahkeem Cornwall) 2022 માં T20 ક્રિકેટમાં બેવડી સદી ફટકારવાની મહાન સિદ્ધિ હાંસલ કરી છે. તે પહેલા ભારતીય ખેલાડીઓ આ સિદ્ધિ હાંસલ કરી ચુક્યા છે. સાગર કુલકર્ણીને (Sagar Kulkarni) T20માં બેવડી સદી (Double Century) ફટકારનાર પ્રથમ બેટ્સમેન માનવામાં આવે છે, સાગરે 2008માં માત્ર 56 બોલમાં 219 રન ફટૅકાર્યા હતા. વર્ષ 2021માં સુબોધ ભારતી (Subodh Bharati) નામના બેટ્સમેને 79 બોલનો સામનો કરીને 205 રનફટકાર્યા હતા.