ભારતના ડાબોડી મહિલા ક્રિકેટ ખેલાડી સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 મેચમાં ધમાકેદાર બેટિંગ કરતા અનોખો રેકોર્ડ સર્જી દીધો હતો. સ્મૃતિ મંધાનાએ સતત 7 બોલમાં સાત બાઉન્ડ્રી ફટકારીને વેસ્ટ ઈન્ડિઝના ફિલ્ડરોને મેદાનમાં ચોતરફ દોડતા કરી દીધા હતા. સ્મૃતિ મંધાના હાલમાં શાનદાર ફોર્મમાં છે.
નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમતા સ્મૃતિની બેટિંગનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. હરમનપ્રીત કૌરની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરી રહેલી મંધાનાએ પોતાની ઇનિંગ દરમિયાન 13 ચોગ્ગા અને એક છગ્ગા સાથે સતત ત્રીજી અડધી સદી ફટકારી હતી.
સ્મૃતિ મંધાનાએ ત્રીજી અને ચોથી ઓવરમાં સતત સાત બોલમાં સાત બાઉન્ડ્રી ફટકારવાની સિદ્ધિ મેળવી હતી. જેમાં ત્રીજી ઓવરના ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલ પર અને ચોથી ઓવરના બીજા બોલ પર સ્ટ્રાઈક મળતા જ ચોગ્ગો ફટકાર્યો હતો ત્યારબાદ ત્રીજા બોલ પર સિક્સર, ચોથા બોલ પર ચોગ્ગો અને પછી પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. આ રીતે સ્મૃતિ મંધાનાએ સતત 7 બાઉન્ડ્રી ફટકારી હતી.
સ્મૃતિ મંધાનાએ આ માત્ર સતત 7 બાઉન્ડ્રી સાથે માત્ર 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ શ્રેણીમાં સ્મૃતિએ આ ત્રીજી અડધી સદી હતી. આ રીતે તેણે અડધી સદીની હેટ્રિક ફટકારી હતી. મંધાનાએ પ્રથમ T20 મેચમાં 54 રન બનાવ્યા હતા જ્યારે બીજી મેચમાં 62 રનની ઝમકદાર ઈનિંગ રમી હતી.
4⃣6⃣4⃣
— BCCI Women (@BCCIWomen) December 19, 2024
Captain Smriti Mandhana in sublime touch! ✨#TeamIndia 40/1 after 4 overs
Live ▶️ https://t.co/Fuqs85UJ9W#INDvWI | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/1tLjTYqfds
આ શાનદાર ઇનિંગ્સ દરમિયાન મંધાનાએ T20I ક્રિકેટમાં 500 ચોગ્ગા ફટકારવાનું સીમાચિહ્ન સર કર્યું હતું. આ સિદ્ધિ મેળવનાર સ્મૃતિ મંધાના બીજી મહિલા ક્રિકેટર બની છે. એટલું જ નહીં, હવે તે મહિલા T20Iમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર ક્રિકેટર પણ બની ગઈ છે. તેણે સુઝી બેટ્સનો રેકોર્ડ તોડીને મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. મહિલા ક્રિકેટમાં T20Iમાં સ્મૃતિ મંધાનાએ 142 ઇનિંગ્સમાં 506 ચોગ્ગા ફટકારી પ્રથમ નંબરે છે, બીજા નંબરે સુઝી બેટ્સે 168 ઇનિંગ્સમાં 505 ચોગ્ગા ફટકાર્યા છે, ત્યાર બાદ અનુક્રમે ચમારી અટાપટ્ટુએ 141 ઇનિંગ્સમાં 439, એલિસા હેલીએ 143 ઇનિંગ્સમાં 409, મેગ લેનિંગ 121 ઇનિંગ્સમાં 405 ચોગ્ગા ફટકાર્યા છે.
સ્મૃતિ મંધાના T20 શ્રેણીમાં સતત ત્રણ અડધી સદી ફટકારનાર પ્રથમ મહિલા ભારતીય ક્રિકેટર બની ગઈ છે. પુરૂષ અને મહિલા ક્રિકેટરોનો સહિયારો રેકોર્ડ જોતા વિરાટ કોહલીએ વર્ષ 2016માં આ સિદ્ધિ મેળવી હતી.
સ્મૃતિ મંધાનાએ ત્રીજી T20માં અડધી સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. મંધાના હવે T20 ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગઈ છે. મંધાનાએ T20 ક્રિકેટમાં 30 અડધી સદી ફટકારી છે.
[…] મહિલા ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. સ્મૃતિ મંધાનાએ ટીમ ઈન્ડિયા તરફથી રમતા સૌથી ઝડપી ODI […]