તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો નનૈયો ભણી દીધો છે. ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટને લને ભારતીય ક્રિકેટ બોર્ડે લીધેલા નિર્ણયથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચ્યો છે ત્યારે BCCIના નિર્ણયને લઈને સમગ્ર પાકિસ્તાનમાં હોબાળો ન મચે તો જ નવાઈ કહેવાય. પરંતુ BCCI ના નિર્ણયને લઈને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર તનવીર અહેમદે તમામ હદો વટાવી દીધી છે અને અપશબ્દોનો ભાંડતા હોબાળો થયો છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર તનવીર અહેમદે સોશિયલ મીડિયા X પર BCCI માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે.
શું કહ્યું તનવીર અહેમદે?
જ્યારથી BCCI એ ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાને નહી મોકલવાનો નિર્ણય લીધો એવા સમાચાર આવ્યા ત્યારથી પાકિસ્તાન તનવીર અહેમદનું વર્તન અસહજ બની ગયુ છે અને ભારત પાકિસ્તાન ન જવા અંગે નિવેદનો આપી રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર બંગડીઓનો ફોટો શેર કરીને લખ્યું, ‘બીસીસીઆઈ, તમારા બંને હાથમાં આ બંગડીઓ પહેરીલો.’
BCCI ye chorian apney dono hathon main pehan lo pic.twitter.com/NpdcR1CfSi
— Tanveer Says (@ImTanveerA) November 10, 2024
પાકિસ્તાની ક્રિકેટર આટલેથી ન અટક્યો તેણે ભારતીય ક્રિકેટ બોર્ડ માટે જૂઠા, સસ્તા, ગંદા અને ઢોંગી જેવા વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો. બીજી વખત સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર જે પ્રાણી પાકિસ્તાનમાં વધુ જોવા મળે છે અને જે ચીનને વેચીને પાકિસ્તાન વિદેશી હૂંડિયામણ કમાય એ પ્રાણી એટલે ગધેડાનો ફોટો શેર કરીને લખ્યું BCCI પર વિશ્વાસ કરવાને બદલે એવા ગધેડા પર વિશ્વાસ કરવો વધુ સારું છે જે છેતરપિંડી પણ નહીં કરે. તેણે પાકિસ્તાની મીડિયાને અપીલ કરી કે ભારતીય મીડિયાના લોકોને આમંત્રણ ન આપે.
Meri logon say request ha BCCI par trust karney say acha ha is gadhey par trust karlaina ye bhi shayad apko dokha na day pic.twitter.com/2KGp5k6DMc
— Tanveer Says (@ImTanveerA) November 11, 2024