જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચી દીધો છે. બુમરાહ કપિલ દેવનો રેકોર્ડ તોડીને ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વિકેટ લેનારો એશિયન બોલર બની ગયો છે. કપિલ દેવે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટમાં કુલ 51 વિકેટ લીધી હતી બુમરાહ હવે તેના કરતા આગળ નીકળી ગયો છે. બુમરાહ હવે માત્ર ભારતીય બોલર જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી વધુ વિકેટ લેનારો એશિયન બોલર બની ગયો છે. ગાબા ટેસ્ટ મેચમાં બુમરાહે પ્રથમ દાવ દરમિયાન 6 વિકેટ ઝડપી હતી.
બુમરાહે માત્ર 19 ટેસ્ટ મેચ રમીને 52 વિકેટ ઝડપીને આ સિદ્ધિ મેળવી છે એટલું નહી ઓસ્ટ્રેલિયામાં સૌથી ઓછી એવરેજથી 50થી વધુ વિકેટ ઝડપીને બુમરાહે અન્ય એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ભારતીય ક્રિકેટર દ્વારા ઑસ્ટ્રેલિયામાં ઝડપેલી સૌથી વધુ વિકેટોનો રેકોર્ડ જોઈએ જેમાં જસપ્રીત બુમરાહે માત્ર 19 ટેસ્ટમાં 53 વિકેટ સાથે ટોપ પર છે. બીજા નંબર ઉપર કપિલ દેવ 21 ટેસ્ટમાં 51 વિકેટ સાથે છે. ત્યારબાદ અનુક્રમે અનિલ કુમ્બલે 18 ટેસ્ટમાં 49 વિકેટ, આર. અશ્વિન 19 ટેસ્ટમાં 40 વિકેટ તથા બિશનસિંહ બેદીએ 14 ટેસ્ટમાં 35 વિકેટ ઝડપી છે.
જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયામાં સૌથી ઓછી એવરેજથી 50થી વધુ વિકેટ ઝડપીને બુમરાહે અન્ય એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. બુમરાહે 17.40 ની એવરેજથી 53 વિકેટ ઝડપીને ટોચ ઉપર બિરાજમાન છે. કપિલ દેવે 24.58 ની એવરેજથી 51 વિકેટ, સરફરાઝ નવાઝ 31.46 ની એવરેજથી 46 વિકેટ, અનિલ કુમ્બલે 37.73 ની એવરેજથી 49 વિકેટ અને ઈમરાન ખાન 28.51 ની એવરેજથી 45 વિકેટ ઝડપી ચુક્યા છે.