દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી શ્રેણીની બીજી T-20 મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને 7 વિકેટે હરાવી દીધું છે. દક્ષિણ આફ્રિકાના રીઝા હેન્ડ્રીક્સે તોફાની ઇનિંગ રમતા 117 રન ફટકાર્યા હતા. રીઝા હેન્ડ્રીક્સની તોફાની ઇનિંગના સહારે સાઉથ આફ્રિકા 7 વિકેટે મેચ જીતવામાં સફળ રહ્યું હતું.
આ મેચમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમે મેચમાં તેની 31 રનની ઇનિંગ દરમિયાન બાબરે ક્રિસ ગેલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. બાબર T-20 ક્રિકેટમાં સૌથી ઝડપી 11000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ક્રિસ ગિલે પોતાની કારકિર્દીની 314મી ઇનિંગ્સ રમતા T-20 ક્રિકેટમાં સૌથી ઝડપી 11000 રન પૂરા કર્યા હતા જ્યારે બાબરે પોતાની કારકિર્દીની 298મી ઇનિંગ્સમાં 11 હજાર T-20 રન પૂરા કરવામાં સફળતા મેળવી છે. જ્યારે, ડેવિડ વોર્નર (330) અને વિરાટ કોહલી (337) 37મી ઇનિંગ્સમાં 11000 રન બનાવવામાં સફળ રહ્યા હતા.
આ મેચમાં બાબરે 20 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 31 રન બનાવ્યા હતા. બાબરની બેટિંગ સ્ટાઈલને લઈને ઘણી ટીકાઓ થઈ રહી છે, પરંતુ ટી20માં સૌથી ઝડપી 11000 રન બનાવવાનો રેકોર્ડ બનાવીને બાબરે સાબિત કરી દીધું છે કે તેનામાં નાના ફોર્મેટમાં પણ રમવાની ક્ષમતા છે.