આર. અશ્વિને (R Ashwin) 48 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે તોફાની ઈનિંગની સાથે સાથે પોતાની વર્લ્ડ ક્લાસ સ્પિન બોલિંગનો જાદુ બતાવતા ચાર ઓવરમાં માત્ર 28 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રવિચંદ્રન અશ્વિન એક સ્માર્ટ ક્રિકેટર અને મહાન સ્પિનર છે તે બધાને ખબર છે પરંતુ તે તોફાની બેટિંગ પણ કરી જાણે છે તે ભાગ્યે જ કોઈને ખબર છે. આ 38 વર્ષના અનુભવી ખેલાડીએ પોતાની ઝડપી બેટિંગની કમાલ દેખાડી હતી. ગઈકાલે રાત્રે તમિલનાડુ પ્રીમિયર લીગ 2025માં (TNPL 2025) આર. અશ્વિને 48 બોલમાં 83 રનની તોફાની અને મેચ વિનર ઈનિંગ રમી હતી.

ડિંડિગુલ ડ્રેગન્સની (Dindigul Dragons) કેપ્ટનશીપ કરતા આર. અશ્વિને (R Ashwin) એલિમિનેટરમાં (Eliminator) ત્રિચી ગ્રાન્ડ ચોલાસને (Trichy Grand Cholas) છ વિકેટથી હરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી જેને પરિણામે આર. અશ્વિનની (R Ashwin) ટીમ ક્વોલિફાયર-2 માં (Qualifier 2) પહોંચી ગઈ છે. ક્વોલિફાયર-2 માં (Qualifier 2) શુક્રવારે તે ડિંડિગુલ ડ્રેગન (Dindigul Dragons) ચેપોક સુપર ગિલીઝનો (Chepauk Super Gillies) સામનો કરશે. વિજેતા ટીમ તમિલનાડુ પ્રીમિયર લીગ 2025 (TNPL 2025) ની ફાઈનલમાં સ્થાન મેળવશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આર. અશ્વિને (R Ashwin) ની મેચ વિનર ઈનિંગ
એનપીઆર કોલેજ ગ્રાઉન્ડ (NPR College Ground) પર રમાયેલી એલિમિનેટર મેચમાં (Eliminator Match), આર. અશ્વિને (R Ashwin) ટોસ જીતીને ત્રિચી ગ્રાન્ડ ચોલાસને (Trichy Grand Cholas) પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કેપ્ટન આર. અશ્વિને (R Ashwin) બોલ સાથે પોતાનો જાદુ બતાવતા અને ત્રણ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ 141 રનના લક્ષ્યનો પીછો કરતા આર. અશ્વિને (R Ashwin) ઓપનિંગમાં આવીને ડિંડીગુલ ડ્રેગન્સને (Dindigul Dragons) ઝડપી શરૂઆત અપાવી મેચ વિનર ઈનિંગ રમી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ડિંડીગુલ ડ્રેગન્સની (Dindigul Dragons) બેટિંગનો આરંભ કરતા આર. અશ્વિન (R Ashwin) અને શિવમ સિંહની (Shivam Sinh) ઓપનિંગ જોડીએ પ્રથમ 5 ઓવરમાં તોફાની 50 રન ઉમેર્યા હતા. શિવમ 5મી ઓવરમાં આઉટ થયો હોવા છતાં, અશ્વિને આક્રમક બેટિંગ ચાલુ રાખી અને ત્રિચીના (Trichy) બોલરો પર દબાણ જાળવી રાખ્યું. ત્રીજા નંબરે આવેલા બાબા ઈન્દ્રજીતે (Baba Indrajeet) અશ્વિનનો ખૂબ જ સારો સાથ નિભાવ્યો હતો.
Ice in his veins 🧊
— FanCode (@FanCode) July 2, 2025
In a must-win encounter, Ashwin soaked up the pressure and sent Trichy packing with a clinical 83(48) 🥶#TNPL2025 pic.twitter.com/XjoQxVSEXA
આર. અશ્વિને (R Ashwin) માત્ર 48 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 83 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને મેચને સંપૂર્ણપણે ડિંડીગુલ ડ્રેગન્સના (Dindigul Dragons) પક્ષમાં ફેરવી દીધી હતી. અંતે, કે. ઈશ્વરને બે ઝડપી વિકેટ લઈને થોડી આશા જગાવી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ડિંડીગુલ ડ્રેગન્સે (Dindigul Dragons) 6 વિકેટ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરીને મેચ જીતી લીધી હતી. આર. અશ્વિનને પ્લેયર ઓફ ધ મેચ (Player of the Match) ઘોષિત કરવામાં આવ્યો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો