ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2025ની 18મી સીઝનનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. IPL 2025ની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે 22 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર રમાશે. જ્યારે IPL 2025ની ફાઈનલ 25મી મેના રોજ રમાશે.
🚨 News 🚨
— IndianPremierLeague (@IPL) February 16, 2025
BCCI announces schedule for TATA IPL 2025
Details 🔽
આઈપીએલ ભારતની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ બની ગઈ છે. IPL ની 2025ની સિઝનની પ્રથમ મેચ 22 માર્ચે ઈડન ગાર્ડન્સમાં રમાશે, જ્યારે 18મી સીઝનની ફાઈનલ પણ 25મી મેના રોજ ઈડન ગાર્ડન્સમાં રમાશે. IPL 2025માં 13 શહેરોમાં 10 ટીમો વચ્ચે કુલ 74 મેચો રમાશે. આમાં નોકઆઉટ એટલે કે પ્લેઓફ મેચોનો પણ સમાવેશ થાય છે. લીગ તબક્કાની મેચો 22 માર્ચથી 18 મે વચ્ચે રમાશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે બે વખત થશે ટક્કર
IPLની આ સિઝનની સૌથી મોટી મેચ 23 માર્ચે રમાશે. IPLની બે સૌથી મોટી ટીમો આ દિવસે ટકરાશે. 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે ટક્કર થશે. આ સિઝનમાં બંને ટીમો બે વખત એક બીજા સામે ટક્કર લેશે.
23 માર્ચે બે મેચ રમાશે. આ વર્ષે IPLની બીજી મેચ 23 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. 23મી માર્ચે જ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે ટક્કર થશે.
13 શહેરોમાં રમાશે IPL 2025ની મેચો
IPLની 18મી સિઝનની મેચો કુલ 13 શહેરોમાં રમાશે. આ વખતે IPLની મેચો લખનૌ, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ, અમદાવાદ, વિશાખાપટ્ટનમ, ગુવાહાટી, બેંગલુરુ, ન્યુ ચંદીગઢ, જયપુર, દિલ્હી, કોલકાતા અને ધર્મશાળામાં રમાશે. IPL 2025માં કુલ 12 ડબલ હેડર મેચ છે અર્થાત એક દિવસમાં બે મેચ 12 વખત રમાશે.
દર વર્ષે IPLની પહેલી મેચ ગત સિઝનમાં ફાઈનલ રમનારી બે ટીમો વચ્ચે થતી હતી, પરંતુ આ વખતે એવું નથી થઈ રહ્યું. ગત સિઝન એટલે કે IPL 2024ની ફાઈનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થયો હતો, પરંતુ IPL ની વર્ષ 2025ની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે.




[…] લીગમાં આઠમાંથી ચાર ટીમોની માલિકી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઈઝી ધરાવે છે. અગાઉ આ લીગની […]
[…] સેરેમનીબાદ તુરંત આ સિઝનની પ્રથમ મેચ KKR અને RCB વચ્ચે […]