ભારત અને ઈંગ્લેન્ડ (Ind vs Eng) વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ પહેલી મેચ લીડ્સ ખાતે રમાઈ રહી છે. ભારત રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના રમી રહ્યું છે. ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ભારતના યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન શુભમન ગિલે ભરતીય બેટિંગને મજબૂત કરતી 129 રનની ભાગીદારી કરી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
આ દરમિયાન જયસ્વાલ અને ગિલની બેટિંગ વખતની વાતચીતનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલની વાતચીતનો વીડિયો
ભારતે કેએલ રાહુલ અને સાઈ સુદર્શનની વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. ત્યારબાદ ક્રીઝ ઉપર આવેલા યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન શુભમન ગિલે 129 રનની ભાગીદારી નોંધાવી હતી. ક્રિકેટમાં બેટિંગ દરમિયાન સામાન્ય રીતે બેટ્સમેનો વચ્ચે વાતચીત થતી રહેતી હોય છે આવી જ વાતચીત શુભમન ગિલ અને યશ્સ્વી જયસ્વાલ સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થઈ હતી.

બન્ને બેટ્સ્મેન રન લેવા અને ના લેવાના કોલ અંગે વાતચીત કરતા સાંભળી શકાય છે. બેટિંગ દરમિયાન ફટકો મારીને જયસ્વાલ દોડવા લાગે છે અને ગિલ તેને રોકી રહ્યો છે. વાતચીત વખતે યશસ્વી જયસ્વાલ શુભમન ગિલને ફટકો માર્યા બાદ આગળ દોડી જવાની તેની આદત વિશે કહેતા વીડિયોમાં સાંભળી શકાય છે.

આગળ આવવાની આદત છે મારી…
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા ભારત અને ઈંગ્લેન્ડ (Ind vs Eng) વચ્ચેની પ્રથમ ટેસ્ટના વીડિયોમાં જયસ્વાલને ફટકો મારીને રન લેવા દોડતો જોઈ ગિલ તેને દોડતા રોકવા માટે જોરથી બૂમ પાડતો સાંભળી શકાય છે. વાતચીતમાં જયસ્વાલ એવું કહેતા સાંભળી શકાય છે કે, બસ કહેતે રહેના ભાઈ, આગે આનેકી મેરી આદત હૈ. બસ જોરસે નો કહે દેના, મેરી આદત હૈ લેકિન… તેણે ભારતીય કેપ્ટનને જોખમી રન ન લેવાની પોતાને યાદ અપાવવા કહ્યું. શુભમન ગિલ એવું કહેતો સાંભળી શકાય છે કે, ભાગ મત જાઇયો બસ..

ભારત અને ઈંગ્લેન્ડની (Ind vs Eng) મેચનો વિડીયો
ભારત અને ઈંગ્લેન્ડ (Ind vs Eng) વચ્ચેની પ્રથમ મેચના આ વિડીયોમાં રમુજી ઘટના પણ જોવા મળે જેમાં ફટકો મારીને જયસ્વાલ રન લેવા દોડી જાય છે પરંતુ ગિલ જોરથી ‘ના’ કહે છે જેનાથી જયસ્વાલ નિરાશ થયેલો જણાય છે, યશ્સ્વી જયસ્વાલને લાગે છે કે એક રન સરળતાથી લઈ શકાય તેમ હતો. ત્યારે જયસ્વાલે કહે છે કે, અરે આજા યાર… ભાઈ યાર…
When #YashasviJaiswal says “Run!” and #ShubmanGill is still deciding if it’s a good idea! 😂
— Star Sports (@StarSportsIndia) June 20, 2025
Watch now 👉 https://t.co/PXeXAKeYoj #ENGvIND | 1st Test | LIVE NOW on JioHotstar pic.twitter.com/UJDlpPlpkH
ભારત અને ઈંગ્લેન્ડ (Ind vs Eng) વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનો આ વાયરલ વિડીયોની વાતચીતની ક્રિકેટપ્રેમીઓ મજા લઈ રહ્યા છે. વિડીયો ઉપર પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] સમયમાં પણ સાચુ ક્રિકેટ કહેવાય છે. ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝમાં ટીમ […]
[…] ઓછા અનુભવી કેપ્ટન શુભમન ગિલે (Shubman Gill) ભારત ઈંગ્લેન્ડની (Ind Vs Eng) બર્મિંગહામ (Birmingham) ટેસ્ટ મેચની બીજી […]
[…] શુભમન ગિલના (Shubman Gill) નેતૃત્વમાં યુવા અને ઓછા અનુભવી ટીમ ઈન્ડિયાએ (Team India) એજબેસ્ટન (Edgbaston) ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં (Second Test Match) યજમાન ઈંગ્લેન્ડને (England) 336 રનના તોતિંગ માર્જિનથી ધુળ ચટાડી દીધી છે. આ સાથે, ટીમ ઈન્ડિયાએ (Team India) 58 વર્ષની લાંબી રાહ જોયા પછી એજબેસ્ટન (Edgbaston) મેદાન પર પોતાનો પહેલો વિજય નોંધાવ્યો છે. ઉપરાંત, ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાના (Team India) વિજયનું ખાતું ખુલ્યું છે. […]