ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નું LIVE ટેલીકાસ્ટ ચાલી રહ્યું હતું તે દરમિયાન ગ્રૂપ A મેચની રવિવારે દુબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન કંઈક એવું થયું જેનાથી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ક્રિકેટ વિશ્વમાં દિગ્ગજ ગણાતા બેટ્સમેનોમાંના એક વિરાટ કોહલીએ કંશું એવું કર્યું જે આજથી પહેલા ભાગ્યે જ જોવા મળ્યું હશે. ન્યૂઝીલેન્ડ સામેની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ દરમિયાન સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સાથી ખેલાડી અક્ષર પટેલને પગે લાગવાનો પ્રયાસ કર્યો ત્યારે દર્શકો સહિત સૌ ચોંકી ઉઠ્યા હતા.

LIVE મેચમાં શું થયું કે વિરાટ કોહલી પગે લાગવા દોડ્યો
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે કેન વિલિયમસનની વિકેટ લીધી હતી, ત્યાર બાદ LIVE મેચમાં વિરાટ કોહલી તેના ચરણ સ્પર્શ કરવા દોડ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 250 રનના ટાર્ગેટનો પીછો કરતા કેન વિલિયમસને બીજા દાવમાં 120 બોલમાં 81 રન બનાવ્યા હતા, પરંતુ વિલિયમસનની મહેનત કામમાં ન આવ્યો અને ન્યૂઝીલેન્ડ 44 રનથી મેચ હારી ગયું હતું.

અક્ષરે વિલિયમસનને આઉટ કર્યો
ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરતા ન્યુઝીલેન્ડની બેટિંગમાં એક છેડે ભૂતપૂર્વ કિવી કેન વિલિયમસન જામી ગયો હતો જ્યારે બીજા છેડેથી સતત વિકેટ પડી રહી હતી જેને કારણે ભૂતપૂર્વ કિવી કેપ્ટન કેન વિલિયમસન પર વધારાનું દબાણ ઉભુ થયું. જોકે ભારત માટે પણ ચિંતાનો વિષય બન્યો હતો ત્યારે જ અક્ષરે ઈનિંગની 41મી ઓવરમાં તેના સ્પેલનો છેલ્લો બોલ મિડલ અને ઓફ પર આર્મ બોલ ફેંક્યો જેને કેન વિલિયમસન ક્રિઝની બહાર આવીને મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો,જોકે કેન બોલ ચુકી ગયો અને વિકેટ પાછળ ઉભેલા કેએલ રાહુલે ચપળતાથી કેન વિલિયમસનને સ્ટમ્પિંગ કરી દીધો હતો. કેન વિલિયમસન 81 રન બનાવીને આઉટ થયો હતો. ભારત માટે જીત આગળનું સૌથી મોટું વિઘ્ન દૂર થયુ. આ LIVE મેચ દરમિયાન જે થયું તેનાથી રમૂજ ફેલાઈ હતી

અને વિરાટ અક્ષરના ચરણ સ્પર્શ કરવા દોડ્યો
કેન વિલિયમસનની વિકેટ પડ્યા બાદ LIVE મેચમાં વિરાટ કોહલી સીધો અક્ષર પટેલ પાસે પહોંચીને તેના ચરણ સ્પર્શ કરવા લાગ્યો હતો. જેનાથી સ્ટેડિયમ અને લાઈવ મેચ જોતા ક્રિકેટ રસિકોમાં આશ્ચર્ય સહિત રમૂજ ફેલાઈ ગઈ હતી. જોકે અક્ષર પટેલે વિરાટને પોતાના ચરણ સ્પર્શ કરતા રોક્યો હતો બંને હસવા લાગ્યા. મેચમાં અક્ષર પટેલે બોલિંગ અને બેટિંગ બન્ને દ્વારા ઉત્તમ પ્રદર્શન કર્યું હતુ. અક્ષર પટેલે 10 ઓવરમાં 3.20ના ઈકોનોમી રેટ સાથે 32 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. એટલું જ નહી પટેલે બેટ વડે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યારે ભારતની 30 રનમાં 3 વિકેટ પડી ગઈ હતી અને સ્થિતિ નાજૂક હતી ત્યારે તેણે શ્રેયસ અય્યર સાથે મળીને 98 રનની ભાગીદારીમાં 42 રન બનાવ્યા હતા.
#ViratKohli playfully 'touches' #AxarPatel's feet after Kane Williamson's dismissal
— The Times Of India (@timesofindia) March 3, 2025
Watch https://t.co/f4AAFzr2OO#CricketWithTOI #ChampionsTrophy pic.twitter.com/iopL3KT3oJ
[…] વચ્ચેની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી (ICC champions Trophy) ની દુબઈમાં રમાયેલી પ્રથમ […]
[…] શરત અને શા માટે કોહલીએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરવાની વાત […]
[…] માન્યતાઓને લઈને સલાહ આપવામાં આવી હોય. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન જ્યારે શમીએ (Mohammed Shami) એનર્જી […]