ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy 2025) શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ કરાચીના મેદાન પર રમાઈ રહી છે. ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025) માટે તેની તમામ મેચ દુબઈના મેદાનમાં રમવાની છે.
Which One Is Your Favourite Taem?
— #ChampionsTrophy2025 #ChampionsTrophy #PAKvsIND (@ICC_CricInfo) February 18, 2025
💬Comments your views…#ChampionsTrophy #ChampionsTrophy2025 pic.twitter.com/FotaFLFqBI
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) ની પ્રથમ સિઝનથી જ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે અને બે વખત ટાઈટલ પણ જીતી ચૂકી છે. આ ટુર્નામેન્ટમાં પાંચ ટીમો એવી છે જે ભારતને આજ સુધી એક પણ મેચમાં હરાવી શકી નથી.
ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) માં દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમ અજેય
ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) ના ઈતિહાસમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, કેન્યા, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે સહિત પાંચ ટીમો ભારતને અત્યાર સુધી એક પણ મેચ હરાવી શકી નથી. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વખત આફ્રિકન ટીમને હરાવી છે, આફ્રિકન ટીમ સામે ટીમ ઈન્ડિયા કુલ ચાર મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત પાંચ ટીમો સામે એક પણ મેચ હાર્યું નથી
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત દક્ષિણ આફ્રીકા સામે પાંચ મેચ રમ્યું છે અને પાંચેય મેચમાં વિજેતા રહ્યું છે. એવી જ રીતે ઈંલેન્ડ સામે રમેલી 3 મેચમાં તેને પરાજિત કર્યુ છે. કેન્યા સામે કુલ 2 મેચ અને બાંગ્લાદેશ ઝિમ્બાબ્વે સામે એક એક મેચ ભારત રમ્યું છે અને બધી મેચમાં જીત મેળવી છે.
આ વખતે પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે થશે. આ પછી ભારતીય ટીમે 23 ફેબ્રુઆરીએ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમવાનું છે. 2 માર્ચે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે બાથ ભીડશે.
બાંગ્લાદેશ સામે ભારતનું પલ્લુ ભારે
વન-ડે ક્રિકેટમાં બાંગ્લાદેશ સામે ભારતીય ટીમનો દબદબો છે અને આંકડા આ વાતની સાક્ષી આપે છે. વન-ડે ક્રિકેટમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 41 મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 32માં જીત મેળવી છે અને બાંગ્લાદેશે માત્ર 8માં જીત મેળવી છે. બીજી તરફ ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ છે અને બન્નેમાં ભારતનો વિજય થયો છે.

[…] ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે મજબૂત ભારતીય બોલિંગ અને બાંગ્લાદેશની નબળી બેટિંગ લાઈને ભૂલ ભરેલો સાબિત કર્યો હતો. બાંગ્લાદેશે માત્ર 35 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. શરૂઆતમાં ભારતીય બોલરોએ વિરોધી બેટ્સમેનોને મુક્તપણે સ્ટ્રોક કરવાની તક આપી ન હતી. શમીએ આ મેચમાં શાનદાર બોલિંગ કરીને વિશેષ રેકોર્ડ બનાવ્યો છે. […]
[…] ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ઉત્સાહ ચરમ પર પહોંચી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના વિજયના પડઘા દુબઈથી લઈને છેક લાહોર સુધી ગુંજી રહ્યા છે. ભારતે દુબઈમાં 20 ફેબ્રુઆરીએ મેચ જીતી હોવા છતાં અને ભારત પાકિસ્તાનમાં એક પણ મેચ નહી રમવાનું હોવા છતાં પાકિસ્તાનના લાહોરમાં ભારતીય રાષ્ટ્રગીત વાગતા બધા દંગ રહી ગયા હતા. […]
[…] રીતે ચૂકવવો. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025) માં જ્યારે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન […]