ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ICC ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડમાં ધૂમ મચાવી દીધી છે. બુમરાહને દેશ અને વિદેશમાં તેના દમદાર પ્રદર્શન માટે વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તેણે ગયા વર્ષે 13 ટેસ્ટ મેચમાં 71 વિકેટ ઝડપી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને ICC દ્વારા વર્ષનો શ્રેષ્ઠ પુરુષ ટેસ્ટ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. બુમરાહ ICC ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મેળવનાર ભારતનો પ્રથમ ઝડપી બોલર પણ બન્યો છે.
ઇજાથી વાપસી બાદ મચાવ્યો ખળભળાટ
જસપ્રીત બુમરાહે પીઠની ઈજામાંથી સાજા થયા બાદ 2023ના અંતમાં ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કર્યું હતું. તેની વાપસી સાથે, બુમરાહે તેની શાનદાર રમતથી હલચલ મચાવી હતી. બુમરાહે 2024માં ઈજામાંથી પરત ફર્યા બાદ રેડ બોલ ક્રિકેટમાં ખળભળાટ મચાવી દીધો હતો. બુમરાહે વર્ષ 2024માં 14.92ની શાનદાર એવરેજથી વિકેટ ખેરવી હતી અને આ દરમિયાન એક કરતા વધારે રેકોર્ડ પણ પોતાના નામે કર્યા હતા.
Dominating the bowling charts in 2024, India's spearhead Jasprit Bumrah has been crowned ICC Men’s Test Cricketer of the Year 💥#ICCAwards pic.twitter.com/h8Ppjo2hrv
— ICC (@ICC) January 27, 2025
ICCએ પણ કરી જસપ્રિત બુમરાહની પ્રશંસા
આઈસીસીએ તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, ‘બુમરાહ 2024માં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર હતો, જેણે ઘર આંગણે અને વિદેશમાં બંને જગ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતની આશા જીવંત રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.’ જમોડી ફાસ્ટ બોલર બુમરાહે ઘરઆંગણે ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે શ્રેણી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં વિદેશી પરિસ્થિતિઓમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
2018 બાદ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર
2018માં વિરાટ કોહલી બાદ આ એવોર્ડ મેળવનાર તે પ્રથમ ભારતીય ક્રિકેટર છે. બુમરાહે આ એવોર્ડની રેસમાં ઈંગ્લેન્ડના હેરી બ્રુક અને જો રૂટ અને આઈસીસીના ઈમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર કામિન્દુ મેન્ડિસને પાછળ છોડી દીધા હતા. કોહલી પહેલા, અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિનને વર્ષનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર અને 2016માં વર્ષનો શ્રેષ્ઠ ક્રિકેટર જાહેર કરવામાં આવ્યો હતો.
ICC ટેસ્ટ ક્રિકેટ ઓફ ધ યર બન્યા બાદ જસપ્રીત બુમરાહે આનંદ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું, ‘વર્ષના સર્વશ્રેષ્ઠ પુરુષ ટેસ્ટ ક્રિકેટરનો એવોર્ડ જીતીને હું ખૂબ જ સન્માનિત અનુભવું છું. ટેસ્ટ ક્રિકેટ એક એવું ફોર્મેટ રહ્યું છે જેને હું હંમેશા મારા હૃદયની નજીક રાખું છું અને આ પ્લેટફોર્મ પર વિશેષ ઓળખ મળવી ખરેખર ખાસ છે.
તેણે કહ્યું, ‘આ પુરસ્કાર માત્ર મારા વ્યક્તિગત પ્રયાસોનું જ નહીં, પણ મારા સાથી ખેલાડીઓ, કોચ અને ચાહકોના અતૂટ સમર્થનનું પ્રતિબિંબ છે જેઓ મારામાં વિશ્વાસ કરે છે અને મને દરરોજ પ્રેરણા આપે છે. આ ઉપરાંત, ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત છે અને મારા પ્રયાસોથી વિશ્વભરના લોકોના ચહેરા પર સ્મિત આવે છે તે જાણી કેરીયરનો આ પ્રવાસને વધુ વિશેષ બને છે.’
[…] શ્રીલંકા વચ્ચે ગાલેમાં ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન જોશ […]
[…] અનુસાર, ICC ટૂર્નામેન્ટની પ્રથમ મેચના સ્થળ પર […]