Pakistan
Spread the love

ભારત અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) ની મેચમાં પાકિસ્તાન (Pakistan) નો પરાજય થતા એક વ્યક્તિએ ભારત વિરોધી નારા લગાવ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ ઘણો વિરોધ કર્યો, ત્યારબાદ પ્રશાસને કાર્યવાહી કરી અને તેની પત્ની સહિત વ્યક્તિની ધરપકડ કરી. તેમની દુકાન પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે માલવણ મ્યુનિસિપલ કાઉન્સિલના અધિકારીઓએ સિંધુદુર્ગના તરકરલી રોડ પર એક 38 વર્ષીય વ્યક્તિની દુકાન જે અનધિકૃત બાંધકામ હતી તેને બુલડોઝર ચલાવી ધ્વસ્ત કરી દેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે દુબઈમાં રવિવારે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) ની એકતરફી થઈ ગયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું હતું.

પાકિસ્તાન (Pakistan) સામે રોહિત શર્માના આઉટ થતા લગાવ્યા નારા

અધિકારીએ જણાવ્યું કે કેટલાક સ્થાનિક લોકોએ રવિવારે રાત્રે સિંધુદુર્ગના માલવણ પોલીસ સ્ટેશનમાં તેના પરિવાર સાથે તરકરલી રોડ પર રહેતા ભંગારના વેપારી કિતાબુલ્લાહ હમીદુલ્લા ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

તેમણે જણાવ્યું કે, ફરિયાદમાં જણાવ્યા મુજબ કિતાબુલ્લાહ હમીદુલ્લા ખાને તેની પત્ની આયેશા (35) અને 15 વર્ષના પુત્ર સાથે કથિત રીતે “ભારત વિરોધી” સૂત્રોચ્ચાર કર્યા હતા. અધિકારીએ કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના આઉટ થયા બાદ પણ કિતાબુલ્લાહે કથિત રીતે ભારત વિરુદ્ધ નારા લગાવ્યા હતા. તેમણે કહ્યું કે ભંગારના વેપારીના વિરોધમાં સોમવારે સ્થાનિક લોકોએ માલવણના દેઉલવાડા વિસ્તારમાં બાઇક રેલી કાઢી હતી.

વિવિધ આરોપોમાં નોંધાયા કેસ

અધિકારીએ જણાવ્યું હતું કે, મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા, સોમવારે ભંગારના વેપારી કિતાબુલ્લાહ અને તેના પરિવારના બે સભ્યો વિરુદ્ધ ધર્મના આધારે જૂથો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવા સહિતના વિવિધ આરોપો પર કેસ નોંધવામાં આવ્યો હતો. અધિકારીએ આગળ જણાવ્યું કે, ભંગારના વેપારી કિતાબુલ્લાહ અને તેની પત્ની આયશાની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેના પુત્રને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

અન્ય એક અધિકારીએ જણાવ્યું કે સોમવારે માલવણ મ્યુનિસિપલ કાઉન્સિલના અતિક્રમણ નિવારણ વિભાગે ભંગારના વેપારીની અનધિકૃત અને ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી દુકાનને બુલડોઝર વડે તોડી પાડી હતી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

3 thoughts on “પાકિસ્તાન (Pakistan) ની હાર બાદ કિતાબુલ્લાહે લગાવ્યા ભારત વિરોધી નારા, દુકાન પર ચાલ્યુ બુલડોઝર, પત્ની સહિત થઈ ધરપકડ”
  1. […] (Afghan) ના ઓપનર ઇબ્રાહિમ ઝાદરાને ICC ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) માં ઇંગ્લેન્ડ સામે હંમેશા યાદ રહે […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *