અફઘાનિસ્તાનના (Afghan) ઇબ્રાહિમ ઝાદરાને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઈંગ્લેન્ડ સામે 150 રન બનાવીને સચિન, વિરાટ અને રોહિતને પાછળ છોડી દીધા છે. ટૂર્નામેન્ટમાં 150 રન બનાવનાર તે પ્રથમ એશિયન બેટ્સમેન બન્યો હતો.
અફઘાનિસ્તાન (Afghan) ના ઓપનર ઇબ્રાહિમ ઝાદરાને ICC ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) માં ઇંગ્લેન્ડ સામે હંમેશા યાદ રહે તેવી ઝમકદાર ઇનિંગ રમી છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ હાર્યા બાદ અફઘાનિસ્તાન (Afghan) ટીમ માટે કરો યા મરો મેચ હતી જેમાં માત્ર 23 વર્ષના અફઘાન ઓપનર ઝાદરાને વિસ્ફોટક સદી ફટકારી હતી એટલું જ નહી 150 રનથી વધારે રન ફટકારીને તે મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્માથી આગળ નીકળી ગયો છે.

અફઘાન (Afghan) યુવા સેન્સેશન
અફઘાનિસ્તાનના યુવા સેન્સેશન સમાન ઓપનિંગ બેટસમેન ઈબ્રાહિમ ઝદરાને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઈંગ્લેન્ડ સામે રેકોર્ડબ્રેક ઈનિંગ રમી હતી. આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું અને ઈંગ્લેન્ડની સુંદર બોલિંગ સામે માત્ર 37 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. મુશ્કેલ સ્થિતિમાં ઝાદરાને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી સાથે મળીને પહેલા ઇનિંગ સ્થિર કરી હતી અને પછી ફટકાબાજી શરૂ કરી હતી. ઝાદરાને 65 બોલમાં પોતાની અર્ધી સદી પૂરી કરી અને 106 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે સદી ફટકારી હતી.
સદી પુરી કર્યા બાદ અફઘાનિસ્તાનના આ ઇબ્રાહિમ ઝાદરાને ભારતીય પદ્ધતિ મુજબ બે હાથ જોડીને મેદાનમાં સૌનુ અભિવાદન કર્યું હતું. ઝાદરાનની આ અભિવ્યક્તિથી ભારતીય પ્રેક્ષકોનું દિલ જીતી લીધું હતું. સોશ્યલ મીડિયા ઉપર ઝાદરાનના અભિવાદનની ખુબ પ્રસંશા થઈ રહી છે.
ابراهيم ځدراڼ ته د ننۍ سليزه مبارک وي
— Kochai lewanai (@KochaiLewanai1) February 26, 2025
Ibrahim Zadran pic.twitter.com/sCxmOXZPcy
સચિન…રોહિત અને વિરાટ રહી ગયા પાછળ
ઈબ્રાહિમ ઝાદરાને ઈંગ્લેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 150 રનનો આંકડો પાર કરીને ઈતિહાસ રચ્યો હતો. ટૂર્નામેન્ટમાં આ પહેલા કોઈ એશિયન બેટ્સમેને આટલી મોટો સ્કોર ખડક્યો ન હતો. અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝદરાન ચેમ્પિયન્સ ટ્રોફીમાં 150 રન બનાવનાર પ્રથમ એશિયન બની ગયો છે.

સૌથી વધુ સ્કોરનો તોડ્યો રેકોર્ડ
ઈબ્રાહિમ ઝાદરાનનું નામ ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં હંમેશા યાદ રહેશે. આ 23 વર્ષીય અફઘાન (Afghan) ઓપનર ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ સિઝનમાં તેણે ઈંગ્લેન્ડના બેન ડકેટના 165 રનના રેકોર્ડને તોડ્યો છે. ઈબ્રાહિમે 146 બોલમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 177 રન બનાવીને ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી એક ઇનિંગમાં વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં પ્રથમ નંબરે આવી ગયો છે.
[…] ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નું LIVE ટેલીકાસ્ટ ચાલી રહ્યું હતું તે દરમિયાન ગ્રૂપ A મેચની રવિવારે દુબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન કંઈક એવું થયું જેનાથી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ક્રિકેટ વિશ્વમાં દિગ્ગજ ગણાતા બેટ્સમેનોમાંના એક વિરાટ કોહલીએ કંશું એવું કર્યું જે આજથી પહેલા ભાગ્યે જ જોવા મળ્યું હશે. ન્યૂઝીલેન્ડ સામેની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ દરમિયાન સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સાથી ખેલાડી અક્ષર પટેલને પગે લાગવાનો પ્રયાસ કર્યો ત્યારે દર્શકો સહિત સૌ ચોંકી ઉઠ્યા હતા. […]