વિશ્વ જ્યારે ગ્લોબલ વૉર્મિંગનો સમસ્યાઓથી ત્રસ્ત છે અને પર્યાવરણને નુકસાનકારક ન હોય તેવા ઈંધણની શોધમાં લાગેલું છે. ઈકો ફ્રેન્ડલી ઈંધણના વિકલ્પ તરીકે સમગ્ર વિશ્વ બાયો ફ્યુઅલ, સૌર ઉર્જા, વિદ્યુત બેટરીથી સંચાલિત વાહનો તરફ સમગ્ર માનવજાત મીટ માંડી રહ્યું છે અને એ વિકલ્પો ધીમે ધીમે સ્વીકૃત થઈ રહ્યા છે ત્યારે વૈજ્ઞાનિકોએ વિશ્વને એક નવા જ ઈંધણથી તરફ અંગુલિ નિર્દેશ કર્યો છે એટલું જ નહી પરંતુ તે ઈંધણથી સફળતાપુર્વક રોકેટ ઉડાડી બતાવ્યું છે. જોકે એ ઈંધણ ભારત માટે નવું નથી. તેનો ઉપયોગ ભારતમાં પરંપરાગત રીતે વર્ષોથી ઈંધણની સાથે સાથે અન્ય ઘણા પ્રકારે કરવામાં આવતો રહ્યો છે. એ ઈંધણ છે ગાયનું છાણ જેનો ઉપયોગ ભારતમાં કોઈ નવાઈની વાત નથી.
ક્યાં કરવામાં આવ્યો ગાયના છાણના ઈંધણનો રોકેટમાં ઉપયોગ ?
જાપાનના એન્જિનિયરોએ ગાયના છાણમાંથી મેળવેલા પ્રવાહી મિથેન ગેસ દ્વારા સંચાલિત નવા પ્રકારના રોકેટ એન્જિનનું પરીક્ષણ કર્યું છે, જે વધુ ટકાઉ અને ઈકો ફ્રેન્ડલી ઈંધણથી સંચાલિત પ્રોપેલન્ટના વિકાસ તરફ નવી જ કેડી કંડારી શકે છે.
સ્ટાર્ટઅપ ઇન્ટરસ્ટેલર ટેક્નોલોજીસ ઇન્ક. (IST) એ જણાવ્યું હતું કે ઝીરો નામના રોકેટ એન્જિનને જાપાનના હોકાઇડો સ્પેસપોર્ટ પર 10 સેકન્ડ માટે “સ્ટેટિક ફાયર ટેસ્ટ” કરવામાં આવ્યું હતું. કંપનીએ કહ્યું કે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે કે ઝીરો લિક્વિડ બાયોમિથેન (LBM) દ્વારા સંચાલિત છે. આ બાયોમિથેન પ્રાણીઓના છાણમાંથી મેળવવામાં આવે છે. કંપની તેને હોક્કાઈડોના ડેરી ફાર્મમાંથી મેળવે છે.
/
— Interstellar Technologies (@istellartech_en) December 7, 2023
Breaking news from the test stand🔥
\
Here's a short footage of IST's first static fire test using Liquid Biomethane🚀 pic.twitter.com/695ld0kGmo
આ ટેસ્ટ પરીક્ષણ 10 સેકન્ડ માટે એન્જિનને સફળતાપૂર્વક પ્રજ્વલિત કર્યુ અને શક્તિ આપી હતી, શક્તિશાળી વાદળી જ્યોત પેદા કરી. આ સિદ્ધિ યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા વિકસાવાયેલા ગાયના છાણ-ઇંધણથી ચાલતા રોકેટ એન્જિનના વિકાસને આગળ વધારનારા છે, જોકે ઇન્ટરસ્ટેલર ટેક્નોલોજીસ આ પ્રકારે ટેસ્ટ કરનારી પ્રથમ ખાનગી કંપની છે.
આ એન્જિન પરીક્ષણે સ્વચ્છ અને સરળતાથી ઉપલબ્ધ રોકેટ ઇંધણ સ્ત્રોત તરીકે બાયોમિથેનની કાર્યક્ષમતા દર્શાવી હતી.
ઇન્ટરસ્ટેલરે ડિસેમ્બર 7ના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઝીરોનું કમ્બશન ચેમ્બર, ઇન-હાઉસ ડિઝાઇન કરવામાં આવ્યું છે, એન્જિનમાં વપરાતા પિન્ટલ ઇન્જેક્ટર સ્પેસએક્સ એન્જિનમાં ઉપયોગમાં લેવાય છે તેવા જ છે. જો કે પિન્ટલ ઇન્જેક્ટર સામાન્ય રીતે તેની મર્યાદિત કામગીરી માટે જાણીતા છે, તેમ છતાં, ટોક્યો યુનિવર્સિટી અને JAXA સ્પેસ ઇનોવેશન દ્વારા ભાગીદારી અને સહ-નિર્માણ સાથે સંશોધન અને વિકાસના પ્રયાસોથી ડિઝાઇનમાં સુધારો થયો છે જેનાથી ઉચ્ચ કમ્બશન કામગીરી પ્રાપ્ત કરી શકાઈ છે. પરિણામે, જે મૂળભૂત રીતે રોકેટ એન્જિનના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરે છે એવા ઘટકોની સંખ્યા પરંપરાગત એન્જિનના દસમા ભાગ સુધી ઘટાડી દેવામાં આવી છે જેના કારણે એકંદર ખર્ચઅડધો થઈ જવાનો અંદાજ છે.”
કંપનીના જણવ્યા મુજબ, સ્ટેટિક ફાયર ટેસ્ટની ચાલુ શ્રેણી 130kN-ક્લાસ ઓપરેશનલ મોડલના વિકાસ અને ઉત્પાદન માટે તૈયાર છે. નાના 60kN-ક્લાસ સબસ્કેલ મોડલની ડિઝાઇન, ઉત્પાદન અને પરીક્ષણ તબક્કાઓમાંથી મળેલા પરિણામો અને પરિમણો દ્વારા આ પ્રગતિ જોઈ શકાય છે.