Hell Ant
Spread the love

વૈજ્ઞાનિકોએ વિશ્વની સૌથી પ્રાચીન કીડી શોધી કાઢી છે. આ કીડી 113 મિલિયન વર્ષો પહેલા, ડાયનાસોરના સમયમાં પૃથ્વી પર ફરતી હતી. વૈજ્ઞાનિકોએ આ કીડીને ‘હેલ એન્ટ’ (‘Hell Ant’) નામ આપ્યું છે.

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

બ્રાઝિલના (Brazil) ઉત્તર-પૂર્વ ભાગમાં શોધાયેલી આ પ્રાચીન કીડીને વૈજ્ઞાનિકો ‘હેલ એન્ટ’ (Hell Ant) કહે છે. 113 મિલિયન વર્ષ પ્રાચીન કીડી મળી આવી છે, જે ડાયનાસોર સાથે પૃથ્વી પર ચાલતી હતી. આ ‘હેલ એન્ટ’ (Hell Ant) અત્યાર સુધી શોધાયેલી કોઈપણ કીડીઓમાં સૌથી પ્રાચીન છે. તેની ઉંમર આશરે 113 મિલિયન વર્ષ હોવાનો અંદાજ છે.

આ ‘હેલ એન્ટ’ (Hell Ant) ની શોધની સંપૂર્ણ વિગતો ‘કરંટ બાયોલોજી’ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ કીડી ચૂનાના પથ્થરમાં સચવાયેલી મળી આવી છે, જ્યારે પહેલા મળી આવેલા સૌથી પ્રાચીન કીડીના અવશેષો એમ્બરમાં સચવાયેલા મળી આવ્યા હતા. આ એમ્બરના નમૂના ફ્રાન્સ અને મ્યાનમાર (બર્મા)માંથી મળી આવ્યા હતા. આ એન્ટ કીડીએ વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ શોધથી પૃથ્વી પર જીવનના ઉત્ક્રાંતિ વિશે નવા નવા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ આશ્ચર્યજનક શોધ પાછળ સાઓ પાઉલો યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર સંગ્રહાલય સાથે સંકળાયેલા એન્ડરસન લેપેકો અને તેમની ટીમનો હાથ છે. ટીમે તેને બ્રાઝિલમાં ‘ક્રેટો ફોર્મેશન’ નામના સ્થળેથી શોધી કાઢી છે. આ વિસ્તાર તેના ઉત્તમ અશ્મિભૂત સંરક્ષણ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. લેપેકોનું કહેવું છે કે આ પ્રથમ વખત બન્યું છે ખડકમાં આટલી પ્રાચીન ‘હેલ એન્ટ’ (Hell Ant) જોઈ છે.

ગજબ શિકારી હતી આ હેલ એન્ટ (Hell Ant)

આ કોઈ સામાન્ય કીડી નહોતી. તેના જડબા વિચિત્ર આકારના હતા, જે તેને શિકાર માટે અત્યંત ખાસ બનાવતા હતા. ટીમે માઇક્રો-સીટી સ્કેનિંગ ટેકનોલોજીનો ઉપયોગ તેના આંતરિક શરીરના ભાગોનું 3D ઇમેજિંગ કરતા પરિણામો અચરજ પમાડે તેવા મળ્યા હતા. આ કીડીના ભોજન અને પાચનની સિસ્ટમમાં અત્યંત જટિલ રચના જોવા મળી હતી, જે દર્શાવે છે કે તે યુગની કીડીઓ પણ ખાસ રીતે શિકાર કરવાનું શીખી ગઈ હતી.

આ શોધ આશ્ચર્યજનક કેમ?

બીજી ખાસ વાત એ છે કે આ કીડી મ્યાનમારના એમ્બરમાં જોવા મળતી નરક કીડીઓ જેવી જ છે. જેનાથી એવું પ્રસ્થાપિત થઈ શકે છે કે 113 મિલિયન વર્ષો પહેલા, કીડીઓ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ હતી અને તેમની શિકાર પદ્ધતિઓમાં એક ખાસ વિવિધતા વિકસાવી હતી. આ શોધ આપણને કીડીઓના ઉત્ક્રાંતિ પર એક નવો દ્રષ્ટિકોણ આપે છે સાથે સાથે ડાયનાસોર સાથે પૃથ્વી પર કેટલી રસપ્રદ અને જટિલ જીવન પ્રણાલીઓ વિકસિત થઈ હતી તેની પણ પુષ્ટિ કરે છે.

દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *