નાસાનો (NASA) પ્રાયોગિક ઉપગ્રહ જે 1967 થી ‘મૃત’ ઘોષિત કરવામાં આવ્યો હતો તે ‘રિલે 2’ અચાનક એક શક્તિશાળી ઉર્જા વિસ્ફોટ સાથે ફરીથી સક્રિય થઈ જતા વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઓસ્ટ્રેલિયન ખગોળશાસ્ત્રીઓએ આ અદ્ભુત ઘટના રેકોર્ડ કરી. જેની તેજસ્વીતાએ આકાશમાં રાત્રિના સમયે ચમકતી દરેક વસ્તુ ઝાંખી પાડી દીધી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
આકાશમાં અચાનક જાણે કોઈ બ્લેક હોલ વિસ્ફોટ થયો હોય એમ એક સેકન્ડ કરતાં પણ ઓછા સમય માટે ચમકારો થયેલો જોઈ જ્યારે વૈજ્ઞાનિકોએ તપાસ કરી, ત્યારે તેમના આશ્ચર્યનો પાર નહોતો રહ્યો. આ રહસ્યમય ઊર્જા વિસ્ફોટ કોઈ દૂરના અવકાશી પદાર્થમાંથી નહીં, પરંતુ પૃથ્વીથી માત્ર 4,500 કિલોમીટર દૂર થયો હતો. આ રહસ્યમય વિસ્ફોટ પાછળનું કારણ લગભગ 50 વર્ષ પહેલાં ‘મૃત’ જાહેર કરવામાં આવેલો નાસાનો (NASA) ઉપગ્રહ હતો.

ઓસ્ટ્રેલિયાની કર્ટિન યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓએ તાજેતરમાં રાત્રિના આકાશમાં બીજા બધા કરતા વધુ ચમકતો એક અત્યંત મજબૂત ઉર્જા સંકેત રેકોર્ડ કર્યો હતો. શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે તે ન્યુટ્રોન સ્ટાર (પલ્સર) અથવા કોઈ અજાણ્યા કોસ્મિક સ્ત્રોતમાં આ ઉર્જા વિસ્ફોટ થયો હશે, પરંતુ જ્યારે અંતરનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો કારણ કે સિગ્નલનો સ્ત્રોત પૃથ્વીની અત્યંત નજીક હતો.

નાસાએ (NASA) 1964 માં લોન્ચ કર્યો હતો રિલે 2 ઉપગ્રહ
સંપૂર્ણ અભ્યાસ પછી, વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે વિસ્ફોટ અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (NASA) દ્વારા 1964 માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને માત્ર ત્રણ વર્ષ પછી 1967 માં તેને નિષ્ક્રિય માની લેવામાં આવ્યો હતો તે રિલે-2 ઉપગ્રહમાંથી થયો હતો. નાસાનો (NASA) રિલે-2 એક પ્રાયોગિક ઉપગ્રહ હતો, જેનો ઉપયોગ પ્રાયોગિક સંચાર પ્રણાલીઓ માટે થતો હતો. હવે, અડધી સદી પછી, નાસાનો (NASA) આ મૃત ઉપગ્રહ અચાનક સક્રિય થયો. તે એક મજબૂત ઉર્જા વિસ્ફોટનો સ્ત્રોત બન્યો, જેનાથી વૈજ્ઞાનિકો આશ્ચર્ય પામ્યા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

શું થયું આ ‘મૃત’ ઉપગ્રહનું?
સંશોધકોના મતે ઉપગ્રહમાં દાયકાઓથી ઈલેક્ટ્રોન અને ચાર્જ્ડ પાર્ટિકલ્સ એકઠા થઈ રહ્યા હતા. જ્યારે તે સુક્ષ્મ ઉલ્કાપિંડ અથવા (Micrometeoroid) અથવા અવકાશી ભંગાર સાથે અથડાતા અંદર સંચિત વિદ્યુત ચાર્જ ઇલેક્ટ્રોસ્ટેટિક ડિસ્ચાર્જમાં (Electrostatic Discharge) ફેરવાઈ ગયો. આ સ્રાવથી એક તીક્ષ્ણ પરંતુ અલ્પજીવી ઉર્જા સિગ્નલ ઉત્પન્ન થયુ, જે ફક્ત એક નેનોસેકન્ડ (સેકન્ડનો એક અબજમો ભાગ) સુધી ચાલ્યો.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે અવકાશયાનને ચાર્જ થવાની પ્રક્રિયા નવી નથી. અવકાશમાં પ્લાઝ્મા અને ચાર્જ પાર્ટિકલ્સ સાથેની ક્રિયાપ્રતિક્રિયાને કારણે ઉપગ્રહની સપાટી પર ઇલેક્ટ્રોન એકઠા થાય છે, જેના કારણે વોલ્ટેજ ચોક્કસ મર્યાદા સુધી પહોંચે ત્યારે બે સપાટીઓ વચ્ચે ડિસ્ચાર્જ થઈ શકે છે. પરંતુ રિલે-2 માંથી થયેલો વિસ્ફોટ અત્યાર સુધીની સૌથી જોરદાર અને સૌથી તીવ્ર ઘટનાઓમાંની એક હતી.
Long-dead Nasa space probe suddenly emits powerful energy blast https://t.co/rZ1syzuLXc pic.twitter.com/1dfkrW9vfy
— The Independent (@Independent) June 23, 2025
શું આ ઘટનાઓ સામાન્ય છે?
અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આવી વધુ ઘટનાઓ હોઈ શકે છે, પરંતુ આપણી તકનીકો તેમને પકડવા અસમર્થ લાગે છે. વૈજ્ઞાનિકોએ સૂચવ્યું કે ભવિષ્યના અવકાશ મિશન અને સ્કાય મોનિટરિંગ ઉપકરણોને આવા અણધાર્યા ઊર્જા વિસ્ફોટોને શોધવા માટે વધુ સારી રીતે ડિઝાઈન કરવા જોઈએ.
આવી ઘટનાઓ અત્યારે તો પૃથ્વી માટે કોઈ સીધો ખતરો નથી, પરંતુ તે ચોક્કસપણે એક ચેતવણી છે કે અવકાશ ક્યારે અને કેવી રીતે પ્રતિક્રિયા આપશે તેની આગાહી કરવી ખૂબ મુશ્કેલ છે. જૂનો કાટમાળ પણ અચાનક સક્રિય થઈ શકે છે અને વૈજ્ઞાનિકો માટે નવા પડકારો ઉભા કરી શકે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો