NVS-02
Spread the love

ISRO એ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ વ્હીકલ GSLV-F15 માં તેનું 100મું મિશન, NVS-02 નેવિગેશન સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું. ISROએ ટ્વિટર પર પોસ્ટ કરીને GSLV-F15ના સફળ પ્રક્ષેપણ વિશે માહિતી આપી હતી. ઈસરોના અધ્યક્ષ વી નારાયણનના નેતૃત્વમાં આ પહેલું મિશન છે. તેમણે 13 જાન્યુઆરીએ ચાર્જ સંભાળ્યો હતો.

ઈસરોની વધુ એક સફળતા

સ્વદેશી ક્રાયોજેનિક સ્ટેજ સાથે જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (GSLV) ની 17મી ફ્લાઇટમાં નેવિગેશન સેટેલાઇટ NVS-02 વહન કરતા અહીંના બીજા લોન્ચ પેડ પરથી 29 જાન્યુઆરીએ સવારે 6.23 વાગ્યે લોન્ચ કરવામાં આવી હતી. આ નેવિગેશન સેટેલાઇટ ‘Navigation with Indian Constellation’ (નાવિક) શ્રેણીનો બીજો ઉપગ્રહ છે.

GSLV-F15ના પ્રક્ષેપણથી શું ફાયદો થશે?

GSLV-F15 NVS-02 નેવિગેશન સેટેલાઈટનો ઉદ્દેશ્ય ભારતીય ઉપખંડમાં તેમજ ભારતીય ભૂમિ વિસ્તારના લગભગ 1,500 કિલોમીટરથી આગળના વિસ્તારોમાં વપરાશકર્તાઓને ચોક્કસ સ્થિતિ, ઝડપ અને સમયની માહિતી પ્રદાન કરવાનો છે. અનેક સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “27.30 કલાકનું કાઉન્ટડાઉન સોમવારે મોડી રાત્રે 2:53 કલાકે શરૂ થયું હતું.”

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે અભિનંદન પાઠવ્યા

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ટ્વીટ કરીને ઇસરોને અભિનનદન આપતા લખ્યું, “100મું પ્રક્ષેપણ: શ્રીહરિકોટાથી 100મું પ્રક્ષેપણનું ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કરવા બદલ ISROને અભિનંદન. રેકોર્ડ સિદ્ધિની આ ઐતિહાસિક ક્ષણે અવકાશ વિભાગ સાથે જોડાવું એ સૌભાગ્યની વાત છે. ટીમ ઈસરો, તમે GSLV-F15/NVS-02 મિશનના સફળ પ્રક્ષેપણ સાથે ફરી એકવાર ભારતને ગૌરવ અપાવ્યું છે. વિક્રમ સારાભાઈ, સતીશ ધવન અને કેટલાક અન્ય લોકો દ્વારા નાનકડી શરૂઆતથી જ, તે એક અદ્ભુત સફર રહી છે અને PM મોદીએ અવકાશ ક્ષેત્રને “અનલોક” કર્યા પછી અને “આકાશની કોઈ મર્યાદા નથી” એવી માન્યતા પ્રસ્થાપિત કર્યા પછી આ એક મોટી છલાંગ છે. “


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *