યુવાનીમાં દાંત પડી જાય વ્યક્તિના શારિરીક વિકાસનું એક નિર્ણાયક પગલું છે કારણ કે તે નવા ઉગે છે, પરંતુ પુખ્ત વયે દાંત પડી જાય તે કોઇને ગમતુ નથી છે. પડી ગયેલા દાંતને માટે ઇમ્પ્લાન્ટ અથવા ડેન્ટર્સ જેવા ખર્ચાળ ડેન્ટલ વિકલ્પોની જરૂર પડે છે પરંતુ હવે આ ટૂંક સમયમાં બદલાઈ શકે છે.
એક જાપાની સ્ટાર્ટઅપ એવી દવાના પ્રયોગો માણસ ઉપર શરૂ કરવા માટે તૈયાર છે જે પડી ગયેલા દાંતને ફરી ઉગાડી શકે છે. જાપાનની ક્યોટો યુનિવર્સિટી સાથે સંકળાયેલ ટોરેગ્રામ બાયોફાર્મા નામના સ્ટાર્ટઅપે આ દવા વિકસાવી છે. ટોરેગ્રામ બાયોફાર્મા આ દવાને 2030 માં બજારમાં લાવવાનું લક્ષ્ય રાખે છે. કેટલાક લોકો જન્મજાત એનોડોન્ટિયા તરીકે ઓળખાતી સ્થિતિને કારણે જન્મથી તેમના કેટલાક અથવા બધા દાંત ગુમાવતા હોય તેવા એવા દર્દીઓ તેમજ એવા લોકો જેમણે ઘડપણમાં દાંત ગુમાવ્યા છે તેમને માટે આ દવા આશિર્વાદ સાબિત થશે, જોકે ટોરેગ્રામ બાયોફાર્માનો ઉદ્દેશ્ય પણ આવા દર્દીઓને ફાયદો થાય તેવો જ છે. જન્મજાત એનોડોન્ટિયાથી પીડાતા દર્દીઓની સંખ્યા સામાન્ય વસ્તીના લગભગ 0.1% હોય છે.
દવામાં એવા એન્ટિબોડીઝ છે જે દાંતના વિકાસને અટકાવતા પ્રોટીન જે જીન-1 (USAG-1) સાથે સંબંધિત છે, જેને યુટ્રાઈન સેન્સેટાઈઝેશન તરીકે ઓળખવામાં આવે છે તેને લક્ષ્ય બનાવે છે. 2018 માં આ દવાનું ઉંદર પર પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે તેના કારણે નવા દાંત ઉગ્યા હતા, તેમના જડબામાં નવા દાંતના વિકાસને પોષે છે. મોટાભાગના લોકોમાં પહેલાથી નવા દાંત બનાવવાની ક્ષમતા ધરાવતી દાંતની પેશીઓ હોય જ છે. સામાન્ય રીતે આ પેશીઓ વિકસિત થતી નથી અને પછી અદૃશ્ય થઈ જાય છે. જાપાન ટાઇમ્સના અહેવાલ મુજબ માનવીઓની જેમ કાયમી અને અસ્થાયી દાંત ધરાવતા ફેરેટ્સ પર કરવામાં આવેલા પ્રયોગ દરમિયાન કોઈ ગંભીર આડઅસર વિના નવા દાંતના ઉગવાની પ્રક્રીયા થઈ હતી.
ટોરેગ્રામના સહ-સ્થાપક કાત્સુ તાકાહાશી, જેમના સંશોધન પર દવા આધારિત છે, નિક્કીને કહ્યું કે, હાલની સારવાર સમસ્યાનું મુળથી નિરાકરણ કરતી નથી, સામાન્ય રીતે જેમણે દાંત ગુમાવ્યા હોય અથવા જન્મજાત એનોડોન્ટિયા હોય તેઓ ઈમ્પ્લાન્ટ અથવા ડેન્ચર્સનો સહારો લેવો પડે છે. અમે ત્રીજો વિકલ્પ બનાવવા માંગીએ છીએ.
સ્ટાર્ટઅપના કંપની ટોરેગ્રામના પ્રમુખ હોનોકા કિસોનીએ તેમની વેબસાઇટ પર લખ્યું હતું કે કેવી રીતે તેણીએ હાડકાના વિકારને કારણે કિશોરાવસ્થામાં તેના દાંત ગુમાવ્યા હતા. “હું મારી માંદગીનું કારણ અને ગુમાવેલા દાંતને કેવી રીતે પુનર્જીવિત કરવા તે અંગે અભ્યાસ કરવા માંગતી હતી. ટોરેગ્રામ બાયોફાર્મા સૌપ્રથમ એવા દર્દીઓની સારવાર કરવાની આશા રાખે છે કે જેમનામાં આનુવંશિક કારણોને લીધે કાયમી દાંત ઉગતા નથી. હોનોકા કિસોનીએ કહ્યું કે, અમારું અંતિમ ધ્યેય તેમના પોતાના પેશીઓમાંથી પોષણ મેળવી દાંત ઉગે તે માટે અદ્યતન અને વૈજ્ઞાનિક રીતે સંચાલિત ક્લિનિકલ સોલ્યુશન્સ ઓફર કરવાનું છે.”
ટોરેગ્રામ હવે ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી રહ્યું છે, જેનું પ્રથમ ચરણ સપ્ટેમ્બરથી શરૂ થયું જેમાં 30 સ્વસ્થ પુરુષોને સારવાર આપવાનું નક્કી કરાયું હતું. નિક્કીના અહેવાલ મુજબ આ વિચાર એવા લોકોના સમૂહ પર ડ્રગ સલામતીનું પરીક્ષણ કરવાનો છે કે જેઓમાં દવા કામ કરે તો પણ નવા દાંત ઉગવાની શક્યતા નથી.
બધું બરાબર ચાલશે તો ટ્રાયલનો બીજા તબક્કો 2025 માં શરૂ થશે. આ ટ્રાયલ જન્મજાત એનોડોન્ટિયા ધરાવતા 2 થી 7 વર્ષની વયના દર્દીઓ સાથે કરવામાં આવશે. તેમનામાં દાંતના વિકાસને વેગ આપવા માટે ચોક્કસ માત્રામાં દવા ઇન્જેક્ટ કરવામાં આવશે. ત્રીજી અજમાયશ વૃદ્ધ વયસ્કો પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમણે પોલાણ જેવા પર્યાવરણીય પરિબળોને કારણે તેમના દાંત ગુમાવ્યા છે. સ્ટાર્ટઅપ આ દવાની કિંમત 1.5 મિલિયન યેન (રૂ. 8 લાખ) રાખવાની યોજના ધરાવે છે, અને આશા રાખે છે કે તે આખરે આરોગ્ય વીમા દ્વારા આવરી લેવામાં આવશે.
ઓસાકાની કિતાનો હોસ્પિટલમાં દંત ચિકિત્સા અને ઓરલ સર્જરીના વડા તાકાહાશીએ જાપાન ટાઇમ્સને જણાવ્યું કે “પડી ગયેલા દાંત બાળકના જડબાના હાડકાના વિકાસને અસર કરી શકે છે, અમે આશા રાખીએ છીએ કે દવા તે સમસ્યાઓ ઉકેલવા માટે ચાવીરૂપ બનશે.”